how to become rich public provident fund to time deposit post office
તમારા કામનું /
Post Officeની આ 4 સ્કીમ તમને બનાવશે કરોડપતિ, દર મહિને કરો માત્ર આટલી જ બચત
Team VTV06:43 PM, 08 Dec 20
| Updated: 07:11 PM, 08 Dec 20
હંમેશા રોકાણ માટે પોસ્ટ ઓફિસ બૅસ્ટ ઓપ્શન રહી છે. જો તમે કોઈપણ પોસ્ટ ઓફિસની કોઇપણ યોજનામાં નાણાંનું રોકાણ કરો છો, તો તમારે તમારા પૈસાની ચિંતા કરવાની જરૂર નથી. પોસ્ટ ઓફિસની ઘણી યોજનાઓ છે જેમાં જો તમે રોકાણ કરો છો.
Post Officeની આ 4 સ્કીમ છે ખૂબ જ ઉપયોગી
મહિને 12,500 રૂપિયાનું કરો રોકાણ
25 વર્ષે બની જશો કરોડપતિ
તો તમે થોડા વર્ષોમાં કરોડપતિ બની પણ શકો છો. આજે અમે તમને પોસ્ટ ઓફિસની કેટલીક ખાસ સ્કીમ વિશે જણાવીશું, જેના દ્વારા તમે બમ્પર લાભ મેળવી શકો છો. 5 વર્ષથી 15 વર્ષ સુધીની યોજનાઓ છે.
પોસ્ટ ઓફિસની કરોડપતિ બનાવતી 4 સ્કીમ :
આ લિસ્ટમાં પબ્લિક પ્રોવિડંડ ફંડ (PPF), રિકરિંગ ડિપોઝિટ (RD), નેશનલ સેવિગ્સ સર્ટિફિકેટ(NSC) અને ટાઇમ ડિપોઝિટ (TD) સ્કીમ બેસ્ટ છે. આ સ્કીમ દ્વારા તમે ગણતરીના જ વર્ષોમાં મોટું ફંડ ઉભું કરી શકો છો.
PPF રોકાણ કરી બની શકાય કરોડપતિ
PPF માં રોકાણકાર વાર્ષિક વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, પોસ્ટ ઓફિસની આ સ્કિમમાં મહિનામાં તમે વધુમાં વધુ 12,500 રૂપિયા જમા કરી શકો છો. આ યોજનાની પરિપક્વતા 15 વર્ષ છે, જે તમે 5-5 વર્ષ સુધી લંબાવી શકો છો. આ સમયે, વ્યાજ દર વાર્ષિક 7.1% છે. જો તમે દર વર્ષે 1.5 લાખ રૂપિયા રોકાણ કરો છો અને 25 વર્ષ ગાળશો તો તમારું કુલ રોકાણ 37,50,000 રૂપિયા થશે. 25 વર્ષ પછી, પરિપક્વતા પરની રકમ હશે: 1.03 કરોડ રૂપિયા કારણ કે આમાં તમને ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ મળે છે.
RDમાં રોકાણ કરવાથી થશે ફાયદો
RDમાં તમે મંથલી વધુમાં વધુ રકમ જમા કરી શકો છો, આમાં કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. અહીં જો આપણે દર મહિને 12500 પી.પી.એફ. ની સરખામણીએ મૂકીએ છીએ, તો તમારું મોટું ફંડ તૈયાર થઈ શકે છે. તમે આરડીમાં રોકાણ ગમે તેટલા વર્ષ કરી શકો છો. તે વાર્ષિક ધોરણે 8.8 ટકા ચક્રવૃદ્ધિ આપે છે. જો તમે મહત્તમ વાર્ષિક થાપણ મૂકો: રૂ. 1,50,000, તો ચક્રવૃદ્ધિ મુજબ 27 વર્ષ પછી, તમારી રકમ આશરે 99 લાખ રૂપિયા હશે. તેમાં તમારું કુલ રોકાણ 40,50,000 લાખ રૂપિયા હશે.
NSCમાં કરો રોકાણ
જો તમે NSCમાં રોકાણ કરો છો, તો તમે આવકવેરાની કલમ 80 સી હેઠળ એનએસસીમાં દર વર્ષે 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ દ્વારા કર છૂટ મેળવી શકો છો. આમાં પરિપક્વતાનો સમયગાળો પાંચ વર્ષનો છે. તેને વાર્ષિક 6.8 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. વ્યાજ દરની વાત કરીએ તો બીજી નાની બચત યોજનામાં, દર ત્રિમાસિકમાં વ્યાજના દરની સમીક્ષા કરવામાં આવે છે પરંતુ એનએસસીમાં રોકાણ સમયે, વ્યાજ દર સંપૂર્ણ મેચ્યોરિટી પીરિયડ સુધી સમાન રહે છે.
ટાઈમ ડિપોઝિટ
ટાઈમ ડિપોઝિટ એટલે કે FDમાં જમા કરવાની લિમિટ નક્કી નથી. પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટમાં 5 વર્ષ રોકાણ કરવા પર 6.7 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. જો તમે આ સ્કીમમાં 6.7 ટકાના વાર્ષિક દરથી 15 લાખ જમા કરો છો તો 30 વર્ષમાં તમે કરોડપતિ બની જશો.