બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heavy rains in Central Gujarat and North Gujarat of Gujarat, rain in 170 taluks in last 24 hours

મેઘમહેર / બનાસકાંઠામાં મેઘરાજાની બઘડાટી, સૌથી વધુ સવા 4 ઈંચ વરસાદ, છેલ્લા 24 કલાકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ

Malay

Last Updated: 08:26 AM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain In Gujarat: ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે મેઘરાજાની મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ દાંતીવાડામાં ધડબડાટી બોલાવી છે.

  • 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદ
  • સૌથી વધુ દાંતીવાડામાં સવા 4 ઈંચ વરસાદ 
  • નડિયાદમાં સવા 3 ઈંચ વરસાદ નોંધાયો

ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદનું જોર ઘટ્યું છે. જોકે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોને મેઘરાજાએ રીતસરના ધમરોળી નાંખ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 170 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના દાંતીવાડામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. બનાસકાંઠાના દાંતીવાડામાં ચોવિસ કલાકમાં સવા 4 ઈંચ વરસાદ પડતા પાણી-પાણી થઈ ગયું છે. ભારે વરસાદને પગલે દાંતીવાડા ડેમમાં પણ વરસાદી પાણીની આવક થઈ છે. તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. 

ગુજરાતમાં ચાર દિવસ વરસાદની આગાહી, તારીખો નોંધી લેજો: સૌરાષ્ટ્રથી લઈને  ઉત્તર-મધ્ય ગુજરાતને ઘમરોળશે મેઘરાજા | The Meteorological Department has  predicted another 4 ...

આ વિસ્તારમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી
છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ બનાસકાંઠાના દાંતીવાડા ઉપરાંત નડિયાદમાં પણ ધમાકેદાર બેટિંગ કરી છે. અહીં છેલ્લા 24 કલાકમાં સવા 3 ઈંચ પડ્યો છે. જ્યારે મહુધામાં 2.5 ઈંચ, ડીસામાં 2.5 ઈંચ, ગોધરામાં 2 ઈંચ, ડોલવણમાં પોણા 2 ઈંચ, રાધનપુરમાં 1.5 ઈંચ, બનાસકાંઠાના પાલનપુરમાં 1.5 ઈંચ, દાંતા અને પલસાણામાં 1.5 ઈંચ, મહુવામાં 1.5 ઈંચ અને ખેડામાં પણ 1.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે જ માતર અને દિયોદરમાં 1.5 ઈંચ, ઉમરેઠમાં સવા ઈંચ, સુબિરમાં સવા ઈંચ, મહેમદાવાદ સવા ઈંચ, દેસરમાં સવા ઈંચ, ઠાસરામાં સવા ઈંચ, કપડવંજમાં સવા ઈંચ વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં ફરીવાર જામશે ચોમાસું! રાજ્યમાં આ 5 દિવસ હળવાથી ભારે વરસાદની  આગાહી, જાણો આજે ક્યાં ખાબકશે | light to heavy rain forecast in Gujarat from  September 8 to 12

ઓરસંગ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું
ભારે વરસાદના કારણે છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ગણાતી ઓરસંગ નદી બે કાંઠે થઈ છે. આ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકાર થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતાં દાંતીવાડા ડેમના છ દરવાજા ખોલીને બનાસ નદીમાં 30 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ ડેમ 86.62 ટકાથી વધુ ભરાઈ ચૂક્યો છે. બનાસ નદીમાં પાણી છોડાતાં આસપાસના ગામોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 75.63 ટકા વરસાદ
ગુજરાતમાં અત્યાર સુધીમાં પડેલા વરસાદ વિશે વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાની સિઝનનો 75.63 ટકા વકસાદ વરસ્યો છે. કચ્છમાં સૌથી વધુ 134 ટકા અને સૌરાષ્ટ્રમાં 108 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યના 43 તાલુકાઓમાં 40 ઈંચથી વધુ, 94 તાલુકાઓમાં 20થી 40 ઈંચ અને 104 તાલુકાઓમાં 10થી 20 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. 

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ?

  • દાંતીવાડા સવા 4 ઈંચ 
  • નડિયાદ સવા 3 ઈંચ 
  • ડીસા 2.5 ઈંચ 
  • ગોધરા 2 ઈંચ 
  • ડોલવણ પોણા 2 ઈંચ
  • રાધનપુર 1.5 ઈંચ 
  • પાલનપુર 1.5 ઈંચ વરસાદ 
  • દાંતા 1.5 ઈંચ
  • પલસાણા 1.5 ઈંચ 
  • મહુવા 1.5 ઈંચ 
  • ખેડા 1.5 ઈંચ 
  • માતર 1.5 ઈંચ
  • દિયોદર 1.5 ઈંચ
  • ઉમરેઠ સવા ઈંચ 
  • સુબિર સવા ઈંચ 
  • મહેમદાવાદ સવા ઈંચ
  • દેસર સવા ઈંચ 
  • ઠાસરામાં સવા ઈંચ
  • કપડવંજ સવા ઈંચ 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ