બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / આજથી જરૂર આટલી બાબતોનું ધ્યાન રાખજો, શિયાળાની સિઝનમાં ક્યારેય નહીં પડો બીમાર

photo-story

7 ફોટો ગેલેરી

હેલ્થ / આજથી જરૂર આટલી બાબતોનું ધ્યાન રાખજો, શિયાળાની સિઝનમાં ક્યારેય નહીં પડો બીમાર

Last Updated: 08:54 AM, 7 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શિયાળાની સિઝન લગભગ આવી ગઈ છે અને વાતાવરણમાં ઠંડકનો અનુભવ થવા લાગ્યો છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ માટે પોતાને ફિટ રાખવું ખૂબ જ જરૂરી છે. શિયાળામાં સ્વસ્થ રહેવા માટે શું કરવું તે જાણીએ.

1/7

photoStories-logo

1. શિયાળો વધી જાય છે રોગપ્રતિકારક શક્તિ

નવેમ્બર શરૂ થતાં જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને હળવી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. અનુમાન મુજબ ઉત્તર ભારતમાં આગામી સપ્તાહમાં ઠંડી વધી શકે છે. એવામાં દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું પડશે. આયુર્વેદ અનુસાર શિયાળો એ ઋતુ છે જેમાં કુદરતી રીતે રોગપ્રતિકારક શક્તિ વધી જાય છે. ઠંડા હવામાન દરમિયાન, શરીરનું તાપમાન ઘટી જાય છે અને શરીર નવા હવામાનને અનુકૂળ થવા માટે થર્મોરેગ્યુલેશનમાંથી પસાર થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. શિયાળામાં સ્વસ્થ રહેવાની ટિપ્સ

કેટલીકવાર આ બદલાવ શિયાળાની ઋતુની ઘણી બીમારીઓ પણ લાવી શકે છે, પરંતુ જો થોડી સાવચેતી રાખશો તો તેનાથી બચીને શિયાળાની ઋતુની મજા માણી શકાય છે. તો ચાલો જાણીએ કઈ રીતોથી આપણે શિયાળામાં સ્વસ્થ રહી શકીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. સ્વસ્થ આહાર

આખા અનાજ, લીન મીટ, ફીશ, ચીકન, કઠોળ, ડ્રાયફ્રુટ, સીડ્સ, જડીબુટ્ટીઓ, મસાલા, તાજા ફળો અને શાકભાજીવાળી બેલેન્સ ડાયેટ લેવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. સાથે જ વિટામિન સીથી ભરપૂર વસ્તુઓનું પણ વધુ સેવન કરવું જોઈએ, જેથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. એકસરસાઈઝ

શિયાળામાં પોતાને ફિટ રાખવા માટે ફિઝિકલ એક્ટીવીટી જરૂર કરવી જોઈએ. યોગા, જોગિંગ, વોકિંગ અથવા સ્ટ્રેન્થ ટ્રેઇનિંગ કરીને શરીરને ગરમ રાખી શકાય છે. આનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહેશે જ્યારે ફ્લૂ અથવા શરદી જેવી સિઝનલ બીમારીઓ સામે રક્ષણ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. મોઇશ્ચરાઇઝર

શિયાળામાં સ્કિન ડેમેજ એક મોટો ખતરો છે. ઠંડા હવામાનથી ત્વચાને નુકસાન થાય છે, જેના કારણે ત્વચા શુષ્ક થઈ જાય છે અને ખંજવાળ આવે છે, હોઠ ફાટી જાય છે અને પગની એડી ફાટી જાય છે. શિયાળામાં ત્વચાની સંભાળ માટે મોઇશ્ચરાઇઝર લગાવવાનું ભૂલશો નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. પાણી

દરરોજ જરૂરી માત્રામાં પાણી પીવું જોઈએ, હાઇડ્રેટેડ રહેવું જરૂરી છે. પાણી આપણી સિસ્ટમને શુદ્ધ કરવામાં અને શરીરમાંથી ટોક્સીન દૂર કરવામાં, પોષક તત્વોને શરીરના કોષો સુધી પહોંચાડવામાં અને શરીરના લિક્વિડને સંતુલિત કરવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. ઊંઘ

સારી ઊંઘ શરીરની રોગપ્રતિકારક શક્તિને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલને ખતમ કરે છે અને મસલ્સ રિકવરી કરવામાં પણ મદદ કરે છે. સારું સ્વાસ્થ્ય જાળવવા માટે ઊંઘ ખૂબ જ જરૂરી છે, તેથી ઓછામાં ઓછી 7-8 કલાકની ગાઢ ઊંઘ લો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Health News Health Tips for Winter Stay Healthy In Winter

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ