બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / IB alert to all security agencies before August 15

BIG NEWS / 15 ઓગસ્ટ પહેલા તમામ સુરક્ષા એજન્સીઓને IBનું ઍલર્ટ, અનેક આતંકવાદી સંગઠનોના નિશાને ભારત

Priyakant

Last Updated: 10:35 AM, 4 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

15 ઓગસ્ટને લઈ IBએ દિલ્હી પોલીસને સતર્ક રહેવા સૂચના આપી, એજન્સીઓની વાત માનીએ તો આતંકવાદી સંગઠનો દિલ્હીને હચમચાવી નાખવાનું ષડયંત્ર રચી શકે છે

  • 15 ઓગસ્ટ પહેલા તમામ સુરક્ષા એજન્સીઓને IBનું ઍલર્ટ
  • લશ્કર-એ-તૈયબા, ISI અને જૈશના નિશાન પર દિલ્હી
  • એલર્ટમાં જાપાનના પૂર્વ પીએમ પર થયેલા હુમલાનો પણ ઉલ્લેખ

દેશમાં આગામી સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે. એજન્સીઓની વાત માનીએ તો આતંકવાદી સંગઠનો દિલ્હીને હચમચાવી નાખવાનું ષડયંત્ર રચી શકે છે. 15 ઓગસ્ટે IBએ દિલ્હી પોલીસને એલર્ટ રહેવા સૂચના આપી છે. જેને લઈ હવે બીએસએફને પણ બોર્ડર પર સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. IBએ પોતાના રિપોર્ટમાં રોહિંગ્યા, અફઘાન નાગરિકો જ્યાં રહે છે તે વિસ્તારો પર નજર રાખવા જણાવ્યું છે.

15 ઓગસ્ટ પહેલા લશ્કર-એ-તૈયબા, ISI અને જૈશ દ્વારા હુમલાની આશંકા વચ્ચે ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે. 10 પાનાના રિપોર્ટમાં ઈન્ટેલિજન્સ બ્યૂરોએ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા, જૈશ આતંકવાદી ષડયંત્રની યોજના બનાવી હોવાની માહિતી આપી છે. 10 પાનાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ISI તેમને લોજિસ્ટિક મદદ આપીને બ્લાસ્ટ કરવા માંગે છે. જેમાં અનેક નેતાઓ સહિત મોટી સંસ્થાઓની ઈમારતોને નિશાન બનાવી શકાય છે. 

આઈબીના આ એલર્ટમાં જુલાઈ મહિનામાં જાપાનના પૂર્વ પીએમ પર થયેલા હુમલાનો પણ ઉલ્લેખ છે. દિલ્હી પોલીસને 15 ઓગસ્ટે સ્થળ પર પ્રવેશના કડક નિયમો લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ઉદયપુર અને અમરાવતીની ઘટનાનો ઉલ્લેખ કરતા ગુપ્તચર એજન્સીઓએ કહ્યું છે કે કટ્ટરપંથી જૂથો અને ભીડભાડવાળી જગ્યાઓ પર તેમની ગતિવિધિઓ પર કડક નજર રાખવી જોઈએ.

બીએસએફ પણ એલર્ટ

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આતંકી સંગઠન LeT અને JeM હુમલા માટે UAV અને પેરા ગ્લાઈડરનો ઉપયોગ કરી શકે છે. તેથી બીએસએફને બોર્ડર પર સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. IBએ પોતાના રિપોર્ટમાં રોહિંગ્યા, અફઘાન નાગરિકો જ્યાં રહે છે તે વિસ્તારો પર નજર રાખવા જણાવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ