ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / હું ભગવાન હતો, મને પેશાબ કરવા માટે પણ કટોરી આપવામાં આવી હતી: રણદીપે લગ્ન અંગે કર્યો ખુલાસો

ખુલાસો / હું ભગવાન હતો, મને પેશાબ કરવા માટે પણ કટોરી આપવામાં આવી હતી: રણદીપે લગ્ન અંગે કર્યો ખુલાસો

Last Updated: 12:00 AM, 23 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Randeep Hooda On Meitei Wedding Tradition : રણદીપ હુડાએ નવેમ્બર 2023 માં મેઈતેઈ રિવાજો અનુસાર લિન લૈશરામ સાથે લગ્ન કર્યા. હવે અભિનેતાએ મેઈતેઈ લગ્ન પરંપરાઓ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

ADVERTISEMENT

Randeep Hooda reveals unexpected Meitei wedding ritual : બોલિવૂડ અભિનેતા રણદીપ હુડાએ તાજેતરમાં ફિલ્મ 'જાટ'માં પોતાના અભિનયથી ચાહકોને પ્રભાવિત કર્યા હતા. તે જ સમયે, હવે અભિનેતાએ પોતાના લગ્ન વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રણદીપ હુડાએ નવેમ્બર 2023 માં મેઈતેઈ રિવાજો અનુસાર લિન લૈશરામ સાથે લગ્ન કર્યા હતા. તાજેતરમાં રણદીપે તેમના લગ્ન દરમિયાનના વિધિઓ વિશે વાત કરી હતી. જ્યાં તેમને બાઉલમાં પેશાબ કરવાનું કહેવામાં આવ્યું હતું.

મિડ ડેને આપ્યો હતો ઇન્ટરવ્યું

મિડ ડેને આપેલા એક ઇન્ટરવ્યુમાં રણદીપ હુડાએ કહ્યું કે, 'લગ્ન વિધિઓમાં મારી સાથે એક મદદગાર હતો, જે એક શિક્ષક જેવો હતો. તેથી જ્યારે વરરાજાનાં માથા પર સહેરો (સાફો) બાંધે છે ત્યાર બાદ તે માથુ નમાવી શકતો નથી તેવો રિવાજ છે. ત્યાર બાદ તમે જ્યારે લગ્ન સમારંભમાં જાઓ એટલે તુરંત જ તેઓ તમને એક એક વાટકી અને છત્રી આપે છે. પછી તેઓ તમને એક જગ્યાએ લઇ જાય છે. જ્યાં તમામ લોકો એક પછી એક દુલ્હાને જોવા આવે છે. જેમાં દુલ્હાએ તેમનાં પ્રત્યે સન્માન વ્યક્ત કરવાનું હોય છે. તેઓની સામે આદરપુર્વક જોવાનું હોય છે.

આ પણ વાંચો : Air India ને લાગ્યું ગ્રહણ, વડોદરાથી દિલ્હીની ફ્લાઇટમાં બોમ્બની ધમકીથી ફ્લાઇટ અટકાવાઇ

મંડપમાં ફરવાની મનાઈ હતી

રણદીપ હુડ્ડાએ આગળ કહ્યું- 'એકવાર તમે મંડપમાં આવી જાઓ, જ્યાં બધા મિડાંગ વાદકો ગરમીમાં મીઠું છાંટતા હોય અને બધા પંડિતો મંત્રોનો પાઠ કરે, તો તમે ખસી શકતા નથી. તેઓ તમને બધી બાજુથી ધાબળામાં લપેટી લે છે. જો હું આરામની સ્થિતિમાં બેઠો હોઉં, તો મદદગાર તુરંત મને ટકોર કરે છે અને કહે છે સાવધાન બેસો તમારે શ્રેષ્ઠ દેખાવું પડશે, તમે આજે ભગવાન છો. બે કલાક સુધી મારે મારી પીઠ સીધી રાખીને માથું ઊંચું કરીને બેસવું પડ્યું.'

અભિનેતાને પેશાબ કરવા માટે એક વાટકી આપવામાં આવી હતી

'જાટ' અભિનેતાએ કહ્યું- મને એક છત્રી અને વાટકી આપવામાં આવી. જેથી મેં પૂછ્યું કે વાટકી શેના માટે છે, તેણીએ કહ્યું કે જો તમારે પેશાબ કરવો હોય, તો તમે છત્રી ખોલો અને તેમાં પેશાબ કરો, તમે અહીંથી ખસી શકશો નહી. કારણ કે તમે ભગવાન છો. અને જ્યારે તે (લિન) આવી, ત્યારે તેણી પાસે પણ એક ટ્યુટર હતો. તેણીને ખૂબ ઠપકો આપી રહ્યા હતા. કારણ કે તે સતત હસી રહી હતી જ્યારે આ વિધિ દરમિયાન હસવા પર સંપુર્ણ પ્રતિબંધ છે.

રણદીપે મણિપુરી સંસ્કૃતિને 'સંગઠિત' ગણાવી

હરિયાણવી સંસ્કૃતિ અને મણિપુરી સંસ્કૃતિ ખૂબ જ અલગ છે, ભલે બંને મહાન બોક્સર અને ખેલાડીઓ ઉત્પન્ન કરે છે. મારી પત્નીએ ઘણું સોનું પહેર્યું હતું ત્યાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું હતું અને લગ્ન પુર્ણ થતાની સાથે જ સેંકડો AK-47 દ્વારા હવામાં ગોળીબાર શરૂ થઇ ગયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Meitei Wedding Tradition Lin Laishram Randeep Hooda Randeep Hooda On Meitei Wedding Tradition
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ