બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / આરોગ્ય / health news hyper acidity can be a sign of heart attack

સાવધાન / હદથી વધારે એસિડિટી થાય તો હાર્ટ ઍટેકનો હોઈ શકે સંકેત! બંને વચ્ચે કઈ રીતે છે કનેક્શન? જાણો શું કહે છે WHO

Arohi

Last Updated: 02:59 PM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sign Of Heart Attack: પેટની એસિડિટી પણ ક્યારેક ક્યારેક હાર્ટ એટેકના શરૂઆતી સંકેત હોઈ શકે છે. પરંતુ તેને ઓળખવા ખૂબ જ જરૂરી છે.

  • વધારે પડતી એસિડિટી છે ખતરાનો સંકેત 
  • હોઈ શકે છે હાર્ટ એટેકના શરૂઆતી લક્ષણ 
  • લક્ષણને ઓળખવા ખૂબ જ જરૂરી 

પેટમાં એસિડિટી હોવાથી શરીર પર અમુક એવા લક્ષણ જોવા મળે છે જેનાથી છાતી કે ગળામાં મુશ્કેલી થાય છે. ઉલ્ટી આવવી, ખાટ્ટા કે કડવા ઉબકા આવવા. પેટનું એસિડ ગળામાં પાછુ આવવું. પેટમાં બ્લોટિંગ, સોજા કે ખૂબ વધારે ઓડકાર આવવા. આ બધા એસિડિટીના લક્ષણ હોઈ શકે છે. જ્યાં સુધી છાતીમાં દુખાવાની વાત છે તો શું તે હાર્ટ એટેકના લક્ષણ છે? 

પરંતુ છાતીમાં બળતરા અને હાર્ટ એટેક આવવાને સીધી રીતે કોઈ ખાસ સંબંધ નથી. ભોજન પચાવવા માટે એસિડની જરૂર હોય છે. પરંતુ જો વધારે પ્રમાણમાં પેટમાં એસિડ બનવા લાગે તો આ સંપૂર્ણ પાચન તંત્રને મુશ્કેલીમાં મુકી શકે છે. સ્પાઈસી, ફેટથી ભરપૂર ભોજન અને ઓવર ઈટિંગ કરવાના તરત બાદ સુવાથી પેટમાં એસિડિટી થાય છે. 

સ્પાઈસી અને ઓર ઈટિંગના કારણે પણ પેટમાં એસિડિટી થાય છે
ભોજન પચાવવા માટે એસિડની જરૂર હોય છે. પરંતુ જો વધારે પ્રમાણમાં પેટમાં એસિડ બનવા લાગે તો આ આપણા પાચન તંત્રને મુશ્કેલીમાં મુકી શકે છે. સ્પાઈસી, ફેટથી ભરપૂર ભોજન અને ઓવર ઈટિંગ કર્યા બાદ તરત સુવાથી પેટમાં એસિડિટી થઈ શકે છે. 

ધુમ્રપાન, દારૂ પીવુ અને સ્થૂળતા એસિડિટીના ખતરાને વધારી શકે છે. એવું ત્યારે થાય છે જ્યારે પેટ ખૂબ વધી ગયું હોય અને છાતીને અડતુ હોય. તેનાથી એસિડ રિફ્લક્સ થાય છે. ગર્ભાવસ્થા વખતે હોર્મોનલ ચેલેન્જ પેટ પર દબાણ એસિડ રિફ્લેક્સનું કારણ બની શકે છે. 

ભોજન કર્યા બાદ તરત ન સુવુ 
અમુક દવાઓ જેમ કે એસ્પિરિન, ઈબુપ્રોફેન, અમુક મસલ્સને આરામ આપનાર દવાઓ અને બ્લડ પ્રેશરની દવાઓ LESને આરામ આપી શકે છે. જેનાથી એસિડ ફરી અન્નનળીમાં પ્રવાહિત થઈ શકે છે. ગેસ્ટ્રોએસોફેગલ રિફ્લક્સ રોગ, પેપ્ટિક અલ્સર અને ગેસ્ટ્રોપેરેસિસ જેવી સ્થિતિઓ ક્રોનિક એસિડિટીમાં યોગદાન કરી શકે છે. 

સ્ટ્રેસ વધારે વધવાથી પણ એસિડિટી વધી શકે છે. ચોકલેટ, ખાટ્ટા ફળ, ટામેટા, ફુદીનો, ડુંગળી અને કેફીન એલએએસને આરામ આપી શકે છે અને એસિડ રિફ્લક્સમાં મદદ કરી શકે છે. ભોજન કર્યા બાદ તરત સુઈ જવાના કારણે એસિડિટીના લક્ષણોનો ખતરો વધી શકે છે. ભોજન કર્યાના તરત બાદ સુવાથી પેટમાં એસિડ વધે છે. 

પેટ પર દબાણ કરે તેવા ટાઈટ બેલ્ટ કે કપડા પહેરવાથી એસિડ રિફ્લેક્સને પ્રોત્સાહન મળી શકે છે. એસિડિટી ક્યારેક ક્યારેક હાર્ટ એટેકનો સંકેત પણ હોઈ શકે છે. જોકે આ કોઈ નિશ્ચિત લક્ષણ નથી. પરંતુ ખાસ કરીને મહિલાઓને હાર્ટ એટેકથી પહેલા છાતીમાં બળતરા અને અપચાની ફરિયાદ હોય છે. એવામાં લોકોએ હાર્ટ એટેકના સંકેતને ઓળખવા જાઈએ. 

શું કહ્યું WHOએ?
WHO અનુસાર, હૃદય રોગ દુનિયાભરમાં મોતનું પ્રમુખ કારણ છે. જેનાથી દર વર્ષે અંદાજીત 1.79 કરોડ મોત થાય છે. WHOનું કહેવું છે કે સીવીડીથી થતા પાંચમાંથી 4 મોત હાર્ટ એટેકના સ્ટ્રોકના કારણે થાય છે. અને તેમાંથી એક તૃતયાંશ મોત 70 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં સમય કરતા પહેલા થાય છે. 

એક રિપોર્ટ અનુસાર ગેસ્ટ્રોએસોફેગલ રિફ્લક્સ ડિઝીઝની રીતે પણ ઓળખવામાં આવે છે. સૌથી સામાન્ય ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ વિકારોમાંથી એક છે. જે પશ્ચિમી સંસ્કૃતિમાં લગભગ 20% યુવાઓમાં મળી આવે છે. 

એક મોટુ અંતર એ છે કે હાર્ટ એટેકમાં સામાન્ય રીતે દુખાવાની જગ્યા પર દબાણ, મરોડ જેવો અનુભવ થાય છે. તે ડાબા ખભા, છાતી અને ડોક સુધી ફેલાઈ શકે છે. છાતીમાં બળતરા જેવો અનુભવ થાય છે અને ગળા સુધી ફેલાઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ