બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'Housewives talked about love marriages and dirty talk, unbearable mental torture', the shocking incident of Harij telling the students while crying

તપાસનાં આદેશ / 'ગૃહમાતાએ લવમેરેજ અને ગંદી વાતો કરી, સહન ન થાય તેવું માનસિક ટોર્ચર' રડતાં મોઢે વિદ્યાર્થિનીઓને જણાવી આપવીતી, હારીજની ચક્ચારી ઘટના

Vishal Khamar

Last Updated: 09:08 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હારીજની કસ્તુરબા ગાંધી બાલિકા હોસ્ટેલનો વીડિયો સામે આવ્યો છે. ત્યારે હોસ્ટેલમાં ગૃહમાતા ખુદ વિદ્યાર્થીનીઓને ત્રાસ આપતી હોવાનો આક્ષેપ વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે સમગ્ર ઘટનાને લઈ શિક્ષણ કચેરી દ્વારા તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે.

  • હારીજની કસ્તુરબા ગાંધી બાલિકા હોસ્ટેલનો વીડિયો આવ્યો સામે
  • હોસ્ટેલના ગ્રુહમાતા વિદ્યાર્થીનીઓને ત્રાસ આપતી હોવાનો આક્ષેપ 
  • સમગ્ર ઘટનાને લઇ પાટણ શિક્ષણ કચેરી દ્વારા આપવામાં આવ્યા તપાસના આદેશ

હારીજ શહેરમાં આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને હોસ્ટેલમાં ગૃહમાતા તરીકે ફરજ બજાવતી સુહાસીની પટેલ નામની મહિલા કર્મચારી દ્વારા હોસ્ટેલની બાળકીઓ તેમજ વિદ્યાર્થીનીઓ સાથે અભદ્ર વાતો કરતી હોવાનું સામે આવ્યું છે. તેમજ વિદ્યાર્થીનીઓને અભદ્ર વાતો કરી માનસિક ટોર્ચર કરી અસહ્ય ત્રાસ આપતા વિદ્યાર્થીનીઓએ હોસ્ટેલ ખાતે હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીનીઓ દ્વારા રડતા મોઢે એવી માંગ કરવામાં આવી રહી છે કે ગૃહમાતા સુહાસીની પટેલની બદલી કરવામાં આવે.

શિક્ષણ વિભાગ દ્વારા તપાસનાં આદેશ આપ્યા
આવી વિકૃત માનસિકતા ધરાવતી અને વિદ્યાર્થીનીઓ સામે મનમાની કરી અત્યારાચ ગુજારતી સુહાસીની પટેલ સામે હાલ તો પાટણ જીલ્લા શિક્ષણ વિભાગે તપાસનાં આદેશ આપ્યા છે. તેમજ શિક્ષણ વિભાગની એક ટીમે હારીજ હોસ્ટેલ ખાતે જઈ વિદ્યાર્થીનીઓનાં નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આવી વિકૃત માનસિકતા ધરાવતી ગૃહમાતા સુહાસીની પટેલ સામે શું કાર્યવાહી કરવામાં આવે છે. 

સુહાસીની પટેલ (ગૃહમાતા)

હું પાટણ ખર્ચની ફાઈલ જમા કરાવવા ગઈ તે બાદ શું પ્રશ્ન ઉપસ્થિત થયો મને કંઈ જાણ નથીઃ ગૃહમાતા
આ બાબતે ગૃહમાતા સુહાસીની પટેલને પૂછતા તેણે જણાવ્યું હતું કે,  હું અહીંયા આવી ત્યારનો છોકરીઓનો કોઈ પ્રશ્ન ન હતો. કાલે હું પાટણ ખર્ચ ફાઈલ જમા કરાવવા ગઈ હતી. તે બાદ શું પ્રશ્ન ઉપસ્થિત થયો તે બાબતે મને કંઈ જાણ નથી. 

 

સંકળાયેલા મુદ્દાઓ

District Education Officer Harij Indecent Behaviour Inquiry Order Kasturba Vidyalaya કસ્તુરબા વિદ્યાલય તપાસનાં આદેશ રેક્ટર હારીજ patan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ