ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Extra / how-and-from-where-you-can-buy-gold-before-diwali-on-a-discounted-rate

NULL / દિવાળી પહેલા ઉઠાવી લો મોદી સરકારની આ યોજનાનો લાભ સસ્તા દરે મળશે સોનું

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

તહેવારો શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે જો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો અમે તમને મોદી સરકારની એક એવી સ્કીમ વિશે જણાવીશું જેની મદદથી તમે સસ્તામાં સોનું ખરીદી શકશો. ટૂંક સમયમાં સોનું ખરીદવાનો પ્લાન છે તો આ ખાસ સ્ક્રીમની મદદથી તમે 10% વધુ સસ્તામાં સોનું ખરીદી શકો છો. જી હા આ ફેસ્ટિવ સિઝનમાં તમે કોઇને સોનું ખરીદવા કે ભેટ કરવા માંગો છો તો તમે 16-17% સુધી સસ્તું સોનું ખરીદી શકો છો. RBI દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા સોવરેન ગોલ્ડ બોન્ડ સેકંડરી માર્કેટમાં ડિસ્કાઉન્ટ પર ટ્રેન્ડ કરે છે. એવામાં આપ તેનો ફાયદો ઉઠાવી શકો છો.

સોનું પણ આપને 24 કેરેટ શુદ્ધ મળશે. તો તેનાં પર 2.5% વાર્ષિક ગારંટેડ રિટર્ન પણ મળશે. સોવરેન ગોલ્ડ બોન્ડ મોદી સરકારની ખાસ યોજના છે. આગળ જણાવીએ છીએ તમને આ સરકારી યોજનાની માહિતી વિશે.

સોવરેન ગોલ્ડ બોન્ડ મોદી સરકારની યોજના છે જે હેઠળ ફિઝિકલ ફોર્મની જગ્યાએ સોનું ડીમેટ પેપર ફોર્મેટમાં ખરીદી શકાય છે. તેની વેલ્યૂ 24 કેરેટ ગોલ્ડ પ્રમાણે નક્કી કરવામાં આવે છે. સરકારની માનીએ તો તેને ફિઝિકલ ફોર્મ એટલે કે જવેલરી બાર કોઇનનાં રૂપમાં સાચવવાની ઝંઝટથી તમને મુક્તિ મળશે.

એક વ્યક્તિ જો એક નાણાકીય વર્ષમાં માત્ર 1 ગ્રામ અને વધુમાં વધુ 4 કિલોગ્રામ સુધીનાં મુલ્યનાં બોન્ડ ખરીદી શકે છે. આ બોન્ડ પર વર્ષે 2.3% વ્યાજ ફિક્સ મળે છે. વ્યાજ રોકાણકારનાં બેંક અકાઉન્ટમાં દર છ મહિને જમા થઇ જાય છે. અંતિમ વ્યાજ મૂળ ધનની સાથે મેચ્યોરિટી પણ આપવામાં આવે છે. મેચ્યોરિટી પીરિયડ 8 વર્ષ છે પણ 5 વર્ષ 6 વર્ષ અને 7 વર્ષનો પણ વિકલ્પ છે.

ગોલ્ડ સોવરેન બોન્ડ ખરીદવાથી ફિઝિકલ રૂપમાં સોનું સંભાળવાની કોઇ ઝંઝટ રહેતી નથી. તેનો ઉપયોગ લોન લેવા માટે જમાનત તરીકે પણ કરી શકાય છે. બોન્ડ પર વર્ષે 2.50% રિટર્ન મળવાની ગેરંટી છે. વ્યાજ પર ટેક્સમાંથી પણ મુક્તિ મળે છે.

નિષ્ણાતો અનુસાર તો રોકાણકારોની માટે સોનાની ખરીદીની માટે સોવરેન ગોલ્ડ બોન્ડ  સૌથી સારો વિકલ્પ છે. આ દિવસોમાં MCXA પર સોનાનો ભાવ 30 000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહ્યું છે. તો સેકેન્ડરી માર્કેટમાં સોવરેન ગોલ્ડ બોન્ડ 2600થી 2700 રૂપિયા પ્રતિગ્રામનાં હિસાબે ટ્રેન્ડ કરે છે. એટલે કે 16% સસ્તુ છે.

નિષ્ણાતો અનુસાર હાલમાં જે માર્કેટ ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે પ્રમાણે સોવરેન ગોલ્ડ બોન્ડમાં જ રોકાણ કરવું હિતાવહ છે. કારણ કે બીજી તરફ ડોલરની સામે રૂપિયો નબળો પડી રહ્યો છે આવા સમયે ગોલ્ડ બોન્ડમાં ઇનવેસ્ટ કરવું ઉત્તમ છે. તમારા કૂલ પોર્ટ ફોલિયોનાં 20% સોનામાં રોકવા હિતાવહ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ