બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Heaps of notes in the cricket bookie's house: 17 crores are empty cash, gold and silver are like treasures.

મોટી કાર્યવાહી / ક્રિકેટના બુકીના ઘરમાં તો નોટોના ઢગલા: 17 કરોડ તો ખાલી કેશ, સોનું અને ચાંદી એટલા કે જાણે ખજાનો, રેડમાં જુઓ બીજું શું મળ્યું

Priyakant

Last Updated: 03:20 PM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maharashtra News: બુકીએ વેપારીને નકલી સટ્ટાબાજીની એપ્સમાં રોકાણની લાલચ આપી  58 કરોડની છેતરપિંડી કરી, બુકીના ઘરેથી મળ્યા 17 કરોડ રોકડા

  • લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યાં ના મરે, વેપારી સાથે 58 કરોડની છેતરપિંડી
  • આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બુકીએ એક વેપારીને નકલી સટ્ટાબાજીની એપ્સથી છેતર્યો 
  • પોલીસે આરોપીના ઘરે રેડ કરતાં, 17 કરોડ રોકડ, 14 કિલો સોનું અને 200 કિલો ચાંદી મળ્યું

આપણે ત્યાં એક કહેવત છે કે, લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યાં ના મરે. આવી જ એક ઘટના મહારાષ્ટ્રથી સામે આવી છે. વાત જાણે એમ છે કે, મહારાષ્ટ્રના ગોંદિયામાં સ્થિત એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બુકીએ એક વેપારીને નકલી સટ્ટાબાજીની એપ્સમાં રોકાણ કરવાની લાલચ આપી અને પછી તેની સાથે રૂ. 58 કરોડની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. 

પોલીસે બુકીના ઘરે રેડ કરી તો... 
આ તરફ ફરિયાદ બાદ જ્યારે નાગપુર પોલીસે કાકા ચોક ખાતે આરોપીના ઘરે દરોડો પાડ્યો તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ. અહીં પોલીસને 17 કરોડ રૂપિયાથી વધુની રોકડ, લગભગ 14 કિલો સોનું અને 200 કિલો ચાંદી મળી આવી છે જેને જપ્ત કરવામાં આવી છે. પોલીસના દરોડા પહેલા જ આરોપી ભાગી ગયો હોઇ હાલ તપાસ ચાલુ છે. 

ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ બનાવનાર કથિત 'બુકી' અનંત ઉર્ફે સોન્ટુ નવરતન જૈન નાગપુરથી 160 કિમી દૂર ગોંદિયા શહેરમાં રહેતો હોવાની શંકા છે. જ્યારે પોલીસે જૈનના ઘરે દરોડો પાડ્યો ત્યારે તે તેના એક દિવસ પહેલા જ દુબઈ ભાગી ગયો હતો. જોકે તેણે એક વેપારીને નકલી સટ્ટાબાજીની એપ્સમાં રોકાણ કરવાની લાલચ આપી અને પછી તેની સાથે રૂ. 58 કરોડની છેતરપિંડી કરી હોવાનું ખૂલ્યું છે. 

શું કહ્યું નાગપુરના પોલીસ કમિશ્નરે ? 
નાગપુરના પોલીસ કમિશ્નર અમિતેશ કુમારે જણાવ્યું હતું કે, જૈને ફરિયાદી વેપારીને ઓનલાઈન જુગારમાંથી પૈસા કમાવવાની લાલચ આપી હતી. પ્રારંભિક ખચકાટ પછી વેપારી જૈનના રફિયાનો શિકાર બન્યો અને હવાલા એજન્ટ દ્વારા 8 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા. જૈને વેપારીને ઓનલાઈન જુગાર ખાતું ખોલવા માટે વોટ્સએપ પર એક લિંક આપી હતી. ઉદ્યોગપતિએ ખાતામાં 8 લાખ રૂપિયા જમા કરાવ્યા અને જુગાર રમવાનું શરૂ કર્યું. શરૂઆતની સફળતા પછી, ઉદ્યોગપતિને આંચકો લાગવા માંડ્યો કારણ કે તેણે માત્ર રૂ. 5 કરોડ જીત્યા હતા પરંતુ રૂ. 58 કરોડ ગુમાવ્યા હતા.

વેપારીને શંકા ગઈ અને પછી.... 
આ તરફ ભારે નુકશાન જતાં વેપારીને શંકા થઈ કારણ કે તે મોટાભાગે ખોટમાં હતો અને તેણે તેના પૈસા પાછા માંગ્યા પરંતુ જૈને ના પાડી. જેને લઈ વેપારીએ સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદમાં ભારતીય દંડ સંહિતા હેઠળ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો. પોલીસે ગોંદિયામાં જૈનના ઘરે દરોડો પાડ્યો હતો.

દુબઈ ભાગી ગયો આરોપી, ઘરેથી 17 કરોડ મળ્યા
આ દરોડા દરમિયાન આરોપી બુકીના ઘરેથી 17 કરોડ રૂપિયા રોકડા, 14 કિલો સોનું અને 200 કિલો ચાંદીના રૂપમાં સોનાના બિસ્કિટ અને જ્વેલરી મળી આવી હતી. જોકે બુકી જૈન પોલીસને ચકમો આપી ગયો હતો. તે દુબઈ ભાગી ગયો હોવાની આશંકા છે. અધિકારીએ જણાવ્યું હતું કે, જપ્ત કરાયેલી સંપત્તિની કુલ કિંમત હજુ નક્કી કરવાની બાકી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ