બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ક્યારેય ખાધું છે પાણીમાં પલાળેલું અંજીર? નહીં ને, તો આજથી જ શરૂ કરી દેજો, થશે ફાયદા
Last Updated: 11:55 AM, 7 November 2024
ડ્રાય ફ્રુટ્સમાં અંજીર એક ફાયદાકારક સુપરફૂડ છે. અંજીરને ફ્રુટ અને ડ્રાય ફ્રુટ કોઈપણ સ્વરૂપમાં ખાઈ શકાય છે. મોટાભાગના લોકો સૂકા અંજીરનું સેવન કરે છે. સૂકા અંજીર જલ્દી ખરાબ થતા નથી. જો કે, સૂકા અંજીરને પાણીમાં પલાળીને ખાવાથી તેના ફાયદા વધી જાય છે. પાણીમાં પલાળેલા અંજીર પેટ અને પાચન માટે ફાયદાકારક બની જાય છે. જો અંજીરનું પાણી પણ પીવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે અમૃત સમાન બની જાય છે. કબજિયાત, ગેસ અને એસિડિટી દૂર કરીને અંજીર શરીરને તાકાત આપે છે. શારીરિક નબળાઈ દૂર કરવા માટે દરરોજ પલાળેલા અંજીર ખાવા જોઈએ.
ADVERTISEMENT

અંજીરને પાણીમાં પલાળીને ખાવાના ફાયદા
ADVERTISEMENT
અંજીરને પાણીમાં પલાળીને ખાવાથી કબજિયાતથી રાહત મળે છે. અંજીરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે પેટ સાફ કરવામાં મદદ કરે છે અને વજન પણ ઘટાડે છે. પાણીમાં પલાળેલા અંજીરનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ વધુ ઘટી જાય છે. જેના કારણે ડાયાબિટીસના દર્દીઓ પણ અંજીર ખાઈ શકે છે. હૃદયને સ્વસ્થ રાખવા અને બ્લડ શુગર ઘટાડવા માટે અંજીરને પલાળીને જ ખાવા જોઈએ. દરરોજ પલાળેલા 2 અંજીર ખાવાથી હાડકાં મજબૂત થાય છે. સગર્ભા સ્ત્રીઓ અને PMS અને PCOD ના દર્દીઓ પણ અંજીર ખાઈ શકે છે.

ADVERTISEMENT
અંજીરનું પાણી પીવાના ફાયદા
જો રાત્રે અંજીરને સ્વચ્છ પાણીમાં પલાળીને રાખવામાં આવે અને સવારે અંજીર ખાઈને પછી તેનું વધેલું પાણી પીવામાં આવે તો તેના પણ ઘણા ફાયદા થાય છે. અંજીરનું પાણી ઘણા વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. તેનાથી ગેસ અને એસિડિટીમાં રાહત મળે છે. અંજીરનું પાણી પાચન પ્રક્રિયાને સરળ બનાવવામાં મદદ કરે છે. પલાળેલા અંજીર અને તેનું પાણી આંતરડા માટે સારું માનવામાં આવે છે. અંજીરનું પાણી વજન ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. અંજીરનું પાણી ત્વચાને સ્વસ્થ બનાવવા અને સ્ટ્રેસ દૂર કરવામાં પણ ફાયદાકારક છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: આજથી જરૂર આટલી બાબતોનું ધ્યાન રાખજો, શિયાળાની સિઝનમાં ક્યારેય નહીં પડો બીમાર
એક દિવસમાં કેટલા અંજીર ખાવા જોઈએ?
ADVERTISEMENT
અંજીર ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્વીટ ડ્રાયફ્રુટ છે. પરંતુ ફાયદાના ચક્કરમાં વધુ પડતા અંજીર ખાવાથી નુકસાન પણ થઈ શકે છે. વ્યક્તિએ દિવસમાં 2-3 થી વધુ અંજીર ન ખાવા જોઈએ. વધુ પડતા અંજીર ખાવાથી બ્લડ શુગર વધી શકે છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.