આઈસીસીની વેબસાઈટ પર ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમને નંબર-1 બતાવવામાં આવ્યું હતુ. હવે આ આખા મામલાને લઇને આઈસીસીએ માફી માંગી છે. ICCએ કહ્યું કે કોઈ પણ પ્રકારની અસુવિધા માટે તેમને દુ:ખ છે.
ICCની વેબસાઈટ પર ટેસ્ટ રેન્કિંગમાં ભારતને નંબર-1 બતાવવામાં આવી હતી
આ મામલે ICCએ હવે માફી માંગી
કોઈ પણ પ્રકારની અસુવિધા માટે અમને દુ:ખ છે
ભારતીય ટીમને નંબર-1 બતાવવા મામલે ICCએ માગી માફી
ઓસ્ટ્રેલિયન ટીમ ઝીમ્બાબ્વેની વેસ્ટ ઈન્ડીઝ સામે બે મેચની સીરીઝ બાદ લેટેસ્ટ અપડેટ બાદ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં સર્વોચ્ચ પદ પર યથાવત છે. આઈસીસીની વેબસાઈટ પર ટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાને નંબર-1 બતાવવામાં આવ્યું હતુ. હવે આખા મામલાને લઇને ICCએ માફી માંગી છે. આઈસીસીએ કહ્યું કે કોઈ પણ પ્રકારની અસુવિધા માટે તેમને દુ:ખ છે.
ICCએ જણાવ્યું આ કારણ
ગુરૂવારે ICCએ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો અને એક નિવેદનમાં કહ્યું, ICC સ્વીકાર કરે છે કે 15 ફેબ્રુઆરીએ થોડા સમય માટે ભારતને ટેકનિકલ ભૂલના કારણે આઈસીસીની વેબસાઈટ પર નંબર 1 ટેસ્ટ ટીમ બતાવવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે, ઓસ્ટ્રેલિયા 17 જાન્યુઆરીએ શુક્રવારથી દિલ્હીમાં ભારત સામે બીજી ટેસ્ટમાં નંબર 1 ટીમ પર ઉતરશે. જેમાં 126 રેટીંગ પોઈન્ટ છે, જેનાથી તેઓ ભારતના 115 પોઈન્ટથી 11 પોઈન્ટ ઉપર છે. ભારત આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23ના ફાઈનલમાં જગ્યા બનાવવાના પ્રયાસમાં જોડાયુ છે. ઓસ્ટ્રેલિયા પણ ફાઈનલમાં સ્થાન બનાવવાની દોડમાં છે, જે 7 થી 11 જૂન સુધી લંડનના ધ ઓવલમાં રમશે.
ગયા મહિને પણ થઇ હતી આવી ભૂલ
આઈસીસીની વેબસાઈટ પર જ્યારે રેન્કિંગ અપડેટ થયુ તો ભારતીય ટીમ 115 રેટીંગ પોઈન્ટ્સની સાથે નંબર-1 પર આવ્યું હતુ, તો ઓસ્ટ્રેલિયન ટીમ 111 રેટીંગ પોઈન્ટની સાથે બીજા ક્રમાંકે આવ્યું હતુ. પરંતુ 15 ફેબ્રુઆરીની સાંજે આ સ્થિતિ અચાનક બદલાઈ ગઇ. ઓસ્ટ્રેલિયા 126 પોઈન્ટની સાથે ટેસ્ટ રેન્કિંગમાં વિશ્વ નંબર 1 બની ગયુ. ભારત 115 પોઈન્ટ સાથે બીજા સ્થાને ખસી ગયુ. આઈસીસીની વેબસાઈટ પર પહેલી વખત આ ભૂલ થઇ નથી, ગયા મહિને પણ ભારતીય ટીમને નંબર-1 બતાવવામાં આવી હતી.