બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Holi Dhuleti celebration Guidelines gujarat Government
Hiren
Last Updated: 03:29 PM, 24 March 2021
ADVERTISEMENT
હોળી-ધુળેટીને લઇ રાજ્ય ગૃહ વિભાગે ગાઇડલાઇન બહાર પાડી છે. હોળીની ધાર્મિક વિધિ માટે છૂટછાટ આપવામાં આવી છે અને ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ગાઇડલાઇનમાં કહેવાયું છે કે, આ તહેવારોમાં માટે લોકો સોસાયટી, શેરી, નાકા, જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો અને રસ્તાઓ પર મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે. મોટી સંખ્યામાં એકત્રિત થવાથી કોરોના સંક્રમણ વધવાની શક્યતા છે.
આથી, રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિને ધ્યાને લેતા હોળીના તહેવાર સંદર્ભે પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે અને હોળીની પ્રદક્ષિણાની સાથો સાથ ધાર્મિક વિધિ પણ કરી શકાશે. તો હોળી દહનના કાર્યક્રમમાં ભીડ એકઠી કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. કોરોના ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થાય તે અંગે આયોજકોને તકેદારી રાખવાની રહેશે. ધુળેટીના દિવસે જાહેરમાં ઉજવણી-સામૂહિક કાર્યક્રમ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. મહત્વનું છે કે, કોરોનાના વધતા કેસોને લઇને ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ અંગે અગાઉ DyCMએ પણ આપ્યું હતું નિવેદન
થોડા દિવસ અગાઉ હોળી-ધુળેટી અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં હોળી-ધુળેટી અંગે નિર્ણય કરાયો છે. હોળીના દિવસે ધાર્મિક રીતે હોળી દહનની જ માત્ર મંજૂરી રહેશે. ધાર્મિક ઊજવણીની હોળી દહન માટે મર્યાદિત રીતે લોકો એકત્રિત થાય તેની છૂટ આપવામાં આવી છે. હોળીની ઉજવણીમાં ટોળાશાહી કરવા, ધુળેટીમાં રંગવા-પાણી નાખવા જેવી કોઇ મંજૂરી નહીં મળે. હોળી-ધુળેટીના નાના મોટા કે જાહેર રંગોત્સવ કાર્યક્રમને મંજૂરી નહીં મળે. વધુમાં તેમણે કહ્યું કે, મને વિશ્વાસ છે કે રાજ્યના નાગરિકો જાગૃત છે એટલે કોઈ પણ વ્યક્તિ કોરોનાનું સંક્રમણ ન થાય એટલે હોળી રમશે નહીં.
Union Health Additional Secretary writes to Chief Secretaries/Administrators of states and UTs," may consider imposing local restrictions in public observations of Holi, Shab-e-Barat, Bihu, Easter and Eid-ul-Fitr and limit mass gatherings". pic.twitter.com/neGeJrzXZW
— ANI (@ANI) March 24, 2021
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.