બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / high cholesterol side effects on health foods eat and not to eat

આરોગ્ય / હાઇ કોલેસ્ટ્રોલ થઇ શકે છે જીવલેણ સાબિત, કંટ્રોલમાં કરવા જાણો કઇ-કઇ ચીજ ખાવી હિતાવહ કે નુકસાનકારક?

Bijal Vyas

Last Updated: 09:03 AM, 31 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખરાબ લાઇફ સ્ટાઇલ અને ડાયટની આદતોથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે અને કોલેસ્ટ્રોલ રક્તવાહિનીઓમાં જમા થવા લાગે છે...

કોલેસ્ટ્રોલ આપણા શરીર માટે આવશ્યક ચરબી છે
ગંભીર અને જીવલેણ સમસ્યાઓનો ભય હોઈ શકે છે
ડાયટમાં પ્લાંટ બેસ્ડ વસ્તુઓનો સમાવેશ માત્ર કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદરૂપ નથી

high cholesterol side effects: લોહીમાં કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે હાનિકારક હોઈ શકે છે. હૃદયના સ્વાસ્થ્ય માટે આ સૌથી મોટો ખતરો માનવામાં આવે છે. ખરાબ લાઇફ સ્ટાઇલ અને ડાયટની આદતોથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે અને કોલેસ્ટ્રોલ રક્તવાહિનીઓમાં જમા થવા લાગે છે, લોહીના પ્રવાહમાં અવરોધ ઊભો થાય છે. આથી જ બધા લોકોને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટેના ઉપાયો કરતા રહેવાની સલાહ આપવામાં આવે છે.

કોલેસ્ટ્રોલ આપણા શરીર માટે આવશ્યક ચરબી છે, પરંતુ જ્યારે શરીરમાં તેની માત્રા વધે છે ત્યારે તે હાનિકારક બની જાય છે. વધુ પડતું કોલેસ્ટ્રોલ હૃદય રોગ, સ્ટ્રોક અને અન્ય ઘણી પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધી શકે છે. કોલેસ્ટ્રોલની સ્થિતિને નિયંત્રિત કરવા માટે, તે મહત્વનું છે કે તમે તમારા ડાયટને યોગ્ય રાખવા પર ધ્યાન આપો.

નસોમાં કેમ જામી જાય છે કોલેસ્ટ્રોલ? હાર્ટઍટેકથી બચવું હોય તો હંમેશા યાદ  રાખો આ ચાર ટિપ્સ I BAD cholesterol REASONS AND HEART ISSUES

આવો જાણીએ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા શું ખાવું અને શું ન કરવું?
ગંભીર અને જીવલેણ સમસ્યાઓનો ભય હોઈ શકે છે

ડોક્ટર્સનું કહેવું છે કે, કોલેસ્ટ્રોલની સમસ્યા વધવાની સૌથી મોટી આડ અસર હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમમાં વધારો માનવામાં આવે છે. જ્યારે કોલેસ્ટ્રોલ ધમનીઓની દિવાલો પર જમા થાય છે, તેને એથરોસ્ક્લેરોસિસ કહેવામાં આવે છે. નાની ઉંમરના લોકોને પણ સમય જતાં ઉચ્ચ કોલેસ્ટ્રોલની સમસ્યા થવાનું જોખમ હોઈ શકે છે. આવો જાણીએ કે, કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે ખોરાકમાં શું ફેરફાર કરવા જોઈએ?

કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે શું ખાવુ જોઇએ?
તબીબોનું કહેવું છે કે, ડાયટમાં પ્લાંટ બેસ્ડ વસ્તુઓનો સમાવેશ માત્ર કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદરૂપ નથી પરંતુ તે અન્ય ઘણી રીતે સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર કરી શકે છે. આ ખાદ્યપદાર્થોમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે જે પેટને સ્વસ્થ રાખવામાં અને શરીરના ઝેરી તત્વોને ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. આ ખાદ્ય પદાર્થોને ડાયટમાં સામેલ કરવાથી કોલેસ્ટ્રોલની સમસ્યાને ઓછી કરવામાં ફાયદો થઈ શકે છે.

ઉચ્ચ ફાઇબરવાળા ખોરાક, જેમ કે કઠોળ, બ્રોકોલી, શક્કરીયા અને ઘણા પ્રકારના શાકભાજી.
આખા અનાજ, જેમ કે ઓટ્સ, આખા ઘઉંની બ્રેડ, બ્રાઉન રાઇસ.
ફળો અને બેરી જેમ કે બ્લુબેરી, સ્ટ્રોબેરી, સફરજન, નારંગી, દ્રાક્ષ વગેરે.

શરીરમાં અચાનક Bad Cholesterol વધવાથી આ અંગ થઈ શકે છે ડેમેજ, જાણો તેના  નુકસાન વિશે | A sudden increase in Bad Cholesterol in the body can damage  heart know about its damage

અખરોટ અને બદામ જેવા માવા
કેટલાક વનસ્પતિ તેલ જેમ કે કેનોલા તેલ, સૂર્યમુખી બીજ તેલ અને ઓલિવ તેલ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.

  • જો તમે કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માંગતા હોવ તો આ વસ્તુઓથી દૂર રહો
  • ઉચ્ચ ચરબીવાળા ડેરી ઉત્પાદનો કોલેસ્ટ્રોલ વધારી શકે છે. જ્યારે આપણે સંપૂર્ણ ચરબીયુક્ત ડેરી અને માંસ ખાઈએ છીએ, ત્યારે તે કોલેસ્ટ્રોલની સમસ્યામાં વધારો કરી શકે છે. આવો જાણીએ, કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.
  • રેડ મીટ અને પ્રોસેસ્ડ મીટનું સેવન ઓછું કરો.
  • દૂધ અને માખણ જેવી ફુલ ફેટ ડેરી પ્રોડક્ટ્સ ઓછી ખાઓ.
  • વધારેલા તળેલા ખોરાક
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ