બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / health news common mistakes people makes while walking

Health Tips / ચાલતી વખતે મોટાભાગના લોકો કરે છે આ ભૂલો, તમે પણ કરતા હોવ તો આજથી જ સુધારી લેજો

Arohi

Last Updated: 03:49 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Walking Mistakes: એક્સરસાઈઝ ફિટ અને એક્ટિવ રહવાનો એક સારો ઓપ્શન છે. આજકાલના વ્યસ્ત શેડ્યુલના કારણે લોકો મોટાભાગે વર્કઆઉટ કે જીમ માટે સમય નથી કાઢી શકતા. એવામાં વોકિંગ એક સારો વિકલ્પ છે.

  • ચાલતી વખતે તમે તો નથી કરતાને આ ભૂલ? 
  • વોકિંગ એક્સરસાઈઝનો એક સારો વિકલ્પ
  • વોકિંગના ઘણા ફાયદા 

સ્વસ્થ્ય રહેવા માટે લોકો ઘણા ઉપાય કરે છે. હેલ્ધી ડાયેટથી લઈને વર્કઆઉટ સુધી લોકો ફિટ રહેવા માટે કોઈને કોઈ રીત અપનાવે છે. જોકે વ્યસ્ત લાઈફ હોવાના કારણે ખૂબ મુશ્કેલીથી થોડો સમય મળે છે. એવામાં મોટાભાગના લોકો પોતાને ફિટ રાખવા માટે વોકિંગ કરવાનું પસંદ કરે છે.  

તેને કરવા માટે જીમ જવાની કે ભારે વજન ઉપાડવાની જરૂર નથી. જોકે ખૂબ જ સિંપલ એક્સરસાઈઝ હોવા છતાં લોકો મોટાભાગે ચાલતી વખતે અમુક ભૂલ કરી બેસે છે. જે તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મર અસર કરે છે. એવામાં એ જાણવું જરૂરી છે કે એવી કઈ ભૂલો છે જે વોક કરતી વખતે તમારે બિલકુલ પણ ન કરવી જોઈએ. 

ખરાબ પોશ્ચર 
જો તમે ઈચ્છો છો કે તમને વોકિંગનો પુરો ફાયદો મળે તો હંમેશા પોતાના પોશ્ચર પર ધ્યાન રાખો. ચાલતી વખતે સીધુ પોશ્ચર રાખો. એવું કરવાથી શ્વાસ લેવામાં સુધાર થાય છે. પીઠનો સ્ટ્રેસ ઓછો થાય છે અને સામાન્ય રીતે સંતુલનમાં સુધાર થાય છે. 

હાથ સ્વિંગ ન કરવા
ચાલતી વખતે તમારા હાથને સ્વિંગ કરવા વોકિંગની એક સારી રીત છે. વોકિંગ વખતે હાથને સ્વિંગ કરવાથી તમારી ચાલવાની ક્ષમતામાં સુધાર થાય છે. સાથે જ તમને સંતુલન અને લય બનાવી રાખવામાં પણ મદદ મળે છે. જોકે ઘણા લોકો વોકિંગ સમયે આવું નથી કરતા જેનાથી વોકને સંપૂર્ણ ફાયદો તેમને નથી મળી શકતો. 

ખોટા ફૂટવેર 
વોક કરતી વખતે ખોટા ફૂટવેર મુશ્કેલીનું કારણ બની શકે છે અને તમને નુકસાન પણ પહોંચાડી શકે છે. એવામાં પ્રયત્ન કરો કે વોક વખતે તમે સારી ફિટિંગ વાળા ફૂટવેરનો ઉપયોગ કરો. જે આરામદાયક હોય અને જેમાં તમને ચાલવામાં સરળતા રહે. આ પ્રકારે તમને ફોલ્લી અને પગ સાથે સંબંધિત અન્ય સમસ્યાઓ થવાની સંભાવના ઓછી થઈ જશે. 

પાણીની કમી 
વોકિંગ જેવી એક્સરસાઈઝ કરતી વખતે હાઈડ્રેટેડ રહેવું જરૂરી છે. જો તમે ડિહાઈડ્રેશનનો શિકાર છો તો તમને થાક અને મસલ્સમાં મુશ્કેલી આવી શકે છે. એવામાં વોકિંગ વખતે તમારી પાસે પુરતુ પાણી રાખો અને વારંવાર પાણી પીતા રહો. 

ચાલતી વખતે નીચે જોવુ
ઘણા લોકોની આદત હોય છે કે તે ચાલતી વખતે મોબાઈલનો ઉપયોગ કરે છે અથવા તો નીચે પગની તરફ જોવે છે. જોકે આ આદત પણ તમારા પર નકારાત્મક પ્રભાવ કરી શકે છે. આમ કરવાથી તમારી કોડ અને પીઠ પર દબાણ પડી શકે છે. એવામાં પ્રયત્ન કરો કે ચાલતી વખતે સીધુ પોશ્ચર બનાવીને ચાલો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ