બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / here are the India vs WI odi team preduction

ક્રિકેટ / IND vs WI: ત્રીજી વનડે આજે, 11 ધુરંધરો સાથે જીતશે ભારત!

Bhushita

Last Updated: 10:09 AM, 14 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને વેસ્ટઇન્ડિઝની વચ્ચે 3 મેચની વનડે સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ સાંજે 7 વાગ્યાથી પોર્ટ ઓફ સ્પેનમાં યોજાનારી છે.

ભારત અંતિમ વનડે મેચને લઈને વનડે સીરિઝ પણ પોતાના નામે કરવાની ઈચ્છા ધરાવે છે. પહેલી મેચ વરસાદના કારણે રદ થયા બાદ ભારતે અન્ય મેચ ડકવર્થ લુઈસ નિયમના આધારે 59 રનથી જીતી અને મેચમાં લીડ મેળવી. હવે તેની નજર નામ મેળવવા પર છે. ભારત આ મેચ હારે છે તો સીરીઝ 1-1થી ડ્રો જશે.ત્ર ણ મેચની સીરિઝમાં ભારત 1-0થી આગળ છે. પહેલી મેચ વરસાદના લીધે રદ થઇ હતી. જ્યારે બીજી મેચ ભારતે ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે 59 રને જીતી હતી. ભારત 2006થી વિન્ડીઝ સામે બાઈલેટરલ સીરિઝ હાર્યું નથી અને આજે સતત 9મી સીરિઝ પોતાના નામે કરી શકે છે.

ભારત વેસ્ટ ઇન્ડિઝ સામેની છેલ્લી 10માંથી 7 મેચ જીત્યું, 2 હાર્યું અને 1 મેચ ટાઈ થઇ હતી.રવિવારે વિરાટ કોહલીની 42મી સદી થકી ભારતે વિન્ડીઝને સરળતાથી હરાવ્યું હતું. જોકે ટીમ હજી સુધી ચોથા નંબરે કોણ બેટિંગ કરશે તેનો જવાબ આપી શકી નથી. ઋષભ પંત ફરી એક વાર વિકેટ ફેંકીને પેવેલિયન ભેગો થયો હતો. જોકે મુંબઈકર શ્રેયસ ઐયરે જવાબદારી પૂર્વક બેટિંગ કરતા 71 રન કર્યા હતા. પૂર્વ ક્રિકેટર ગાવસ્કરના જણાવ્યા અનુસાર શું ટીમ ઐયરને ચોથા ક્રમે તક આપશે કે પંતને જાળવી રાખશે, તે જોવાનું રહેશે.  મેચમાં રોહિત શર્મા અને શિખર ધવન પર ટીમ ઇન્ડિયાને સારી શરૂઆત આપવાની જવાબદારી રહેશે. નંબર 3 પર કેપ્ટન વિરાટ કોહલી રમશે. નંબર 4 પર શ્રેયસ ઐય્યર બેટિંગ કરશે. બીજી મેચમાં તેઓએ સારું પ્રદર્શન આપ્યું હતું. તેને લઈને તેમને ચોથા ક્રમે ઉતારવામાં આવશે. ઓલરાઉન્ડર કેદાર જાધવને 6 નંબરની તક મળી શકે છે. આ સમયે શક્ય છે કે તે પોતાનું સ્થાન બનાવી શકે.

બીજી વનડેની જેમ જ બીજા દાવમાં બેટિંગ કરવી અઘરી સાબિત થશે. પિચ ધીમી થતી જશે અને સ્પિનર્સ મેદાનમાં આવી શકે છે. ટોસ જીતનાર કપ્તાની પ્રથમ બેટિંગ કરશે તેવું જણાઈ રહ્યું છે. ભારત તરફથી વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, શ્રેયસ ઐયર,ઋષભ પંત, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, લોકેશ રાહુલ, મનીષ પાંડે, યૂઝવેન્દ્ર ચહલ, નવદીપ સૈની અને ખલીલ અહેમદ કિસ્મત અજમાવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Cricket IND vs WI ODI Players for the Indian Team આ ખેલાડીઓ રમી શકે છે ત્રીજી વનડે Cricket
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ