ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / How to get Aadhaar card printed in PVC form

આસાન રીત / નવું આધાર કાર્ડ હશે આવું, વરસાદમાં નહીં પલળે અને વૉલેટમાં પણ રાખી શકાશે, આ રીતે કરો અપ્લાય

Published By: Divyesh

Last Updated: 12:59 PM, 13 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજની તારીખમાં દરેક સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર નંબર જરૂરી કરી દેવામાં આવ્યો છે. તે સિવાય નવું સિમ કાર્ડ લેવા તેમજ બેંકમાં ખાતુ ખોલાવાના સમેય પણ સૌથી પહેલા આધાર નંબર આપવો જરૂરી છે. આ સાથે જે એડ્રેસ પ્રુફ તરીકે આધારનો ઉપયોગ થાય છે. બાળકોના એડમિશનમાં પણ આધારકાર્ડ જરૂરી થઇ ગયું છે.

ADVERTISEMENT

ખરેખર તો ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) હવે આધાર કાર્ડનું પોલિવિનાઇલ ક્લોરાઇડ (PVC) કાર્ડ રજૂ કરી રહ્યું છે. નવું આધાર કાર્ડ બિલકુલ ATM કાર્ડ અથવા તો ક્રેડિટ કાર્ડ જેવું છે. જેને તમે સરળતાથી વોલેટમાં રાખી શકશો. 

UIDAIએ જણાવ્યું છે કે નવા PVC કાર્ડની પ્રિન્ટિંગ અને લેમિનેશનની ક્વોલિટી ઘણી સરસ છે. આ ઘણા વર્ષો સુધી ચાલશે. તે સિવાય આ નવા PVC આધાર કાર્ડથી ક્યૂઆર કોડ દ્વારા કાર્ડની સત્યતાની પુષ્ટી તત્કાલ થઇ શકશે. તેમાં કોઇ ટેકનિકલ ખામી નહીં આવે. UIDAIએ ટ્વિટ કરી આ અંગેની જાણકારી આપી છે કે હવે તમારું આધાર એવી સાઇઝમાં આવે છે, જેને તમે વોલેટમાં પણ રાખી શકશો.

UIDAIએ લખ્યું છે કે હવે તમે બિલકુલ નવું Aadhaar PVC Card ઓર્ડર કરી શકો છો, જે દેખાવમાં આકર્ષક છે અને ઘણા દિવસો સુધી ચાલશે. આ સાથે આધુનિક સિક્યોરિટીના ફીચર્સ સાથે છે. સિક્યોરિટીના આ નવા કોર્ડમાં એક હોલોગ્રામ, Guilloche પેટર્ન, Ghost Image અને માઇક્રોસોફ્ટ ફીચર્સ આપવામાં આવ્યાં છે. 

સૌથી ખાસ વાત એ છે કે આ નવું PVC આધાર કાર્ડ વરસાદમાં પણ ખરાબ નહીં થાય. નવું PVC કાર્ડ માટે UIDAIને 50 રૂપિયા ચૂકવવા પડશે, ત્યારબાદ આ આધાર કાર્ડ તમારા ઘર સુધી પહોંચી જશે. 

સૌથી પહેલા UIDAIની સત્તાવાર વેબસાઇટને ઓપન કરો, ત્યારબાદ 'My Aaadhaar Section' માં 'Order Aadhaar PVC Card' પર ક્લિક કરો. જેવું તમે Order Aadhaar PVC Card પર ક્લિક કરશો, તમને 12 અંકની આધાર સંખ્યા અથવા 16 અંકની વર્ચ્યુઅલ આઇડી અથવા 28 અંકની EID દાખલ કરવાની રહેશે, આ ત્રણમાંથી કોઇ એક વસ્તુ કરવાની રહેશે. 

આધાર નંબર નાંખ્યા બાદ નીચે સિક્યોરિટી કોડ અથવા કેપ્ચા કોડ નાંખવાનો રહેશે. ત્યાર બાદ Send OTP પર ક્લિક કરો. ત્યારબાદ રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP આવશે. OTP નાંખ્યા બાદ નીચે દેખાઇ રહેલા સબમિટ પર ક્લિક કરો. ત્યારબાદ સ્કીન પર PVC Crdvrની પ્રીવ્યૂ કોપી આવી જશે. જેમાં તમારા આધાર સાથે જોડાયેલી વિગત આવશે. 

અંતમાં પેમેન્ટ ઓપ્શન આવશે. જેના પર ક્લિક કરી તમે તમામ ડિજિટલ માધ્યમથી 50 રૂપિયાની ચૂકવણી કરો. ત્યાર બાદ Aadhaar PVC Card ઓર્ડર થઇ જશે. થોડા દિવસ પછી સ્પીડ પોસ્ટ દ્વારા તમારા ઘર સુધી PVC આધાર કાર્ડ પહોંચી જશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Adhaar Card PVC UIDAI આધાર કાર્ડ પીવીસી કાર્ડ Aadhaar

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ