બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / આરોગ્ય / how to choose budget foods for healthy liver know

હેલ્થ ટિપ્સ / લીવરને મજબૂત બનાવવામાં કારગર સાબિત થશે આ હેલ્ધી ફૂડ્સ, ફાયદા જાણી ખુશ થઇ જશો

Bijal Vyas

Last Updated: 03:20 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસી અને ખરાબ ડાયટને કારણે લીવર ઘણીવાર નબળું પડી જાય છે. આવી સ્થિતિમાં, તમારી ડાયટમાં એવા ખોરાકનો સમાવેશ કરવો જરૂરી છે, જે સસ્તો હોવાની સાથે તમારા લીવરને હેલ્દી રાખે.

  • લીવરને સ્વસ્થ રાખવા માટે યોગ્ય ડાયટ ખૂબ જ જરૂરી છે
  • વાસી અને ખરાબ ખોરાકનું સેવન કરવાથી લીવરને નુકસાન થાય છે
  • રોજિંદા ડાયટમાં સામેલ કરીને શરીરને વધુ ફાઇબર લઇ શકો છો

Diet For Healthy Liver: શરીરને સ્વસ્થ રાખવા માટે લીવરનું મહત્વ ખૂબ જ છે. લીવર શરીરમાંથી તમામ ગંદકી દૂર કરીનેડિટોક્સિફાય કરે છે. જો કોઈના શરીરમાં લીવર નબળું હોય કે અસ્વસ્થ હોય તો શરીર અનેક રોગો અને ચેપનો શિકાર બની શકે છે. એટલા માટે નિષ્ણાતો પણ સલાહ આપે છે કે લીવરને સ્વસ્થ રાખવા માટે યોગ્ય ડાયટ ખૂબ જ જરૂરી છે. આવો જાણીએ કે,લીવરને સ્વસ્થ રાખવા માટે તમારે કયા પ્રકારના આર્થિક ખોરાકની જરૂર છે.

તાજા ફળ અને શાકભાજી પર કરો ફોક્સ 
લીવરને સ્વસ્થ અને મજબૂત રાખવા માટે એ જરૂરી છે કે, તમે હંમેશા યોગ્ય ડાયેટ પસંદ કરો. વાસી અને ખરાબ ખોરાકનું સેવન કરવાથી લીવરને નુકસાન થાય છે. એટલા માટે એ મહત્વનું છે કે જ્યારે પણ તમે ખાઓ, ખોરાક તાજો અને સ્વસ્થ હોવો જોઈએ.

એવાં 8 શાકાહારી પદાર્થ કે જેમાં ઇંડાથી પણ વધારે માત્રામાં હોય છે પ્રોટીન,  ખાવાથી બનશે ગજબ બૉડી | protein rich vegetarian foods health news

સિઝનલ ફૂડ કરો લીવરને મજબૂત 
મોંઘા ફળોને બદલે, જો તમે તમારા ડાયટમાં સિઝનલ શાકભાજી અને ફળોનો સમાવેશ કરો છો, તો તમારા લીવરને ફાયદો થશે. ઉનાળામાં ઝુચીનીનું શાક ખૂબ સસ્તું હોવાથી તેને આહારમાં સામેલ કરી શકાય છે. ઉનાળામાં ફળોની વાત કરીએ તો આ સિઝનમાં સ્ટ્રોબેરી ખૂબ જ પોસાય છે, તેથી તમે ઉનાળામાં સ્ટ્રોબેરી ખાઈ શકો છો. શિયાળાની સિઝનમાં તમારે તમારા ડાયટમાં લીલી ફૂલાવર એટલે કે બ્રોકોલીનો સમાવેશ કરવો જોઈએ. આ સાથે શિયાળામાં સફરજન ખૂબ જ સસ્તું અને સારું છે અને આ દરમિયાન સફરજન તમારા લીવરને સ્વસ્થ બનાવી શકે છે.

એનિમલ પ્રોડક્ટથી દૂર રહો 
એક્સપર્ટનું કહેવું છે કે, જે લોકો એનિમલ પ્રોડક્ટનો વધુ ઉપયોગ કરે છે, તેમનું લીવર અન્ય લોકોની સરખામણીમાં ખરાબ થવાનું જોખમ રહેલું છે. ઉદાહરણ તરીકે, રેડમીટનું વધુ પડતું સેવન તમારા લીવરને બીમાર કરી શકે છે. આ સિવાય જો તમે ચિકન કે ટર્કી જેવા ખાદ્યપદાર્થોને બદલે કઠોળ, દાળ કે વટાણા પસંદ કરશો તો તમારું લિવર પણ પ્રોટીન લેશે અને તેનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહેશે.

નવરાત્રીમાં વ્રત દરમિયાન આ રીતે રાખો ડાયટ: એનર્જી ભરપૂર રહેશે અને વજન પણ  ઉતરશે | health navratri 2022 stay high energy in fasting for nine days  follow this special diet

સ્ટોકમાં લેશો તો થશે આ ફાયદો
લીવરને ફાયદો કરનારી ખૂબ જ વસ્તુ એવી છે જેનો તમે જથ્થાબંધ સ્ટોક કરી શકો છો. જેમ કે બ્રાઉન રાઈસ, બીન્સ, ઓટ્સ અને નટ્સ વગેરે. ક્વિનોઆ લીવર માટે હેલ્ધી હોય છે, જો તમે તેને સ્ટોકમાં લો છો, તો તમે રોજિંદા ડાયટમાં સામેલ કરીને શરીરને વધુ ફાઇબર લઇ શકો છો.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ