બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / I will contest the election on Anand seat, Mitesh Patel clarified not to get involved in rumours

Loksabha Election 2024 / ભાજપમાં ભારે થઈ! આણંદ લોકસભા ઉમેદવાર રિપ્લેસ થવાની ચર્ચા ઉપડી, કરવી પડી ચોખવટ

Vishal Dave

Last Updated: 06:24 PM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય જનતા પાર્ટી આણંદ બેઠક પરના પોતાના ઉમેદવાર મિતેશ પટેલને બદલીને અન્ય ઉમેદવારને ટિકિટ આપશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતુ..જેને લઇને મિતેષ પટેલને સ્પષ્ટતા આપવી પડી હતી.

આણંદ લોકસભા બેઠક પર ભાજપે મિતેષ પટેલને ટીકિટ આપી છે.. દરમ્યાન વડોદરાથી રંજનબેને ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ એવી અફવા હતી કે આણંદ બેઠકથી મિતેષ પટેલ પણ બદલાશે.  જેને લઇને મિતેષ પટેલે સ્પષ્ટતા કરી છે.. તેમણે  જણાવ્યું છે કે આણંદ બેઠક પરથી તેઓ જ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાના છે.. માટે લોકો અફવાઓમાં ન દોરવાય.. 

આણંદ બેઠક પર મિતેષ પટેલ સામે કોંગ્રેસના અમિત ચાવડા છે મેદાનમાં 

આણંદ બેઠક પર ભાજપે સીટીંગ સાંસદ મિતેશભાઈ પટેલને ટિકિટ ફાળવી છે. તો તેમની સામે કોંગ્રેસે આકલાવના ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિતભાઈ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે આ બંને ઉમેદવારોએ આણંદ બેઠક કબજે કરવા માટે પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દીધો છે. બંને ઉમેદવારો આ બેઠક પર જીત મેળવવાનો દાવો પણ કરી રહ્યા છે. ત્યારે, ભારતીય જનતા પાર્ટી આણંદ બેઠક પરના પોતાના ઉમેદવાર મિતેશ પટેલને બદલીને અન્ય ઉમેદવારને ટિકિટ આપશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતુ..જેને લઇને મિતેષ પટેલને સ્પષ્ટતા આપવી પડી હતી. 

રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે 

મહત્વપૂર્ણ છે કે વડોદરામાં  ભાજપે રંજનબેન ભટ્ટને ટિકીટ આપી હતી, પરંતુ તેમને ટિકીટ આપવાને લઇને ભારે વિરોધ થયા બાદ તેમણે ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો છે. સાંસદ રંજનબેન ભટ્ટએ ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે અંગત કારણોસર તેઓ ચૂંટણી નહીં લડે તેમ જણાવ્યું છે.. ઉલ્લેખનીય છે કે  સતત ત્રીજી વખત ભાજપથી રંજનબેન ભટ્ટનું નામ જાહેર થયા બાદ જ આંતરિક ડખો જોવા મળ્યો હતો. વાત તો એટલા સુધી પહોંચી છે વડોદરા પૂર્વ મેયરે પણ તેમના વાંધો ઉઠાવ્યો હતો. આ સાથે અનેક કાર્યકરોએ પણ રંજનબેનનો વિરોધ કર્યો હતો. આ સાથે ભાજપના જ રાષ્ટ્રીય મહિલા મોરચાના માજી ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યાએ ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકી રંજનબેનને કરવામાં આવેલા રિપીટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. 

આ પણ વાંચોઃ  ગુજરાતમાં ઘૂંઘટ પર રાજકારણ શરૂ, કહ્યું 'મને જરાય તકલીફ નહીં પડે', રેખાબેન ચૌધરીનો ગેનીબેનને ધારદાર જવાબ
                       

રંજનબેનના વિરોધમાં પોસ્ટર પણ લાગ્યા હતા

આ તરફ વડોદરાના અનેક વિસ્તારોમાં રંજનબેનના વિરોધમાં પોસ્ટર પણ લાગ્યા હતા. આ બધાની વચ્ચે હવે ખુદ સાંસદે ચૂંટણી લડવાની ના પાડી છે. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે ફેસબુક પર પોસ્ટ મૂકીને કહ્યું કે, હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024 ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ