બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / how to burn belly fat vegetables to lose belly fat quickly cut your fat tummy shrink belly fat

તમારા કામનું / હેલ્થ ટિપ્સ: પેટની ચરબીથી છો પરેશાન તો આજે જ ખાવાના શરૂ કરી દો આ શાકભાજી, ફટાફટ જોવા મળશે અસર

Manisha Jogi

Last Updated: 09:58 AM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કયા શાકભાજીનું સેવન કરવાથી પેટની ચરબી ઝડપથી ઓગળવા લાગે છે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

  • શાકભાજી અને ફળોમાં સૌથી વધુ માત્રામાં ફાઈબર
  • પેટની ચરબી ઝડપથી ઓગળવા લાગે છે
  • ડાયટમાં શામેલ કરો આ શાકભાજી

શાકભાજી અને ફળોમાં સૌથી વધુ માત્રામાં ફાઈબર રહેલું હોય છે. ઉપરાંત જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ પણ રહેલા હોય છે. શાકભાજીમાં રહેલ વિટામિન્સ અને મિનરલ્સને કારણે મેટાબોલિઝમ ઝડપથી થાય છે અને પેટની ચરબી ઝડપથી ઓગળવા લાગે છે. ડાયટમાં શાકભાજી શામેલ કરવાથી વજન ઓછું થાય છે અને હેલ્ધી લાઈફ પણ જીવી શકાય છે. કયા શાકભાજીનું સેવન કરવાથી પેટની ચરબી ઝડપથી ઓગળવા લાગે છે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

ફુલાવર અને બ્રોકલી
ફુલાવર અને બ્રોકલીમાં ભરપૂર માત્રામાં ફાઈબર, વિટામીન અને મિનરલ્સ રહેલા હોય છે. ઉપરાંત તેમાં ફાઈટોકેમિકલ્સ હોય છે, જેનાથી પેટની ચરબી બર્ન થવા લાગે છે. 

પાલક અને લીલા શાકભાજી
રિસર્ચ અનુસાર પાલક તથા અન્ય પત્તેદાર લીલા શાકભાજી જેમ કે, કેળા, લેટ્યૂસ તથા અન્ય લીલા શાકભાજી પેટની ચરબી ઓગાળવામાં મદદરૂપ સાબિત થાય છે અને શરીરને પોષકતત્ત્વો પ્રદાન કરે છે. 

મશરૂમ
મશરૂમનું સેવન કરવાથી લોહીમાં રહેલ ગ્લુકોઝનું સ્તર નિયંત્રિત રહે છે તથા વજન ઓછું કરવામાં અને મેટોબોલિઝમની વૃદ્ધિમાં મદદરૂપ સાબિત થાય છે. 

મરચા
રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, મરચાનું સેવન કરવાથી શરીરમાં જે પણ ગરમી ઉત્પન્ન થાય છે, તે માટે વધુ કેલરીનો ઉપયોગ થાય છે, જેનાથી શરીરમાં ફેટ સેલ્સનું ઓક્સીકરણ થાય છે. મરચામાં રહેલ કેપ્સાઈસિન ફેટ બર્ન કરવા માટે જવાબદાર છે. 

કોળા
કોળામાં કેલરી અને ફાઈબર વધુ હોય છે. આ કારણોસર કોળાને ફેટ બર્ન કરતા શાકભાજીમાં શામેલ કરી શકાય છે. 

ગાજર
વજન ઓછું કરવા માટે ગાજરને ડાયટમાં જરૂરથી શામેલ કરવા જોઈએ અને કેલરી ઓછી હોય છે. ગાજરમાં ઘુલનશીલ અને બિનઘુલનશીલ ફાઈબર હોય છે, જેથી વજન ઝડપથી ઓછું થાય છે. 

ખીરા
શરીરને ડિટોક્સીફાય કરવા માટે ખીરા સૌથી સારું શાકભાજી છે. નિયમિતરૂપે ખીરાનું સેવન કરવાથી ફેટ બર્નિંગ પ્રોસેસ ઝડપથી થાય છે. 
 
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ