બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / health world heart day what is the biggest cause of heart disease

હેલ્થ ટિપ્સ / હાર્ટની બીમારીનું આ છે સૌથી મોટું કારણ, શું તમે જાણો છો? જાણો હેલ્ધી રાખવાના બેસ્ટ ઉપાય

Arohi

Last Updated: 11:37 AM, 27 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Heart Day: દરેક વ્યક્તિમાં એક જેવા રોગ નથી હોતા માટે તેમની સારવારની રીત પણ અલગ હોય છે. જીનોમ મેપિંગની મદદથી હૃદય રોગની સાથે ડાયાબિટીસ અને કેન્સરના જોખમની પણ જાણકારી મેળવી શકાય છે.

  • હાર્ટની બીમારીનું આ છે સૌથી મોટું કારણ
  • જાણો હેલ્ધી રાખવાના બેસ્ટ ઉપાય 
  • આ ત્રણ રીતે હાર્ટને રાખો હેલ્ધી 

હાર્ટ સાથે જોડાયેલી બિમારીઓના કેસ આજકાલ ખૂબ જ વધી ગયા છે. અવ્યવસ્થિત જીવનશૈલી અને ભોજને હૃદય સંબંધી બીમારીઓનું જોખમ વધારી દીધુ છે. એવામાં હાર્ટ હેલ્થને સ્વસ્થ્ય રાખવા માટે આપણે 29 સપ્ટેમ્બરે દુનિયાભરમાં વિશ્વ હૃદય દિવસ ઉજવીએ છીએ. જેમાં લોકોને પોતાના હાર્ટને સ્વસ્થ્ય રાખવા માટે જાગૃત કરવામાં આવે છે. 

હાર્ટની બીમારીનું સૌથી મોટુ કારણ 
સારૂ ભોજન ન કરવું અને બેઠાળુ જીવન હાર્ટની બીમારીઓનું સૌથી મોટુ કારણ છે. આ સમસ્યાઓનું નિવારણ સરળતાથી કરી શકાય છે. 

પરંતુ દરેક લોકો સ્વાસ્થ્યને લઈને સજાગ નથી હોતા અને ડોક્ટરોની સલાહ પર ધ્યાન નથી આપતા. આજ કારણ છે કે હૃદય સાથે સંબંધિત સમસ્યાઓ વધી રહી છે. 

તકેદારી સૌથી સારો ઉપાય
જો પરિવારમાં કોઈને હૃદય સાથે સંબંધિ સમસ્યા છે તો તેની આશંકા વધી જાય છે. તેના માટે પહેલાથી સજાગતા જરૂરી છે. જો આનુવંશિક કારણની જાણકારી છે તો સમય સમય પર તપાસ કરાવો. 

યોગ્ય વજન અને શારીરિક શ્રમ 
દરેક વખતે નસોમાં અવરોધ જ મૃત્યુનું કારણ નથી. હૃદયની ગતિ અચાનક વધી જવાના કારણે મુશ્કેલી આવી શકે છે. બે વાતો મહત્વપૂર્ણ છે યોગ્ય વજન અને શારીરિક શ્રમ. જો ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશરની સાથે ધૂમ્રપાન અને દારૂની આદત છે તો સતર્ક રહેવાની જરૂર છે. 

જો વજન બરાબર છે અને કોઈ રિસ્ક ફેક્ટર નથી તો પણ નિયમિત લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ કરાવવો જોઈએ. જો એલડીએલ ખૂબ વધારે છે તો સતર્ક થઈ જાઓ. આ 100ની આસપાસ જ રહેવું જોઈએ. 

કરો આ ઉપાય 
હાર્ટ હેલ્થ તપાસો 

હૃદય સાથે સંબંધિત બિમારીના લક્ષણ દેખાત જ તપાસ કરાવી લો.
તેમાં ઈસીજી, ઈકો, ટ્રેડમિલ ટેસ્ટ, સીટી કોરોનરી એન્જિયો ટેસ્ટ હોય છે. 
ઘણી વખત એન્જિયોગ્રાફી પણ કરાવવી પડે છે. આ ટેસ્ટ સરળતાથી થાય છે. 
તેનાથી સાઈલેન્ટ બ્લોકની પણ જાણકારી મળે છે. જે સામાન્ય રીતે તકલીફ નથી આપતું. 

જીનોમ મેપિંગની મદદથી સારવાર 
દરેક વ્યક્તિમાં એક જેવા રોગ નથી હોતા. માટે તેના ઉપાય પણ અલગ હોય છે. જીનોમ મેપિંગની મદદથી હૃદય રોગ ડાયાબિટીસ અને કેન્સરના જોખમની પણ જાણકારી મળે છે. આ પહેલા મોંઘુ હતું પરંતુ હવે 15-20 હજાર રૂપિયા ખર્ચ કરીને જાણકારી મેળવી શકાય છે કે તમને કેટલો ખતરો છે. જો ખતરો વધારે હોય તો દર્દીની દવા અને આખો કોર્સ તેના અનુસાર જ નક્કી કરવામાં આવે છે.  

બ્રિસ્ક વોક કરો 
આજકાલ ઓછી ઉંમરમાં હૃદય સંબંધી મુશ્કેલીઓ સામાન્ય થઈ જાય છે. હૃદયને સ્વસ્થ્ય રાખવા માટે દરરોજ 40-50 મિનિટ સુધી બ્રિસ્ક વોક એટલે કે ફાસ્ટ ચાલવું. ફાસ્ટ ચાલવાનો આ અભ્યાસ અઠવાડિયામાં ત્રણથી ચાર દિવસ કરી શકાય છે. પહેલાથી હૃદય સંબંધી મુશ્કેલીઓ છે તો ડૉક્ટર્સની સલાહ જરૂર લો. 

કરાવો સંપૂર્ણ ચેકઅપ
જો પરિવારમાં કોઈને હૃદય રોગ છે તો એક વખતે તમારૂ ચેકઅપ કરાવો. સંપૂર્ણ ચેકઅપ કરવાથી ખતરાથી બચી શકાય છે. ચેકઅપ કર્યા બાદ યોગ્ય ખોરાક અને કસરત વગેરે માટે સજાગ થઈ શકો છો. કોલેસ્ટ્રોલ વધેલું છે તો ભોજનને નિયંત્રિત કરવાના ઉપાય કરો. કસરત માટે વધારે સમય આપો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ