બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Heavy rain forecast in North Gujarat for the next 24 hours in the state

આગાહી / આગામી 24 કલાક ગુજરાતનાં આ બે જિલ્લા માટે 'ભારે', મેઘરાજા બોલાવશે ધડબડાટી

Khyati

Last Updated: 01:55 PM, 24 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી વધુ એક આગાહી, ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી

  • રાજ્યમાં કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી
  • આગામી 24 કલાક રાજ્યમાં વરસાદની આગાહી
  • મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદની આગાહી

ગુજરાતમાં આ વખતે બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે.  શ્રાવણમાં  મેઘો ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે. અત્યાર સુધી ઉત્તરગુજરાતમાં ઓછો વરસાદ નોંધાયો હતો તેની કમી પણ હવે પુરી થઇ ગઇ છે. કારણે કે છેલ્લા ઘણા દિવસોમાં મેઘરાજા ઉત્તર ગુજરાત તરફ વળ્યા છે. અહીં ધડબડાટી બોલાવી રહ્યા છે. ત્યારે હજી પણ 24 કલાક ઉત્તર ગુજરાત માટે ભારે રહેવાના.

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહેશે. તેમાં પણ ખાસ કરીને 24 કલાક સુધી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહેસાણા,બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદી માહોલ રહેશે.  જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં 5 દિવસ સુધી સામાન્ય વરસાદ રહેશે. અમદાવાદમાં પણ આજે સાંજ સુધી ધીમીધારે વરસાદ રહેશે. 

8 જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર

હવામાન વિભાગે રાજ્યમાં કચ્છ, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.  જ્યારે અન્ય 8 જિલ્લાઓમાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. જેમાં અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણની શક્યતા રહેલી છે.

 

મહિસાગરમાં કડાણા અને ભાદર ડેમમાં પાણીની આવકમાં વધારો

તમને જણાવી દઇએ કે, મહિસાગરમાં કડાણા અને ભાદર ડેમમાં પાણીની આવક યથાવત જોવા મળી રહી છે. કડાણા ડેમમાં હાલ 1 લાખ 35 હજાર કયુસેક પાણીની આવક છે. જ્યારે ભાદર ડેમમાં 2 હજાર કયુસેક પાણીની આવક નોંધાઇ છે. પાણીની આવકથી મહિસાગર અને ભાદર નદી બે કાંઠે આવી ગઇ છે. મહિસાગર નદી પર આવેલ વણાક બોરી ડેમ પણ ઓવરફ્લો થઇ ગયો છે. આથી, મહિસાગર અને પંચમહાલના 128 ગામોને એલર્ટ કરવામા આવ્યાં છે.

 

દાંતીવાડા ડેમ 5 વર્ષ બાદ ભરાયો

બનાસકાંઠાના દાંતીવાડા ડેમ પર બ્લુ સિગ્નલ અપાયું છે. ડેમનું જળ સ્તર 80 ટકાને પાર થતા બ્લુ સિગ્નલ આપવામાં આવ્યું છે. ડેમમાં પાણીની સપાટી 598.70 ફૂટ પર પહોંચતા તંત્ર એલર્ટ થઇ ગયું છે. દાંતીવાડા ડેમની ભયજનક સપાટી 604 ફૂટે પહોંચી છે. ડેમમાં અત્યારે 21 હજાર ક્યુસેક પાણીની આવક થઇ છે. જ્યારે 5 વર્ષ બાદ દાંતીવાડા ડેમ ભરાયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

આગાહી ઉત્તર ગુજરાત ભારે વરસાદ હવામાન વિભાગ Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ