બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Health News things you should not do after meal

હેલ્થ ટિપ્સ / ખાવાનું ખાધા બાદ ભૂલથી પણ ન કરશો આ ભૂલો નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

Bhushita

Last Updated: 10:57 AM, 25 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભોજના બાદ અજાણતા કરાતી તરત સૂઈ જવાની અને ફળ ખાઈ લેવાની કે પછી કોઈ કસરત નહીં કરવાની ભૂલો તમને મોટું નુકસાન કરી શકે છે. માટે આ આદત આજથી બદલો તે જરૂરી છે.

  • ખાવાનું ખાધા બાદ બદલી લો આ આદત
  • જો કરશો આ ભૂલો તો થશે નુકસાન
  • ખાવાનું ખાધા બાદ કરો થોડી કસરત

ખાવાનું ખાઈ લીધા બાદ કેટલાક નિયમોનું પાલન જરૂરી છે. જો તમે આવું નહીં કરો તો તમને મોટું નુકસાન થઈ શકે છે. તો જાણો જમ્યા બાદ તરત જ શું ન કરવું જેથી તમારી હેલ્થ સારી રહે.

તરત જ સૂવું નહીં

અનેક લોકોની આદત હોય છે કે તેઓ જમ્યા બાદ તરત જ સૂઈ જાય છે. આ તેમના માટે ખતરનાક સાબિત થાય છે. ઊંઘ પાચનક્રિયામાં બાધા ઉત્પન્ન કરે છે. જમ્યા બાદ સૂવાથી પેટ ફૂલવું, પીડા, શરીરના દર્દની સંભાવના રહે છે. 

ના કરો વ્યાયામ

જમ્યા બાદ તરત જ કસરત કરવી નહીં. ખાવાનું ખાધા બાદ જિમ કે વર્કઆઉટ કરવાથી તમને બેચેની અને અ સુવિધાનો અનુભવ થાય છે. 

ન પીઓ સિગરેટ

જો તમે ભોજન કર્યા બાદ તરત જ સિગરેટ પીઓ છો તો તે હેલ્થ માટે હાનિકારક હોય છે. નિકોટીન ઓક્સીજનની સાથે પ્રતિક્રિયા કરીને અનેક સમસ્યાઓ જન્માવે છે. તેનાથી આંતરડાના કેન્સરની સંભાવનાઓ વધે છે. 

ફળ ખાવાનું ટાળો

જો તમે જમ્યા બાદ તરત જ પોષક તત્વોથી ભરપૂર ફળ ખાવાનું પસંદ કરો છો તો તે તમને  નુકસાન કરી શકે છે. તેનાથી પાચનક્રિયા પ્રભાવિત થાય છે. ખાલી પેટે કે ભોજન કર્યા બાદ થોડા સમય બાદ ફ્રૂટ ખાવું ફાયદારૂપ રહે છે.

તરત ન્હાઓ નહીં

કહેવાય છે કે ખાવાનું ખાઈ લીધા બાદ તરત જ ન્હાવું નહીં. ભોજન બાદ પાચનતંત્ર કામ કરવાનું શરૂ કરે છે. આમ કરવાથી પાચનક્રિયા ધીમી પડે છે. ભોજન કર્યાના 30-40 મિનિટ બાદ ન્હાવું હેલ્થ માટે સારું રહે છે.  

તરત ચા ન પીઓ


કેટલાક લોકોની આદત હોય છે કે જમીને ચા પીવાની. નોકરી કરનારા લોકો જમ્યા પછી તરત ચા પીએ છે. ચામાં પોલિફિનોલ્સ અને ટેનિંસ જેવા કેમિકલ હોય છે જે શરીરને ભોજનમાંથી મળનારા ન્યુટ્રિઅન્સને ખતમ કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ