બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / Household expenses will increase, there is a big problem in health, Friday will be difficult for the natives of this zodiac, see today's horoscope.

27 ઓક્ટોબર / ઘર ખર્ચ વધશે, આરોગ્ય બાબતે મોટી મુસીબતના એંધાણ, આ રાશિના જાતકોનો શુક્રવાર રહેશે કઠિન, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Vishal Khamar

Last Updated: 07:27 AM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
27 10 2023 શુક્રવાર
માસ આસો
પક્ષ શુક્લ
તિથિ ચૌદસ
નક્ષત્ર ઉત્તરભાદ્રપદ સવારે 9.23 પછી રેવતી
યોગ હર્ષણ
કરણ ગર
રાશિ મીન (દ.ચ.ઝ.થ.)

મેષ (અ.લ.ઈ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નોકરી-ધંધામાં સારી પ્રગતિ જણાય. કુટુંબ પરિવારમાં સુમેળ જણાય. જમીન-મકાનના પ્રશ્નોમાં ગૂંચવણ ઊભી થાય. લાભ-હાનિને ધ્યાનમાં રાખી કામ કરવું.

વૃષભ  (બ.વ.ઉ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સાથી કર્મચારીથી સાધારણ પરેશાની રહેશે. સંપત્તિને લગતા પ્રશ્નોનો સારો ઉકેલ આવશે. સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી. કામકાજમાં ફાયદો થશે અને મન પ્રસન્ન રહેશે.

મિથુન (ક.છ.ઘ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ઈમાનદારીની કસોટી થાય વિજય આપનો થાય. મિત્રોની મદદથી કાર્ય સરળ બનાવી શકશો. જીવનસાથી અને સંતાનોનો ભરપૂર સહયોગ મળશે. મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે. 

કર્ક  (ડ.હ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં સાથી મિત્રોનો સહયોગ મળશે. નોકરી-ધંધા માટે નવી તકો મળશે. કરેલા કાર્યોમાં યશ અને સફળતા મળશે. સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે.

સિંહ (મ.ટ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માન-સન્માન અને આબરૂમાં વધારો થાય.  કોર્ટ કેસ કે મગજમારીથી દૂર રહેવું. નોકરી-ધંધામાં પ્રગતિના યોગો જણાય. કોઈપણ નિર્ણય સમજી-વિચારીને કરવો.

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નાના-મોટા રોકાણ માટે સમય ઉત્તમ નથી. મિત્રોના સહયોગથી રોકાયેલા કામમાં પ્રગતિ થશે.  નોકરીમાં મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે. ગુસ્સા ઉપર કાબૂ રાખશો તો જ કામ સુધરશે.

તુલા  (ર.ત.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  નોકરી-ધંધામાં ઉજ્જવળ તકો મળશે. કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું. લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું. કરેલી મહેનત સારું ફળ આપશે.

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  ઘરમાં નવી વસ્તુઓ માટે ખર્ચ કરવો પડે.  નોકરીમાં બઢતી અને મનપસંદ સ્થાન પ્રાપ્તિ મળે.  કાયદાકીય રીતે સાવચેતી રાખવી.  પરિવાર સાથેના સંબંધોમાં સુધારો જણાય.

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વ્યવસાયમાં આવકના નવા રસ્તાઓ મળે. અંગત સમસ્યાઓમાં તકલીફો જણાય.  સંપત્તિને લગતા પ્રશ્નોમાં સારું સમાધાન મળે. નોકરીયાતને કામનો બોજો વધે.

મકર (ખ.જ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભાગીદારીમાં વૈચારિક મતભેદો સર્જાય. પ્રેમ પ્રસંગોમાં નિષ્ફળતાના પ્રસંગો ઉભા થાય.  અભ્યાસ કે નોકરી અર્થે વિદેશ પ્રવાસનું આયોજન થાય. લોન કે કરજ લેવું પડે તો સાવધાની રાખવી. 

કુંભ (ગ.શ.સ.ષ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પિતા-પિતરાઈ સાથેના સંબંધોમાં સુધારો જોવા મળે. આરોગ્ય બાબતે સાવચેતી રાખવી.  નવા કામકાજમાં ભાગીદારીથી લાભ થાય. સંતાન બાબતની ચિંતામાં વધારો થાય.

મીન (દ.ચ.ઝ.થ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક સ્થિતિમાં સુધારો અને રાહત અનુભવાય.  વારસાઈ મિલકતોનો ઉકેલ આવે.  નાના-મોટા પ્રવાસના આયોજનો થાય.  સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય અને કામ સુધરે.

શુભાંક - આજનો શુભ અંક છે 9
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સિલ્વર અને દૂધિયો
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.05 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 10.30 થી બપોરે 12.00 સુધી
શુભ દિશા : આજે દક્ષિણ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે
રાશિ ઘાત : વૃશ્ચિક (ન.ય.) ધન (ભ.ધ.ફ.ઢ.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ