ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Extra / how-to-start-candle-making-business-in-your-area

NULL / 10 હજાર રૂપિયામાં શરૂ કરો મીણબત્તીનો બિઝનેસ દરે મહિને થશે મોટી કમાણી

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

શું તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો? જી હાં તો તમે મીણબત્તી બનાવવાનો ધંધો શરૂ કરી શકો છો. કાચો માલ ક્યાં મળશે તમારા માલને ક્યાં વેચશો વગેરેની જાણકારી તમારી પાસે હોવી જોઇએ. તમને ઝણાવી દઇએ કે મીણબત્તીનું ઉત્પાદન એક એવું કામ છે જેને ઘરે બેસીને ઘરેલૂ ઉદ્યોગની જેમ કરવામાં આવી શકે છે અને મોટા પાયે ફેક્ટરી લગાવીને પણ. પરંતુ કોઇ પણ કામ શરૂ કરતાં પહેલા મીણબત્તી બનાવવાની જરૂરી જાણકારી મહત્વની છે. ચલો જાણીએ એ માટે...

મીણબત્તીના બિઝનેસથી તમે તમારી કંપની પણ ઊભી કરી શકો છો કારણ કે એની જરૂરીયાત ગામડાઓથી લઇને વિદેશો સુધી છે. એમાં તમને તમારા કારોબારની સાથે સાથે અન્ય નોકરીની પણ મોટી તક છે. તમે પણ એની સાથે જોડાઇને તમારું કરિયર બનાવી શકો છો. 

મીણબત્તી માટે ક્રિએટિવિટી જરૂરી
મીણબત્તી ઉત્પાદન એક ક્રિએટીવ કામ છે. એક સારો આર્ટિસ્ટ સારી મીણબત્તી ઉત્પાદક બની શકે છે. મીણબત્તી ઉત્પાદનામાં ડિઝાઇનની સાથે કલક કોમ્બિનેશનની સમજ હોવી જરૂરી છે. પરંતુ એના મેન્યુફેક્ચરિંગને સમજવા માટે ટ્રેનિંગ પણ જરૂરી છે. 

મીણબત્તી માટે માર્કેટ
આ એક એવો ઘરેલૂ બિઝનેસ છે જેને ઓછી બચતમાં પણ શરૂ કરી શકાય છે. એમાં વધારે માણસોની પણ જરૂર નથી. એને તમે પરિવારના સહયોગથી પણ શરૂ કરી શકો છો. એના માટે મોટી જગ્યાની પણ જરૂર નથી. આ કામ ઘરના કોઇ ખૂણામાં પણ સ્ટાર્ટ કરી શકાય છે. 

સરકાર કરે છે મદદ
મીણબત્તીનું ઉત્પાદન લઘુ ઉદ્યોગની શ્રેણીમાં આવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોને ખાદી ગ્રામ ઉદ્યોગો એને પ્રોત્સાહન આપવા માટે નવા નવા પ્રોત્સાહન અને પ્રશિક્ષણ કાર્યક્રમ ચલાવે છે. એક સર્વે અનુસાર ભારતમાં મીણબત્તીનું બજાર લગભગ 8 ટકાના દરથી વધી રહ્યું છે. નવા ઉદ્યમિયોને સરકાર દરેક પ્રકારની મદદ કરી રહી છે. મહિલાઓ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ વર્ગથી જોડાયેલા લોકોને લોનમાં 30 ટકાનું ડિસ્કાઉન્ટ પણ મળે છે. 

કાચો માલ
કાચા માલ માટે બે ચીજોની જરૂરીયાત પડે છે યાર્ન અને મીણ. યાર્નની બત્તી કોઇ પણ સારા બજારમાં મળી જશે જ્યારે મીણ માટે કોઇ રિફાયનરી અથવા પનજીકના બજારમાં જવું પડશે. મીણબત્તી પૈરાફીન મીણથી બને છે. પેરાફીન કાચા પેટ્રોલને રિફાઇન કરવાથી મળે છે. આ ઉપરાંચ જેલ મીણબત્તી બનાવવા માટે જેલ સુગંધી મીણબત્તી માટે કેટલાક ખાસ પરફ્યૂમ અને એને સજાવવા માટે પથ્થર મોતી વેક્સ અને થ્રેડ વેક્સ પીગાળવા માટે મોટું વાસણ અને ગેસ અને મીણબત્તીને વિવિધ આકારોમાં બનાવવા માટે સાંચાની જરૂર પડશે. 

શરૂઆતનો ખર્ચ
મીણબત્તીનો બિઝનેસ ઓછી બચતમાં પણ શરૂ કરી શકાય છે. તમે દસ હજારથી લઇને એક લાખ રૂપિયા સુધીમાં આ વ્યવસાયને શરૂ કરી શકો છો. 

મીણબત્તીને બનાવીને તમે શરૂઆતમાં 15 થી 20 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. આ ઉપરાંત તમે વધારે જાણકારી માટે www.kvic.org પર લોગઓન કરી શકો છો.  
 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ