બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સરખેજમાં સૂતી પત્નીનું પતિએ ગળું કાપીને હત્યા કરી નાખતા અરેરાટી, કારણ અકબંધ
Last Updated: 03:01 PM, 9 June 2026
અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલ ઉજાલા ચોકડી નજીક એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં લગ્નના માત્ર ત્રણ મહિનામાં જ પતિએ પોતાની પત્નીની નિર્દયતાપૂર્વક હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ADVERTISEMENT
પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ રાજસ્થાનના રહેવાસી મેહુલ મુનિયા અને રસીતા મુનિયા રોજગારી માટે અમદાવાદ આવ્યા હતા. દંપતી સરખેજ વિસ્તારમાં રહેતું હતું. મંગળવારે વહેલી સવારે આશરે 4 વાગ્યાના સમયે ધાબા પર સૂઈ રહેલી રસીતા મુનિયા પર તેના પતિ મેહુલે છરી વડે હુમલો કર્યો હતો.

ADVERTISEMENT
આરોપીએ પત્નીનું ગળું કાપી નાખતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT
મૃતકના પિતાએ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે આરોપી પતિ મેહુલ મુનિયાની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં દાંપત્ય જીવનમાં ચાલી રહેલા વિવાદો હત્યાનું કારણ હોઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ નાસીરનગર ભુતિયા ડિમોલિશન મામલે હવે ઓડિયો ક્લિપ વાયરલ થતાં ગરમાવો
ADVERTISEMENT
પોલીસ હાલમાં સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને હત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા માટે આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.