બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Himachal Pradesh national highway 15 km long traffic jam from sunday evening, over 200 people stuck

દેશ / ફરવાની મજા નહીં સજા ! અચાનક પૂરથી 15 કિમી જામ, પ્રવાસીઓનો હાઈવે પર રાતવાસો, ભયાનક સ્થિતિ

Vaidehi

Last Updated: 03:38 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિમાચલ પ્રદેશમાં એકાએક આવેલા પૂરને લીધે હાઈવે પર 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો છે જેમાં આશરે 200 લોકો ફસાઈ ગયાં છે.

  • હિમાચલ પ્રદેશમાં હેવી ટ્રાફિક જામ
  • રવિવાર સાંજથી 15 કિમી લાંબો ટ્રાફિક જામ
  • 200થી વધુ લોકો અને 500થી વધુ કાર ફસાઈ

હિમાચલ પ્રદેશમાં મંડી અને કુલ્લૂને જોડતા રાષ્ટ્રીય રાજમાર્ગ પર એકાએક પૂરની સ્થિતિ સર્જાતા 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો છે. કોઈપણ હોટલમાં રૂમ ઉપલબ્ધ નથી અને ચિંતાની વાત તો એ છે કે તેમાં ફસાયેલા 200 લોકોને આ ટ્રાફિકમાંથી તેઓ ક્યારે મુક્ત થઈ શકશે તેનો અંદાજો પણ નથી. 

મોટાભાગનાં લોકો ટૂરિસ્ટ
રાષ્ટ્રીય રાજમાર્ગ પર ફસાયેલા આ 200 લોકોમાં મોટાભાગનાં લોકો ટૂરિસ્ટ છે. નેશનલ હાઈવેનો આ વિસ્તાર રવિવાર સાંજથી બ્લોક થઈ ગયો છે. અધિકારીઓએ જણાવ્યું કે માર્ગ રોકતાં ભારે પથ્થરોને ક્રેનની મદદથી ખસેડવામાં આવી રહ્યાં છે પરંતુ તેમાં 3-4 કલાકનો સમય લાગી શકે છે. તેમણે જણાવ્યું કે રોડ પર આવી ગયેલા પથ્થરોને હટાવવા માટે આશરે 6 -8 ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે અને તાત્કાલિક રોડ ક્લિયર કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

આશરે 500 ગાડીઓ ફસાઈ
ટ્રાફિકમાં ફસાયેલા કેટલાક લોકો તરફથી મળેલી માહિતી અનુસાર આ વિસ્તારમાં આસપાસ અનેક પાવર પ્રોજેક્ટસ અને રિસોર્ટ છે પરંતુ કોઈ વૈકલ્પિક માર્ગ નથી. આ હાઈવે રવિવાર સાંજે 5 વાગ્યાથી બ્લોક થઈ ગઈ છે. જાણકારી અનુસાર આ રોડ પર હાલમાં આશરે 500થી વધારે કાર ફસાઈ ગઈ છે. આ કારોએ આખી રાત રોડ પર વ્યતિત કરી છે. વધુ ચિંતાની વાત તો એ છે કે હવામાન વિભાગે આવતાં 2 દિવસો સુધી ભારે વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરી છે ત્યારે સંભવ છે કે અહીં પણ સ્થિતિ વધુ બગડી શકે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ