બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Home Remedies for Chronic Constipation and Gas Problems in Old Age
Last Updated: 07:27 PM, 14 January 2024
ADVERTISEMENT
કબજિયાતને મોટાભાગના રોગનું મૂડ ગણવામાં આવે છે. તેમાં પણ શિયાળામાં કબજિયાતની સમસ્યા વધુ જોવા મળતી હોય છે. જેને ગણકારવામાં ન આવે તો ઘણી મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે. સામાન્ય રીતે ગંભીર તબીબી સ્થિતિ નથી, તે એક મોટી સમસ્યા બની શકે છે. ઘણા દિવસો સુધી પેટ સાફ ન હોવાને કારણે ન તો ભૂખ લાગે છે બેચેનીને પરિણામે કામ કરવાની પણ ધગશ રહેતી નથી. ત્યારે કબજિયાતને દૂર કરવા માટેના ઉપાય કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેટલાક લોકો દવાઓ લઈને કબજિયાતની સારવાર કરે છે, પરંતુ રોજ આ સારવાર આવકારદાયક બાબત નથી.જો અમૂક નિયમ પાળવામાં આવે તો કુદરતી રીતે પાચન ક્રિયા વ્યવસ્થિત થઈ શકે છે.

ADVERTISEMENT
કબજિયાતનો શિકાર ન બનવા માટે દિવસભર પુષ્કળ પાણી સહિતના પ્રવાહીનું પુષ્કળ ઉપયોગ કરવો. ઉઠતાની સાથે જ બે ગ્લાસ ગરમ પાણી પીવું શરીર માટે ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. જમ્યા બાદ કે પહેલા વધુ પાણી પીવાનું ટાળવું જોઈએ.ખજૂર ખાવો પણ ફાયદાકારક માનવામાં આવે છે. જે પિત્તને સંતુલિત કરવામાં પણ મદદ કરે છે, જેનાથી કબજિયાતમાં રાહત મળી શકે છે.
મેથીના દાણાને આખી રાત પલાળીને સવારે લેવા
કબજિયાતમાં મેથી ખૂબ રાહતરૂપ માનવામાં આવે છે. મેથીના દાણાને આખી રાત પલાળીને સવારે સૌથી પહેલા ખાવા ફાયદાકારક માનવામાં આવે છે. વધુમાં બીજનો પાવડર બનાવી સૂતી વખતે એક ચમચી મેથીનો પાવડર ગરમ પાણી સાથે લઈ શકો છો.
ADVERTISEMENT
ત્રણ તાજા આમળાનો રસ શરીરને ખૂબ ઉપયોગી
આ ઉપરાંત ગાયનું ઘી મેટાબોલિઝમ સુધારે છે. શરીરમાં તંદુરસ્ત ચરબી જાળવવામાં મદદ કરે છે. વધુમાં આમળાનું રોજ સવારે પેટ તેનું સેવન કરવામાં આવે તો ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી રાહત મળે છે. એક ચમચી આમળા પાવડર તથા ત્રણ તાજા આમળાનો રસ શરીરને ખૂબ ઉપયોગી છે. વધુમાં કાળી કિસમિસમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોવાથી પેટની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.