બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Home Minister makes big statement in Kishan Bharwad murder case

BIG BREAKING / કિશન ભરવાડ હત્યા કેસમાં મોટા સમાચાર : હર્ષ સંઘવીએ મૃતકના પરિજનો સાથે મુલાકાત બાદ આપ્યું મોટું નિવેદન

Ronak

Last Updated: 03:18 PM, 28 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કિશન ભરવાડ હત્યા કેસ: મૃતકના પરિજનો સાથે મુલાકાત બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આરોપીઓને કડકમાં સજા અપાશે તેવી ખાતરી આપી

  • કિશન ભરવાડ હત્યા કેસમાં ગૃહમંત્રીએ આપ્યું મોટું નિવેદન 
  • પરિવારજનો સાથે મુલાકાત લઈ કહ્યું યુવકને ન્યાય અપાવીશું 
  • હર્ષ સંઘવીને જોઈ પરિવારજનોની આંખમાં આસું 

અમદાવાદના ધંધુકામાં જે માલધારી યુવકની હત્યા થઈ હતી તેની હત્યા મામલે આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે મૃતક યુવકના પરિવાર સાથે મુલાકાત લીધી. ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે ઝાંઝરકા ગામે પહોચ્યા હતા. જ્યા તેમણે યુવકના પરિવાર સાથે મુલાકાત કરી સાથેજ તેમણે સમાજના આગેવાનો સાથે પણ મુલાકાત કરી હતી. 

પરિવારજનોની આંખમાં આસુ આવી ગયા 

ચચણા ગામે પહોચીને તેમણે મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી અને તેમને બાંહેધરી આપી કે યુવકને જલ્દીથી ન્યાય આપવામાં આવશે. હર્ષ સંઘવી મુલાકાત કરવા પહોંચતા જ કિશન ભરવાડના પરિવારજનો રડી પડ્યા હતા અને કિશનની ફૂલ જેવી નાનકડી દીકરીને લઈને મહિલાઓ રડતી દેખાઈ હતી. સંઘવીએ આ લોકો સાથે પણ મુલાકાત કરીને સાંત્વના આપી હતી.   

ધંધુકાના યુવકની હત્યા મામલે મોટો ખુલાસો

અમદાવાદના ધંધુકામાં યુવકની હત્યા મામલે   મામલે હવે સૌથી મોટો ખુલાસો થયો છે. કિશન બોળિયાની હત્યામાં અમદાવાદ અને મુંબઈના બે મૌલવીની સંડોવણી સામે આવી છે. હત્યારાઓને ઘટનાને અંજામ આપવા માટેના હથિયાર અમદાવાદના મૌલવીએ આપ્યા હોવાનું સામે આવ્યું છે. ષડયંત્રના ભાગરૂપે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

માલધારી યુવકની હત્યાના પડઘા બોટાદ અને સુરેન્દ્રનગર 

ધંધુકાના માલધારી યુવકના હત્યા પડધા સુરેન્દ્રનગર અને બોટાદમાં પણ જોવા મળ્યા છે. સુરેન્દ્રનગર શહેરમાં હિન્દુ સંગઠનો દ્વારા આજે સ્વૈચ્છિક બંધનું એલાન કરતાં સવારથી જ સુરેન્દ્રનગર શહેરના બજારો બંધ જોવા મળ્યાં હતાં. બાદમાં પોલીસે ધંધો અને રોજગાર શરૂ રાખવા અપીલ કરી હતી.બાદમાં શહેરની બજારોમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો.જ્યારે બીજી બાજુ બોટદના રાણપુર ખાતે પણ આ મામલે હિન્દુ સમાજ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને લઈને રાણપુર શહેર લોકો સ્વયંભૂ સજ્જડ બંધ જોડાયા હતાં આ સાથે મુસ્લિમ સમાજ દ્વારા પણ બંધને સમર્થન અપાયું હતું. બંધને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

વિરોધપ્રદર્શનને પગલે ધંધુકામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત 

આ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ધંધૂકામાં આજે સવારથી માહોલ શાંત છે. કેટલાક લોકો વિરોધપ્રદર્શન કરી રહ્યા છે જેથી SP સહિતના અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.પોલીસ દ્વારા પણ મૃતકના આરોપીની શોધખોળ કરવામાં આવી છે, આરોપી ધરપકડની નજીકમાં છે જેને પકડીને જેલને હવાલે કરવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Dhandhuka Harsh Sanghavi kishan bharvad murder case કિશન ભરવાડ હત્યા કેસ ધંધુકા હર્ષ સંઘવી dhandhuka murder case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ