બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શિયાળામાં 30 ટકા વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ લક્ષણોને ન કરો નજરઅંદાજ

હેલ્થ ટિપ્સ / શિયાળામાં 30 ટકા વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ લક્ષણોને ન કરો નજરઅંદાજ

Last Updated: 07:31 PM, 2 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WHOની રિપોર્ટ અનુસાર શિયાળામાં ઉનાળાની સરખામણીએ હાર્ટ એટેક આવવાનું જોખમ 30% સુધી વધી જાય છે. હાર્ટ એટેક આવવાનું એક મોટું કારણ નસોની બ્લોકેજ હોય છે. બ્લૉકેજના કારણે જ હાર્ટ ફેલ પણ થઈ શકે છે.

દેશના ઘણા વિસ્તારોમાં અત્યારે ખૂબ ઠંડી પડી રહી છે. ઘટતા તાપમાનમાં હ્રદય સંબંધિત બીમારીનું જોખમ ખૂબ વધી જાય છે. WHOની રિપોર્ટ અનુસાર શિયાળામાં ઉનાળાની સરખામણીએ હાર્ટ એટેક આવવાનું જોખમ 30% સુધી વધી જાય છે. હાર્ટ એટેક આવવાનું એક મોટું કારણ નસોની બ્લોકેજ હોય છે. બ્લૉકેજના કારણે જ હાર્ટ ફેલ પણ થઈ શકે છે. તો ચાલો જાણીએ શિયાળામાં હાર્ટ એટેક કેમ આવે છે અને હાર્ટ બ્લૉકેજના લક્ષણો શું હોય છે.

heart-attack-in-women

શિયાળામાં ઓછું તાપમાન હોવાથી હાર્ટની નસો સંકોચાઈ શકે છે. આનાથી બ્લડ ફ્લો યોગ્ય રીતે નથી થઈ શકતો. લોહીનું સર્ક્યુલેશન યોગ્ય રીતે ન થવાથી હાર્ટ એટેક કે પછી હાર્ટ ફેલનું જોખમ રહે છે. નસો બ્લોક થવાથી હાર્ટ એટેક આવે છે. એવામાં હાર્ટ બ્લૉકેજના લક્ષણો વિશે જાણકારી હોવી જરૂરી છે. જો આની સમયસર ખબર પડી જાય તો તમે હાર્ટ એટેકના જોખમનો સરળતાથી સામનો કરી શકો છો.

PROMOTIONAL 12

હાર્ટ બ્લૉકેજના લક્ષણો

હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે છાતીમાં દુખવું એ હાર્ટ બ્લૉકેજનું સૌથી સામાન્ય લક્ષણ છે. જેમાં ઘણી વાર છાતી પર દબાવ કે જકડનનો અનુભવ થાય છે. જો તમને ગેસની સમસ્યા નથી અને છાતીમાં સતત દુખાવો થાય છે તો તરત હોસ્પિટલ જવું. હાર્ટ બ્લૉકેજના આણ્યું લક્ષણોમાં હાર્ટ બ્લૉકેજના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે, ખાસ કરીને જ્યારે તમે હળવો વ્યાયામ કરો છો અથવા થોડું વધારે ઝડપી ચાલો છો. એ પણ ધ્યાન રાખો કે ધબકારા અચાનક તો નથી વધતાંને કારણ કે આ પણ બ્લૉકેજનું એક લક્ષણ હોઈ શકે છે.  

વધુ વાંચો:બ્રેસ્ટ કેન્સરનો જડમૂળમાંથી ખાતમો! IITના વૈજ્ઞાનિકોએ વિકસાવ્યું હાઈડ્રોજેલ, જાણો કેવી રીતે કરશે કામ

હાર્ટ બ્લૉકેજથી બચાવ

ખાણીપીણીમાં ધ્યાન રાખો

નિયમિત વ્યાયામ

ધુમ્રપાનથી દૂર રહેવું

માનસિક ટેન્શન ન લેવું

વર્ષમાં એક વાર હાર્ટ ચેકઅપ કરાવવું

દારૂનું સેવન લિમિટમાં કરવું

આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો તરત સારવાર કરાવવી 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

heart blockage heart attack health tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ