બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / How to live a happy life: Use these tips to living a happy and healthy life

ટિપ્સ / પૂરતી ઊંઘ, કસરત... આ છે ખુશ રહેવાની 9 રીત, જેને આજથી જ ફૉલો કરો, જીવનમાં ક્યારેય ઉદાસ નહીં થાઓ

Pooja Khunti

Last Updated: 12:45 PM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

How to stay Fit, Happy and Healthy: જીવનમાં હમેશાં ખુશ રહેવાનો કોઈ ચોક્કસ નિયમ નથી. પરંતુ કેટલીક રીત છે જેનાંથી તમે તંદુરસ્ત અને ખુશ રહી શકો.

ખુશ રહેવાની આ 9 રીત 
પૌષ્ટિક આહારનું સેવન કરો 
સારા લોકો સાથે સંપર્ક રાખવો
 

માણસનાં જીવનમાં ઉતાર-ચડાવ આવતા હોય છે.  ક્યારેક સુખ તો ક્યારેક દુ:ખ.  જીવનમાં અનેક મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરવો પડે છે. શું આ પરિસ્થિતિમાં તમે તમારી જાતને ખુશ રાખી શકો? સતત તણાવ અને ચિંતામાં રહેવાથી તેની અસર આપણાં શારીરિક સ્વાસ્થ્ય ઉપર પણ થાય છે.  આ સમસ્યાઓ વચ્ચે પણ જો તમે પ્રયત્ન કરો તો તમે તમારી જાનને ખુશ રાખી શકશો. 

વ્યાયામ
જીવનમાં કાયમી ફિટ અને ખુશ રહેવા માટે તમારે સૌથી પહેલાં શારીરિક રીતે તંદુરસ્ત રહેવું પડે. દરરોજ 30 મિનિટ જેટલો સમય વ્યાયામ કરવો જોઈએ.  સવારે વહેલાં ઊઠીને 5 મિનિટ સ્ટ્રેચ કરવા જોઈએ. ત્યારબાદ તમે અન્ય કોઈ પણ યોગ્ય વ્યાયામ કરી શકો. 

પૌષ્ટિક આહાર 
જીવનમાં ખુશ અને તંદુરસ્ત રહેવા માટે પૌષ્ટિક આહાર લેવો જોઈએ.  જમવામાં બની શકે એટલું કાચી વસ્તુ ખાવાનો પ્રયત્ન કરવો. તાજા ફળ, સિઝનમાં આવતાં શાકભાજી, લીન પ્રોટીન અને અનાજને તમારાં આહારનો ભાગ બનાવો. નિષ્ણાંતોનાં કહ્યા મુજબ દિવસમાં 5 અલગ રંગનાં શાહભાજી અને ફળોનું સેવન કરવું જોઈએ. આ સાથે પાનવાળા શાહભાજી, ફૂલકોબી, કઠોર, દાળ, ડેરી પ્રોડક્ટ અને આખા અનાજનું સેવન કરવું જોઈએ. 

પૂરતી ઊંઘ 
તમે ગમે તેટલાં ફિટ હોય પણ જો તમે પૂરતા પ્રમાણમાં ઊંઘ નથી લેતાં તો, તેની અસર તમારાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પડશે.  એવાં માટે રાત્રે યોગ્ય ઊંઘ લેવી જોઈએ.  રાત્રે 7 થી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે.  ઊંઘ પૂરતા પ્રમાણમાં ન લેવાથી ઘણી બીમારીઓ થઈ શકે છે. 

આભારી બનો 
જીવનમાં આભારી બનવું જોઈએ. આ એક ખુશ અને ફિટ રહેવાની રીત છે.  જેટલી ચિંતા કરશો એટલાં દુખી રહેશો.  તમારાં જીવનમાં ઘણાં બધા લોકોનો ફાળો રહ્યો હશે.  તેમનાં પ્રત્યે આભારી રહેવું તમારી ખુશીનું કારણ બની શકે છે. 

ઊંડા શ્વાસ લેવાં 
જ્યારે તમે ગુસ્સામાં હોય ત્યારે તમારાં ખભા કડક અને ભમર ઉંચી થઈ જાય છે.  આ સ્થિતિમાં તમારો જાત પર કોઈ નિયંત્રણ નથી.  આ સમયે તમારે ઊંડા શ્વાસ લેવા જોઈએ.  ઊંડા શ્વાસ લેવાથી તમે ચિંતા માંથી બહાર આવી શકશો.  

આર્થિક વ્યવસ્થાપન 
નાણાંની સમસ્યા જીવનની સમસ્યાઓનું મુખ્ય કારણ છે.  નાણાનું યોગ્ય આયોજન અને સંચાલન કરવાથી તમે ફિટ અને ખુશ રહેશો.  તમારી જે આવક હોય એ પ્રમાણે તમારું બજેટ બનાવવું જોઈએ. અન્ય કોઈ સ્ત્રોત પાસે થી કોઈ ઉમ્મીદ ન રાખવી. જરૂરિયાત પૂરી કરવાં સકારાત્મક ભાવ રાખવાં.  લાલચ, લોભ અને ઈર્ષાથી દૂર રહેવું. 

તણાવ અને હતાશાથી બચવું 
તણાવથી શરીરની અંદર રાસાયણિક ઉથલપાથલ થાય છે.  એટલાં માટે ચિંતા ન કરવી જોઈએ. દરેક વ્યક્તિનાં જીવનમાં ચિંતા હોય છે. તેને દૂર કરવાં માટે ઊંડા શ્વાસ લેવાં, યોગ કરવાં અને ધ્યાનમાં બેસવું જોઈએ.  

સારા લોકો સાથે સંપર્ક રાખવો 
હમેશાં સારા લોકો સાથે સંબંધ રાખવો જોઈએ. નકારાત્મક વિચાર અને વૃત્તિવાળા લોકોથી દૂર રહેવું જોઈએ. સરળ અને નિર્દોષ લોકો સાથે સંપર્ક રાખવો, તેથી તમે પણ ખુશ રહેશો. 

બીજાનું સારું વિચારો 
અન્ય લોકો માટે ખોટું અને ખરાબ વિચારવું તમારાં સ્વાસ્થ્ય માટે સારું નથી.  એટલાં માટે અન્ય લોકો માટે સારા વિચારો રાખવાં જોઈએ.  મનમાં પણ બીજાનું ખરાબ ન વિચારવું જોઈએ.  લોકોની મદદ કરવાની ભાવના કેળવો તેથી તમને ખુશી મળશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ