બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / સ્પોર્ટસ / Cricket / How many matches to win ODI World Cup semi-final tickets? This is the format of the entire tournament, know

ODI World Cup 2023 / કેટલી મેચો જીતવા પર મળશે ODI વર્લ્ડ કપના સેમિફાઇનલની ટિકિટ? આ છે આખી ટૂર્નામેન્ટનું ફોર્મેટ, જાણો

Megha

Last Updated: 03:15 PM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ODI વર્લ્ડ કપ 5 ઓક્ટોબર 2023થી શરૂ થવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, આ ટૂર્નામેન્ટ કયા ફોર્મેટમાં રમાશે તે જાણવું રસપ્રદ છે. આ વખતે ફોર્મેટ પણ 2019માં રમાયેલી ટૂર્નામેન્ટ જેવું જ હશે.

  • ODI વર્લ્ડ કપ 5 ઓક્ટોબર 2023થી શરૂ થવા જઈ રહ્યો છે
  • આ ટુર્નામેન્ટમાં કુલ 10 ટીમો ભાગ લેશે
  • આ ટૂર્નામેન્ટ કયા ફોર્મેટમાં રમાશે તે જાણવું રસપ્રદ છે

ભારતમાં ODI વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબર 2023થી શરૂ થવા જઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટની આ 13મી આવૃત્તિ છે. લગભગ દોઢ મહિના સુધી ચાલનારી આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 10 ટીમો ભાગ લેશે અને સૌથી મહત્વની વાત એ છે કે આ ટીમોને કોઈપણ ગ્રુપમાં વહેંચવામાં આવી નથી. આવી સ્થિતિમાં, આ ટૂર્નામેન્ટ કયા ફોર્મેટમાં રમાશે તે જાણવું રસપ્રદ બની જશે. જોકે, આ વખતે ફોર્મેટ પણ 2019માં રમાયેલી ટૂર્નામેન્ટ જેવું જ હશે. 

શું હશે વર્લ્ડ કપનું ફોર્મેટ?
ભારતમાં યોજાનારી આ ટુર્નામેન્ટ માટે આઠ ટીમો નક્કી કરવામાં આવી છે. જેમાં 9મી જુલાઈએ ક્વોલિફાયર રાઉન્ડ બાદ બે ટીમો ફાઈનલ થશે. આ પછી તમામ 10 ટીમો ટૂર્નામેન્ટના મુખ્ય રાઉન્ડમાં પ્રવેશ કરશે. આ ટુર્નામેન્ટ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં જ રમાશે. આમાં દરેક ટીમ તમામ ટીમો સાથે એકવાર રમશે. એટલે કે દરેક ટીમે લીગ રાઉન્ડમાં 9-9 મેચ રમવાની રહેશે. આ પછી લીગ રાઉન્ડના અંતે ટોપ-4 ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ત્યારપછી નંબર 1 ટીમનો મુકાબલો સેમિફાઈનલમાં નંબર 4 સાથે થશે. તે જ સમયે, નંબર 3 ટીમને નંબર 2ના પડકારનો સામનો કરવો પડશે. ત્યાર બાદ સેમી ફાઈનલના પરિણામો બાદ બંને ફાઈનલીસ્ટ ટીમો આમને સામને થશે જેઓ 19 નવેમ્બરે અમદાવાદમાં ફાઈનલ રમવા જશે.

કેટલી મેચો જીતીને મળશે ટોપ-4 ની ટિકિટ 
જણાવી દઈએ કે અંતિમ-4 એટલે કે સેમીફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરવા માટે ટીમને 7 કે તેથી વધુ લીગ મેચો જીતવી પડશે. ટીમ સાત જીતના આંકડાને સ્પર્શતાની સાથે જ સેમિફાઈનલમાં જગ્યા બનાવી શકે છે. જો ટીમ 6 મેચ જીતે છે તો તે ત્રીજા કે ચોથા નંબર પર રહી શકે છે અથવા તે સ્થિતિમાં નેટ રનરેટ પણ અમલમાં આવી શકે છે. બાકીની બાબતો લીગ રાઉન્ડમાં ટીમો કેવી રીતે રમે છે તેના પર નિર્ભર રહેશે, પરંતુ રફ સમીકરણ એ છે કે 7 જીતનો આંકડો સેમિફાઇનલની ટિકિટ મેળવી શકે છે. તે જ સમયે 6 જીત પર નંબર 3 અને 4 માટે ટક્કર જોવા મળી શકે છે.

વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ
ભારત vs ઓસ્ટ્રેલિયા, 8 ઓક્ટોબર (ચેન્નઈ)
ભારત vs અફઘાનિસ્તાન, 11 ઓક્ટોબર (દિલ્હી)
ભારત vs પાકિસ્તાન, 15 ઓક્ટોબર (અમદાવાદ)
ભારત vs બાંગ્લાદેશ, 19 ઓક્ટોબર (પુણે)
ભારત vs ન્યુઝીલેન્ડ, 22 ઓક્ટોબર (ધર્મશાલા)
ભારત vs ઈંગ્લેન્ડ, 29 ઓક્ટોબર (લખનૌ)
ભારત vs ક્વોલિફાયર 2, નવેમ્બર 2 (મુંબઈ, વાનખેડે)
ભારત vs દક્ષિણ આફ્રિકા, 5 નવેમ્બર (કોલકાતા)
ભારત vs ક્વોલિફાયર 1, 11 નવેમ્બર (બેંગલુરુ)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ