બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / How true is the argument of one country, one election, benefits to the ruling party? What is the logic of the opposition? What are the pros and cons?

મહામંથન / એક દેશ, એક ચૂંટણી, સત્તારૂઢ પાર્ટીને ફાયદાની દલીલ કેટલી સાચી? વિપક્ષના વિરોધનો તર્ક શું? ફાયદા-નુકસાન કયા

Vishal Khamar

Last Updated: 08:57 PM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મહત્વનો નિર્ણય લેવાની તૈયારીમાં છે. ત્યારે એક દેશ, એક ચૂંટણીને લઈ કેન્દ્ર સરકારે કમિટી બનાવતા સમગ્ર ભારતનાં રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઈ છે. કમિટી આ અંગે પોતાનો રિપોર્ટ આપશે. તેમજ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ કમિટીનું નેતૃત્વ કરશે.

2014માં કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યા પછી એક દેશ, એક ચૂંટણીની ચર્ચા વ્યાપક બની હતી. સમયાંતરે સરકાર અને ખુદ પ્રધાનમંત્રી એક દેશ, એક ચૂંટણીની ચર્ચા અને તરફેણ કરતા રહે છે. હવે એ સમય આવ્યો છે કે જ્યારે સરકારે આ દિશામાં પહેલું ડગલું માંડ્યું. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં સરકારે સમિતિ બનાવી છે. આ સમિતિ તમામ હિતધારકોના અભિપ્રાય પછી એક દેશ, એક ચૂંટણી અંગે પોતાનો રિપોર્ટ આપશે. 

એક દેશ, એક ચૂંટણી શું છે?

  • દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે થાય
  • મતદારો એક જ દિવસે, એક જ સમયે અથવા તબક્કાવાર મતદાન કરે

એક દેશ, એક ચૂંટણીની ચર્ચાને રાજકીય વેગ એટલા માટે પણ મળ્યો કારણ કે સરકાર 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવી રહી છે અને સરકાર એક દેશ, એક ચૂંટણી અંગે આ સત્રમાં કોઈ નક્કર નિર્ણય કરી શકે છે. રાજકીય ચર્ચાને ભલે વેગ મળ્યો હોય પરંતુ ભારત જેવા દેશમાં એક દેશ, એક ચૂંટણીની કદાચ જેટલી જરૂરિયાત છે, એટલી જ મુશ્કેલ એની અમલવારી પણ બની શકે છે. ખાસ વાત તો એ છે કે દેશ આઝાદ થયો ત્યારથી લઈને ચાર ચૂંટણી એવી હતી કે જેમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થઈ અને તત્કાલિન સરકારને તેનો ફાયદો પણ મળ્યો. 1967 પછી આ પરંપરા તૂટી ગઈ છે અને પછી દૂર-દૂર સુધી તેનું કોઈ અસ્તિત્વ જોવા મળ્યું નહીં. 5 વર્ષમાં એક જ ચૂંટણી અને તેના ફાયદા-નુકસાન શું, તેની અમલવારીની કાયદાકીય અને બંધારણીય પ્રક્રિયા શું છે અને રાજ્યો તેમા સહમત થશે કે કેમ?

એક દેશ, એક ચૂંટણીની દિશામાં સરકારે પહેલું પગલું ભર્યું છે.  સરકારે એક દેશ, એક ચૂંટણી માટે કમિટી બનાવી છે.  કમિટીના અધ્યક્ષપદે સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની નિયુક્તિ કરી છે. લાંબા સમયથી સરકાર એક દેશ, એક ચૂંટણીની દિશામાં વિચાર કરી રહી છે. ત્યારે  સરકારે 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે.  સરકાર આ સત્રમાં એક દેશ, એક ચૂંટણી અંગે નિર્ણય લે તેવી શક્યતાઓ છે.  વિપક્ષ એક દેશ, એક ચૂંટણીના વિચારના વિરોધમાં છે. 

એક દેશ, એક ચૂંટણી ક્યારે યોજાઈ?
1952
1957
1962
1967

એક દેશ, એક ચૂંટણી કેમ બંધ થઈ? 

  • 1968 અને 1969માં અનેક વિધાનસભા સમય પહેલા ભંગ થઈ
  • 1970માં લોકસભા પણ સમય પહેલા વિસર્જીત થઈ
  • 1970 પછી એક દેશ, એક ચૂંટણીની પરંપરા તૂટી ગઈ.

લોકસભા-વિધાનસભા ચૂંટણી એકસાથે ક્યાં?

 
 
આંધ્રપ્રદેશ
અરૂણાચલપ્રદેશ
ઓડિશા
સિક્કિમ

 લોકસભા ચૂંટણી પહેલા ક્યા રાજ્યમાં ચૂંટણી?

રાજસ્થાન
મધ્યપ્રદેશ
તેલંગાણા
છત્તીસગઢ
મિઝોરમ
  • ડિસેમ્બર 2015માં કાયદાપંચે એક દેશ, એક ચૂંટણી અંગે રિપોર્ટ આપ્યો
  • મુખ્ય તારણ એ હતું કે ચૂંટણીઓ એકસાથે થાય તો કરોડો રૂપિયાની બચત થાય
  • 2015ના રિપોર્ટમાં એકસાથે ચૂંટણી કરાવવાની ભલામણ કરવામાં આવી
  • જૂન 2019માં પ્રધાનમંત્રીએ આ મુદ્દે ચર્ચા કરવા સર્વપક્ષીય બેઠક બોલાવી 

સરકાર તરફથી અત્યાર સુધી શું થયું?
ડિસેમ્બર 2015માં કાયદાપંચે એક દેશ, એક ચૂંટણી અંગે રિપોર્ટ આપ્યો હતો.  મુખ્ય તારણ એ હતું કે ચૂંટણીઓ એકસાથે થાય તો કરોડો રૂપિયાની બચત થાય. ત્યારે 2015ના રિપોર્ટમાં એકસાથે ચૂંટણી કરાવવાની ભલામણ કરવામાં આવી હતી.  જૂન 2019માં પ્રધાનમંત્રીએ આ મુદ્દે ચર્ચા કરવા સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. બેઠક બાદ ભાજપ સિવાયના અન્ય પક્ષો સહમત ન હતા. 2020માં પ્રધાનમંત્રીએ એક દેશ, એક ચૂંટણીને ભારતની જરૂરિયાત ગણાવી હતી. સરકારે હવે એક દેશ, એક ચૂંટણી અંગે કમિટી બનાવી છે. કમિટી હિતધારકોના અભિપ્રાય પછી આ મુદ્દે રિપોર્ટ તૈયાર કરશે. 

એક દેશ, એક ચૂંટણી 

સમર્થનમાં તર્ક

  • અલગ-અલગ ચૂંટણી પાછળ થતો ખર્ચ બચશે
  • વારંવાર આચારસંહિતા લાગુ થતી અટકશે
  • આચારસંહિતા લાગુ થતી અટકવાથી વિકાસના કાર્યો યથાવત રહેશે
  • લોકસભા-વિધાનસભા માટે અલગ મતદારયાદીની જરૂર નહીં રહે
  • ચૂંટણી પાંચ વર્ષે એક જ વાર આવશે અને પ્રગતિના કામ થતા રહેશે

એક દેશ, એક ચૂંટણી

વિરોધમાં તર્ક

  • કેન્દ્ર અને રાજ્ય સ્તરે ચૂંટણીના મુદ્દા અલગ હોય છે
  • મતદારોના નિર્ણય ઉપર અસર થઈ શકે છે
  • 5 વર્ષે એકવાર ચૂંટણી થાય તો સરકારની જવાબદારી ઓછી થવાનો ભય
  • લોકસભા 5 વર્ષ પહેલા ભંગ થઈ તો શું તેનો જવાબ મેળવવો પડશે

 એક દેશ, એક ચૂંટણી

બંધારણમાં કેટલા સંશોધન કરવા પડે?

  • સંસદના બંને ગૃહના કાર્યકાળ સાથે સંબંધિત અનુચ્છેદ 83
  • રાષ્ટ્રપતિ દ્વારા લોકસભા ભંગ કરવા સાથે સંબંધિત અનુચ્છેદ 85
  • રાજ્યની વિધાનસભાઓના કાર્યકાળ સાથે સંબંધિત અનુચ્છેદ 172
  • રાજ્યની વિધાનસભાઓના વિસર્જન સંબંધિત અનુચ્છેદ 174
  • રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા સંબંધિત અનુચ્છેદ 356

પ્રક્રિયા શું અને અડચણ શું?
સંસદમાં કાયદો પસાર કરવો પડે છે.  તેમજ રાજ્યોની સહમતિ લેવી પડે છે. ત્યારે બિનભાજપી રાજ્યો વિરોધ કરી શકે તેવી શક્યતાઓ છે.  જ્યાં તાજેતરમાં જ ચૂંટણી થઈ એ વિધાનસભા ભંગ કરવી કે કેમ? રાજ્યસભાના સભ્યોના કાર્યકાળ અંગે નિર્ણય કઈ રીતે લેવો? તેમજ એકસાથે ચૂંટણી ક્યારે યોજવી તે પણ અગત્યનો પ્રશ્ન? રાજ્યો સહમતિ નહીં આપે તો શું? આવા સુધારા માટે 50% રાજ્યોની સહમતિ જરૂરી છે. સરકાર અનુચ્છેદ 356 મારફતે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકે છે.  રાજ્ય સરકાર ખુદ વિધાનસભા ભંગ માટે મંજૂરી આપે.  બંધારણના અનુચ્છેદ 368(2) મુજબ 50% રાજ્યોની સહમતિ જરૂરી છે.  રાજ્યની વિધાનસભા અને તેના અધિકારક્ષેત્રને અસર થઈ શકે છે. તમામ રાજ્યોની વિધાનસભાઓની મંજૂરીની જરૂર પડી શકે છે.  

  • આવા સુધારા માટે 50% રાજ્યોની સહમતિ જરૂરી છે
  • સરકાર અનુચ્છેદ 356 મારફતે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકે
  • રાજ્ય સરકાર ખુદ વિધાનસભા ભંગ માટે મંજૂરી આપે
  • બંધારણના અનુચ્છેદ 368(2) મુજબ 50% રાજ્યોની સહમતિ જરૂરી
  • રાજ્યની વિધાનસભા અને તેના અધિકારક્ષેત્રને અસર થઈ શકે
  • તમામ રાજ્યોની વિધાનસભાઓની મંજૂરીની જરૂર પડી શકે

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ