ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'મને તો કંઈ જાણ જ નથી' ભાવનગરમાં કોળી સમાજના સંમેલન પર હીરા સોલંકીએ ચોંકાવ્યાં
Last Updated: 06:07 PM, 1 February 2026
ADVERTISEMENT
આજે ભાવનગરમાં યોજાનાર કોળી સમાજના સંમેલન પહેલા મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. નવનીત બાલધિયા કેસમાં સમાજને એકત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવનારા હીરા સોલંકી આ સંમેલનથી સંપૂર્ણ રીતે અજાણ હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
હીરા સોલંકીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, મને આ સંમેલન અંગે કોઈપણ પ્રકારની જાણકારી નથી. સંમેલન માટે મને કોઈ ફોન કે આમંત્રણ પણ મળ્યું નથી. તેમણે વધુમાં સ્પષ્ટતા કરી કે આજના કોળી સમાજના સંમેલનમાં નહીં જાય.
ADVERTISEMENT
હીરા સોલંકીએ જણાવ્યું કે નવનીત બાલધિયા કેસમાં ન્યાય મળી ગયો અને સંમેલન વિશે મને કોઈ જાણકારી નથી.
આ પણ વાંચોઃ ફાવી ગયા સુરતવાળા! બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કર્યાં મોટા એલાન
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે નવનીત બાલધિયા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર સામે કાર્યવાહી થયા બાદ ભાવનગરમાં કોળી સમાજનું સંમેલન બોલાવવામાં આવ્યું છે. આ સંમેલનને લઈ સમાજમાં ચર્ચાઓ તેજ બની છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.