બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ટેક અને ઓટો / Hyundai recently launched a car that is priced at a hatchback but has all the features of an SUV.

શાનદાર કાર / મિડલ ક્લાસ માટે ખાસ! 6 લાખની કારમાં જ SUV જેવી મજા, માઇલેજ અને સેફટી પણ દમદાર

Pravin Joshi

Last Updated: 05:29 PM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હ્યુન્ડાઈએ તાજેતરમાં એક કાર લોન્ચ કરી છે જે હેચબેકની કિંમતે લોન્ચ કરવામાં આવી છે પરંતુ તેમાં એસયુવીની તમામ સુવિધાઓ છે. કંપનીએ ગ્રાહકોની સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે અને નીચલા વેરિઅન્ટમાં પણ સ્ટાન્ડર્ડ તરીકે ઘણી સુવિધાઓ આપી છે.

  • હ્યુન્ડાઈએ હાલમાં જ એક કાર લોન્ચ કરી 
  • રૂ.6 લાખમાં આ પરફેક્ટ ફેમિલી કાર છે
  • CNGમાં 27.1 કિમી માઈલેજ આપે છે
  • કાર 60 થી વધુ કનેક્ટેડ ફીચર્સથી સજ્જ

છેલ્લા કેટલાક વર્ષોના આંકડાઓ પર નજર કરીએ તો ભારતીય બજારમાં SUV વાહનોની માંગ ઝડપથી વધી છે. હવે લોકો હેચબેકનું બજેટ વધારીને SUV ખરીદી રહ્યા છે. અહેવાલો અનુસાર દેશમાં 7-12 લાખ રૂપિયાના વાહનોની સૌથી વધુ માંગ છે. આ જ કારણ છે કે બ્રેઝા, બલેનો અને સ્વિફ્ટ જેવા મોડલ્સનું વેચાણ સતત વધી રહ્યું છે. જો કે, બલેનો અને સ્વિફ્ટ જેવી કાર ઘણા લોકોના બજેટની બહાર છે. ત્યારે હવે માર્કેટમાં 7 લાખ રૂપિયાથી ઓછી કિંમતની SUVના વિકલ્પો બહુ ઓછા છે. ઓછા બજેટમાં એસયુવી ઈચ્છતા લોકોની આ સમસ્યાને સમજીને હ્યુન્ડાઈએ હાલમાં જ એક કાર લોન્ચ કરી છે જે હેચબેકની કિંમતમાં લોન્ચ કરવામાં આવી છે પરંતુ તેમાં એસયુવીની તમામ સુવિધાઓ છે. કંપનીએ ગ્રાહકોની સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે અને નીચલા વેરિઅન્ટમાં પણ સ્ટાન્ડર્ડ તરીકે ઘણી સુવિધાઓ આપી છે.

ભારતના લોકોએ આ કાર ખરીદવાનું ઘેલું લાગ્યું: કિંમત 6 લાખથી શરૂ, ધડાધડ બુક  કરાવી રહ્યા છે લોકો I Hyundai Exter price starts from 6 lakh, company sold  more than 70 thousand cars

કેવી છે આ SUV?

અહીં અમે હાલમાં જ લૉન્ચ થયેલી Hyundai Exter SUV વિશે વાત કરી રહ્યા છીએ જે 6 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે લૉન્ચ કરવામાં આવી છે. જ્યારે તેના ટોપ મોડલની કિંમત 10 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે. ચાલો જાણીએ કે શા માટે આ SUVને મધ્યમ વર્ગના પરિવારો માટે હેચબેક કરતાં વધુ સારી કહેવામાં આવે છે.

Tag | VTV Gujarati

બેઝ વેરિઅન્ટ પણ ઘણી સુવિધાઓથી સજ્જ

Hyundai Xeter 7 વેરિયન્ટ EX, EX(O), S, S(O), SX, SX(O) અને SX(O) માં લોન્ચ કરવામાં આવી છે. કંપની આ SUV પર 3 વર્ષની અનલિમિટેડ કિલોમીટર વોરંટી આપી રહી છે. 7 વર્ષની વિસ્તૃત વોરંટીનો વિકલ્પ પણ છે. આ માઇક્રો એસયુવી 6 મોનોટોન અને 3 ડ્યુઅલ ટોન એક્સટીરિયર પેઇન્ટમાં ઉપલબ્ધ છે.

Topic | VTV Gujarati

શાનદાર ફિચર્સ

Hyundai Exeterમાં 8-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે 4.2-ઇંચ ડ્રાઇવર ડિસ્પ્લે છે. તેના સેગમેન્ટમાં આ પહેલી કાર છે જેને વૉઇસ સક્ષમ ઇલેક્ટ્રિક સનરૂફ આપવામાં આવી છે. કારના સ્ટાન્ડર્ડ ફીચર્સમાં ડ્યુઅલ કેમેરા ડેશકેમ, 6 એરબેગ્સ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, વાયરલેસ ચાર્જર, TPMS, થ્રી પોઈન્ટ સીટબેલ્ટ જેવા ફીચર્સ સામેલ છે જે તમામ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. આ કાર 60 થી વધુ કનેક્ટેડ કાર સુવિધાઓથી સજ્જ છે.

પેટ્રોલની ઘણી બચત થશે

Hyundai Exeterમાં 1.2 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન છે. આ એન્જિન 6000 rpm પર 81 bhpનો પાવર અને 4000 rpm પર 114 Nmનો ટોર્ક જનરેટ કરે છે. કંપનીએ તેને CNG વર્ઝનમાં પણ રજૂ કર્યું છે. CNGમાં આ એન્જિન 68 BHPનો પાવર અને 95 Nmનો ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. પેટ્રોલ વેરિઅન્ટમાં Exeterનું માઈલેજ 19.4kmpl છે, જ્યારે CNGમાં આ SUV 27.1 km/kg ની માઈલેજ આપી શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ