ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
નારણપુરામાં રહેતી ૨૯ વર્ષીય મહિલા લગ્ન મુંબઈ ખાતે રહેતા જય પુરોહિત સાથે જુલાઈ ૨૦૧૫માં સાથે લગ્ન થયાં હતાં. જય અને તેનો પરિવાર અમેરિકા રહેતો હતો, અને લગ્નના થોડા મહિના પછી સાસુ નણંદને તે અમેરિકા રહેવા ગઈ તે ગમતું ન હતું.
પતિ કરતો હતો બળજબરી
ADVERTISEMENT
જેથી તેઓ પરણિતાને વારંવાર ટોણાં મારતાં હતાં અને સાસુ કહેતાં હતાં કે તારી માએ અમને લગ્નમાં સાચવ્યા પણ નહીં તેમ કહીને અવારનવાર ગાળો બોલીને ઝઘડો કરતાં હતાં. પરણિતાના પતિને સાસુ કહેતાં કે આની સાથે તેં લગ્ન કરીને કોઈ ફાયદો કર્યો નથી.અમેરિકન સિટીઝન છોકરી સાથે લગ્ન કર્યાં હોત તો તને ફાયદો થાત.પત્નીને પતિ ગંદી ફિલ્મ બતાવીને ઈચ્છા વિરુદ્ધનું કૃત્ય પણ કરતો હતો.
મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
ADVERTISEMENT
તા ૭ જૂન ૨૦૧૬માં પતિએ પપ્પાને હાર્ટએટેક આવ્યો છે. તેમ કહીને તે અમેરિકાથી મુંબઈ લઈ ગયો હતો. ત્યાર બાદ જય એકલો અમરિકા ચાલ્યો ગયો હતો. તે પછી સાસરિયાઓએ પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી. તેથી પરિણીતાએ પતિ તેમજ સાસુ નણંદ વિરુદ્ધમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ