બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / how to add new member name in ration card

તમારા કામનું / રાશન કાર્ડમાં આ રીતે જોડો નવા સદસ્યનું નામ, અહીં જાણો ઓનલાઈન અને ઓફલાઈન પ્રોસેસ

Arohi

Last Updated: 03:28 PM, 23 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો કોઈ રાશન કાર્ડ ઘારકના પરિવારમાં બાળકનો જન્મ થયો છે અથવા પરિવારમાં કોઈ સદસ્યના લગ્ન બાદ ઘરમાં વહુ આવી છે તો તેમનું નામ પણ રાશન કાર્ડમાં જોડી શકાય છે.

  • રાશનકાર્ડ ધારકો માટે જાણવા જેવું 
  • આ રીતે કરાવો નવા સદસ્યનું નામ એડ 
  • જાણો ઓફલાઈન અને ઓનલાઈન પ્રોસેસ 

જો કોઈ રાશન કાર્ડ ઘારકના પરિવારમાં બાળકનો જન્મ થયો છે અથવા પરિવારમાં કોઈ સદસ્યના લગ્ન બાદ ઘરમાં વહુ આવી છે તો તેમનું નામ પણ રાશન કાર્ડમાં જોડી શકાય છે. રાશન કાર્ડમાં નવા સદસ્યોના નામ જોડવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. તેને ઓફલાઈન અને ઓનલાઈન બન્ને માધ્યમોથી પુરી કરી શકાય છે. આવો જાણીએ રાશનકાર્ડમાં નવા સદસ્યના નામ કઈ રીતે જોડી શકાય છે.

નવા સદસ્યનું નામ જોડવા માટે જરૂરી દસ્તાવેજ 
રાશન કાર્ડમાં પરિવારના નવા સદસ્યના નામ જોડવા માટે અમુક મહત્વપૂર્ણ દસ્તાવેજોની જરૂર પડે છે. જો કોઈ પરિવારમાં બાળકનો જન્મ થયો છે અને નામ રાશન કાર્ડમાં જોડવાનું છે તો એવામાં પરિવારના મુખ્યાના નામથી જાહેર રાશન કાર્ડ, બાળકોના માતા-પિતાના આધાર કાર્ડ અને બાળકોના જન્મ પ્રમાણ પત્રની જરૂર પડે છે. આ ઉપરાંત જો પરિવારમાં કોઈ સદસ્યના લગ્ન બાદ ઘરમાં વહું આવી છે તો રાશન કાર્ડમાં તેમનું નામ જોડવા માટે મુખ્ય વ્યક્તિનું રાશન કાર્ડ, પતિનું આધાર કાર્ડ, વહુનું આધાર કાર્ડ, લગ્નના સર્ટિફિકેટની જરૂ પડે છે. 

રાશનકાર્ડમાં નવા સદસ્યનું નામ જોડવાની ઓનલાઈન રીત 

  • જો તમે ઉત્તર પ્રદેશમાં રહો છો તો તમારે સૌથી પહેલા રાજ્યની ખાદ્ય આપૂર્તિ વેબસાઈટ https://fcs.up.gov.in/FoodPortal.aspx પર જવાનું રહેશે. વેબસાઈટ પર ગયા બાદ તમારે પોતાનું એકાઉન્ટ બનાવવાનું રહેશે અને લોગ-ઈન કરવાનું રહેશે. 
  • એકાઉન્ટ લોગ-ઈન કર્યા બાદ હોમપેજ ખુલશે, જ્યાં નવા સદસ્યનું નામ જોડવાનો ઓપ્શન મળશે. હવે તમારે અહીં ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ તમારી સ્ક્રીન પર નવા સદસ્યને જોડવાનું ફોર્મ જોવા મળશે. 
  • આ ફોર્મમાં તમારા પરિવારના નવા સદસ્યની દરેક જરૂરી જાણકારી આપવાની રહેશે અને માંગવામાં આવેલા દસ્તાવેજોનો ફોટો અપલોડ કરવાનો રહેશે. આ પ્રક્રિયા બાદ એક રજીસ્ટ્રેશન નંબર મળશે. આ રજીસ્ટ્રેશન નંબરને સંભાળીને રાખો કારણ કે નવા સદસ્યને જોડવામાં કોઈ મુશ્કેલી આવે તો આ નંબરની મદદથી તેની તપાસ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત આ નંબરની મદદથી તમે પોતાની રિક્વેસ્ટનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો. 
  • નવા સદસ્યની કોઈ પણ જાણકારી આપ્યા બાદ તમારે રિક્વેસ્ટને વેરિપાઈ કરવાની રહેશે. જો રાશન અધિકારીને તમારી રિક્વેસ્ટ બરાબર લાગે છે અને તમારી રિક્વેસ્ટને સફળતાપૂર્વક વેરિફાઈ કરી લે છે તો રાશન કાર્ડમાં નવા સદસ્યનું નામ જોડી દેવામાં આવશે અને અમુક સમય બાદ તમારા એડ્રેસ પર નવું રાશન કાર્ડ આવી જશે. 

રાશન કાર્ડમાં નવા સદસ્યનું નામ જોડવાની ઓફલાઈન પ્રક્રિયા 

  • જો તમે ઓફલાઈન માધ્યમથી રાશન કાર્ડમાં નવા સદસ્યનું નામ જોડવા માંગો છો તો સૌથી પહેલા તમારે દરેક જરૂરી દસ્તાવેજની સાથે નજીકના ખાદ્ય આપૂર્તિ કેન્દ્ર જવાનું રહેશે. 
  • ત્યાં જ તમને નવા સદસ્યનું નામ જોડતું ફોર્મ આફવામાં આવશે. જેમાં તમારે દરેક જરૂરી જાણકારી ભરવાની રહેશે. હવે તમારે નવા સદસ્યના દરેક દસ્તાવેજ અટેત કરવાના અહેશે અને ફોર્મ જમા કરાવવાનું રહેશે. જણાવી દઈએ કે નવા સદસ્યને જોડવા માટે ફીના રૂપમાં અમુક પૈસા પણ આપવા પડી શકે છે. 
  • જરૂરી દસ્તાવેજોની સાથે ફોર્મ જમા કર્યા બાદ તમને રસીદ આપવામાં આવશે. રાશન અધિકારી તમારા ફોર્મ અને દસ્તાવેજોની તપાસ કરશે. જો તમારી રિક્વેસ્ટ વ્યાજબી મળી તો રાશન કાર્ડમાં નવા સદસ્યનું નામ જોડીને આપવામાં આવશે. જેના થોડા સમય બાદ તમને નવું રાશન કાર્ડ પણ મળી જશે.  

સંકળાયેલા મુદ્દાઓ

New Member ration card   રાશન કાર્ડ ration card
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ