બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / How much wealth did Mulayam Singh Yadav leave, once took a loan of 2 crores from his son, know interesting facts

અલવિદા નેતાજી / મુલાયમ સિંહ યાદવ કેટલી સંપત્તિ છોડતા ગયા, એક સમયે દીકરા પાસેથી લીધી હતી 2 કરોડની લોન, જાણો રસપ્રદ વાતો

Megha

Last Updated: 05:40 PM, 10 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જણાવી દઈએ કે મુલાયમ સિંહ યાદવ પાસે કરોડોની સંપત્તિ હોવા છતાં તેમના પર 2,13,80,000 રૂપિયાનું દેવું હતું. મુલાયમ સિંહે તેમનો રાજકીય વારસો મોટા પુત્ર અખિલેશ યાદવને સોંપ્યો હતો.

  • આટલી હતી મુલાયમ સિંહ યાદવની સંપત્તિ
  • દીકરા પાસેથી લીધી હતી 2 કરોડની લોન 
  • અખિલેશને સોંપ્યો હતો રાજકીય વારસો 

દેશની રાજનીતિમાં એક યુગનો અસ્ત થયો છે. કદ્દાવર નેતા અને નેતાજીના હુલામણા નામથી જાણીતા બનેલા યુપીના પૂર્વ સીએમ મુલાયમ સિંહ યાદવનું અવસાન થતા શોકની લહેર દોડી ગઈ છે. મુલાયમ સિંહે યાદવે ગુરુગ્રામની જાણીતી મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મુલાયમ સિંહ યાદવને શ્વાસ લેવામા તકલીફ અને બીજી બીમારીઓને કારણે 2 ઓક્ટોબરે ગુરુગ્રામની મેદાતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

મુલાયમ સિંહ યાદવનો જન્મ 22 નવેમ્બર 1939ના રોજ ઈટાવા જિલ્લાના સૈફઈ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ સુગર સિંહ યાદવ હતું કે જેઓ ખેડૂત હતા. મુલાયમ સિંહ યાદવ હાલમાં મૈનપુરી સીટ પરથી લોકસભાના સાંસદ હતા. ઉત્તર પ્રદેશની રાજનીતિ હોય કે દેશની રાજનીતિ બંનેમાં મુલાયમ સિંહ યાદવની ગણતરી અગ્રણી નેતાઓમાં થતી. તેઓ ત્રણ વખત યુપીના સીએમ રહી ચૂક્યાં છે અને કેન્દ્ર સરકારમાં રક્ષા મંત્રી પણ રહી ચૂક્યાં છે. આ સિવાય મુલાયમ સિંહ 8 વખત ધારાસભ્ય અને 7 વખત લોકસભા સાંસદ તરીકે પણ ચૂંટાયા છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન મૈનપૂરી સીટથી ચૂંટણી ફૉર્મ ભરતા સમયે એમને તેમની મિલકત વિશે જાણકારી આપી હતી. 

કેટલી હતી સંપત્તિ? 
મુલાયમ સિંહ યાદવની સંપત્તિ વિશે વાત કરીએ તો, 2019ને ચૂંટણી મુજબ તેમની કુલ સંપત્તિ 16.52 કરોડ રૂપિયા હતી. આ સાથે એમને આપેલ માહિતી મુજબ મુલાયમ સિંહ અને તેમની પત્ની સાધના યાદવની વાર્ષિક આવક 32.02 લાખ રૂપિયા હતી. 

દીકરા પાસેથી લીધી હતી 2 કરોડની લોન 
જણાવી દઈએ કે કરોડોની સંપત્તિ હોવા છતાં તેમના પર 2,13,80,000 રૂપિયાનું દેવું હતું અને ખાસ વાત એ હતી કે આ લોન એમને તેમના પુત્ર અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પાસેથી લીધી હતી. આ લોન એમને શા માટે લીધી તેનો ઉલ્લેખ એફિડેવિટમાં કરવામાં આવ્યો નથી. આ રિપોર્ટ અનુસાર મુલાયમ સિંહ પાસે Camry Toyota Car Reg કાર હતી.

અખિલેશને સોંપ્યો વારસો 
મુલાયમ સિંહે તેમનો રાજકીય વારસો મોટા પુત્ર અખિલેશ યાદવને સોંપ્યો હતો. જણાવી દઈએ કે વર્ષ 2012ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં જ્યારે સમાજવાદી પાર્ટી જીતી હતી એ સમયે મુલાયમ સિંહે અખિલેશ યાદવને મુખ્યમંત્રી પદ સોંપ્યું હતું. એ પછી મુલાયમ સિંહની તબિયત બગડવા લાગી ત્યારે દીકરા અખિલેશ યાદવે પાર્ટીની જવાબદારી પણ સંભાળી લીધી હતી. તેમનો નાનો પુત્ર પ્રતીક રાજકારણમાં સક્રિય નથી પણ તેની પત્ની અપર્ણા યાદવ સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગઈ હતી. જો કે હાલ મુલાયમ સિંહ યાદવના રાજકીય વારસા પર અખિલેશ યાદવની સત્તા દેખાઈ રહી છે.

જણાવી દઈએ કે મુલાયમ સિંહે બે લગ્ન કર્યા હતા. તેમની પહેલી પત્ની માલતી દેવી હતી એમનું નિધન  2003માં થયું હતું. મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની સાધના ગુપ્તા હતી જેમનું 9 જુલાઈ 2022ના રોજ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અવસાન થયું હતું. અખિલેશ યાદવ માલતી દેવી અને મુલાયમ સિંહના પુત્ર છે અને પ્રતીક યાદવ મુલાયમ સિંહની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ