બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Head Wound Dressed With Condom Pack At Madhya Pradesh Health Centre

વાયરલ / MPની ક્લિનિકમાં કંપાઉન્ડરની કરતૂત, મહિલાના માથા પર વાગેલા ભાગમાં કોન્ડોમના પેકેટનો પાટો બાંધ્યો

Hiralal

Last Updated: 05:11 PM, 20 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના એક હેલ્થ કેર ક્લિનિકમાં બનેલી એક અજીબ ઘટનામાં કંપાન્ડર મહિલા દર્દીનો ઘા કોન્ડોમના રેપરથી ઢાંક્યો.

  • મધ્યપ્રદેશના મુરેનાના હેલ્થ ક્લિનિકનો અજીબ કિસ્સો 
  • કંપાઉન્ડરે મહિલાના માથા પરના ઘા પર કોન્ડોમથી ડ્રેસિંગ કર્યું 
  • મહિલાને બીજી હોસ્પિટલમાં લઈ જવાઈ ત્યારે થયો ખુલાસો

મધ્યપ્રદેશના એક હેલ્થ કેર ક્લિનિકમાં બનેલી એક વિચિત્ર ઘટનાએ લોકોનું માથું ફેરવી નાખ્યું છે. મૂરેનાના હેલ્થ ક્લિનિકમાં માથાના ઘાનું ડ્રેસિંગ કરાવવા માટે આવેલી એક મહિલાને ત્યારે આઘાત લાગ્યો કે જ્યારે તેણે જાણ્યું કે તેના માથા પર કોન્ડોમનો પેક લગાડીને ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું. માથામાં થયેલી ઈજા બાદ મહિલા હેલ્થ ક્લિનિકમાં આવી હતી. ડોક્ટરે કંપાઉન્ડરે મહિલાના માથા પર ડ્રેસિંગ કરવાનું જણાવ્યું હતું પરંતુ કંપાઉન્ડરને બીજું કંઈ કાપડ ન મળ્યું પરંતુ તેણે કોન્ડોમનું રેપર લીધું અને તેની વડે મહિલાના માથાનું ડ્રેસિંગ કરી નાખ્યું. 

વધુ સારવાર માટે હોસ્પિટલમાં ગઈ ત્યારે ખબર પડી 
મહિલાને તો આ વાતની કંઈ ખબર નહોતી પરંતુ જ્યારે તેને ઘા ન મટ્યો ત્યારે તે વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થઈ હતી ત્યારે આ વાતનો ખુલાસો થયો હતો ત્યારે તે નવાઈ પામી હતી. હોસ્પિટલ સ્ટાફને આ વાત જાણીને ખૂબ નવાઈ લાગી હતી. મહિલા હોસ્પિટલ સત્તાવાળાઓને આ અંગેની જાણ કરી હતી ત્યાર બાદ ડ્રેસરને સસ્પેન્ડ કરી દેવાયો હતો. 

કંપાઉન્ડરને સસ્પેન્ડ કરી દેવાયો 
મુરેનાના પોર્સા સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં માથામાં થયેલી ઈજાને કારણે લોહી નીકળતું અટકાવવા માટે કપાસની સાથે સાથે મહિલાના માથા પર એક કોન્ડોમનું રેપર ટેમ્પર બાંધવામાં આવ્યું હતું, જે કામચલાઉ પટ્ટીના સ્વરૂપમાં હતું. આ ચોંકાવનારી ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે મહિલાની ઈજાની ગંભીરતાને કારણે તેને મુરેનાની જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી, જ્યાં ઘાની સારવાર કરવામાં આવી હતી. મહિલા ધર્મગઢથી આવી હતી. ડો.ધર્મેન્દ્ર રાજપૂત  ઈમરજન્સી ફરજ પર હતા અને વોર્ડ બોય અનંત રામ હતા. ડો.ધર્મેન્દ્રએ વોર્ડ બોયને સુતરાઉ પેડ પર કાર્ડ બોર્ડ જેવી સામગ્રી રાખવાની સૂચના આપી હતી, પરંતુ તેણે કોન્ડોમના રેપર વડે મહિલાનું ડ્રેસિંગ કરી નાખ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ