ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / hockey legend charanjit singh pass away

અલવિદા / રમત જગતથી આવ્યા માઠા સમાચાર! ટોક્યો ઓલિમ્પિક્સમાં ગોલ્ડ અપાવનાર આ મહાન ખેલાડીનું નિધન

Published By: Pravin

Last Updated: 04:56 PM, 27 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની 1964ની ટોક્યો ઓલંપિક ગોલ્ડ મેડલ વિજેતા હૉકી ટીમના કેપ્ટન ચરણજીત સિંહ આ દુનિયાને અલવિદા કહી દીધું છે.

ADVERTISEMENT

ભારતની 1964ની ટોક્યો ઓલંપિક ગોલ્ડ મેડલ વિજેતા હૉકી ટીમના કેપ્ટન ચરણજીત સિંહ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. ગુરૂવારે હિમાચલના ઉનામાં હ્દયનો હુમલો આવતા તેમનું નિધન થઈ ગયું છે. તેઓ લાંબા સમયથી ઉંમર સાથે જોડાયેલી બિમારીથી ઝઝૂમી રહ્યા હતાં.


1964ના ટોક્યો ઓલંપિકમાં ભારતીય હોકી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારે ચરણજીત સિંહ ભારતીય ટીમના કેપ્ટન હતાં. આ ટૂર્નામેન્ટમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. આ અગાઉ 1960માં ભારતીય ટીમે રોમ ઓલંપકિમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારે પણ તેઓ ટીમના ભાગ હતાં.

 

આવતા મહિને 91મો જન્મ દિવસ મનાવાના હતાં

ચરણજીત આગામી મહિને પોતાનો 91મો જન્મ દિવસ ઉજવવાના હતા. તેમના પરિવારમાં બે દિકરા અને એક દિકરી છે. પાંચ વર્ષ પહેલા પણ ચરણજીતને સ્ટ્રોક થયો હતો અને ત્યારથી તેઓ લકવાગ્રસ્ત હતાં. તેમના દિકરા વિપી સિંહે જણાવ્યું હતું કે, 5 વર્ષ પહેલા સ્ટ્રોક આવ્યા બાદ તેઓ લકવાગ્રસ્ત હતાં. તેઓ લાકડીના ટેકે ચાલતા હતા. પણ છેલ્લા બે મહિનાથી તેમની હાલત વધારે ખરાબ થઈ ગઈ હતી. તેમણે ગુરૂવારે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. મારી બહેન દિલ્હીથી આવ્યા બાદ તેમને અંતિમ સંસ્કાર કરવામાં આવશે.


હોકી ઈંડિયાએ ચરણજીતના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે, ભારતે એક મહાન ખેલાડી ખોઈ દીધો છે. હોકી ઈંડિયાના અધ્યક્ષ જ્ઞાનેદ્રો નિગોંબમે કહ્યું કે, તેઓ મહાન હાફબૈક હતાં, તેમણે ખેલાડીઓની આખી એક પેઢીને પ્રેરણા આપી છે. તેઓ શાંતચિંત કેપ્ટન હતાં અને મેદાનમાં તેમના અનેક કૌશલ્ય અને મેદાન બહાર સજ્જનતા માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે.

તેઓ દહેરાદૂનના કર્નલ બ્રાઉન કૈમ્બ્રિઝ સ્કૂલ અને પંજાબ યુનિવર્સિટીમાંથી ભણ્યા હતાં. આંતરરાષ્ટ્રીય હોકીમાં શાનદાર કરિયરને અલવિદા કહ્યા બાદ તેઓ શિમલામાં હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીમાં શારીરિક શિક્ષણ વિભાગમાં ડાયરેક્ટર પણ રહ્યા હતાં.

ઓલંપકિ ગોલ્ડ મેડલ વિજેતા ટીમની કેપ્ટનસી સાથે તેઓ 1960 રોમ ઓલંપિકની રજત પદક વિજેતા ટીમમાં હતાં.આ ઉપરાંત તે 1962 એશિયાઈ રમતની રજત પદક વિજેતા ટીમના પણ સભ્ય હતાં. ચરણજીતની પત્નીનું 12 વર્ષ પહેલા નિધન થઈ ગયું હતું. તેમનો મોટો દિકરો કેનેડામાં ડોક્ટર છે અને નાનો દિકરો તેમની સાથે હતો. તેમની દિકરી લગ્ન બાદ દિલ્હીમાં રહે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Hockey Hockey India Sports News charanjit ગુજરાતી ન્યૂઝ Hockey

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ