બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / Hdfc bank launches pilot for offline digital payments can make or receive payment without mobile network

તમારા કામનું / આ બેંકના ગ્રાહકો માટે ગુડ ન્યુઝ: હવે વિના મોબાઇલ નેટવર્ક પણ આસાનીથી કરી શકાશે ટ્રાન્ઝેક્શન, લૉન્ચ થયો પાયલટ પ્રોજેક્ટ

Megha

Last Updated: 04:48 PM, 13 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

HDFC બેંકે ઓફલાઇન ડિજિટલ પેમેન્ટની સુવિધા લોન્ચ કરી છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કરવામાં આવેલ આ સુવિધાને એચડીએફસી બેંકએ ક્રંચફિશ સાથે મળીને વેપારીઓ અને ગ્રાહકો માટે ઑફલાઇન ડિજિટલ પેમેન્ટના આ સોલ્યુશન્સના ટેસ્ટિંગ માટે લોન્ચ કર્યું છે.

  • હવે મોબાઇલ નેટવર્ક વગર પણ ચૂકવણી થશે
  • ઓફલાઇનપે હેઠળ સરળતાથી કેશલેસ ચુકવણીઓ કરી શકાશે
  • દેશમાં ઓફલાઈન ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં નવા અધ્યાયની શરુઆત

Offline Digital Payments: ખાનગી ક્ષેત્રની   દેશની સૌથી મોટી બેંક HDFC બેંકે ઓફલાઇન ડિજિટલ પેમેન્ટની સુવિધા લોન્ચ કરી છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કરવામાં આવેલ આ સુવિધાને એચડીએફસી બેંકએ ક્રંચફિશ સાથે મળીને વેપારીઓ અને ગ્રાહકો માટે ઑફલાઇન ડિજિટલ પેમેન્ટના આ સોલ્યુશન્સના ટેસ્ટિંગ માટે લોન્ચ કર્યું છે. આરબીઆઈના રેગ્યુલેટરી સેન્ડબોક્સ પ્રોગ્રામ ( RBI Regulatory Sandbox Program)ના ઓફલાઈનપે હેઠળ તેને લોન્ચ કરવામાં આવ્યું છે.

એચડીએફસી બેંકના ઓફલાઈનપે હેઠળ   ગ્રાહકો અને વેપારીઓ મોબાઇલ નેટવર્ક વગર પણ ચૂકવણી કરી શકશે અને તેને રિસિવ પણ કરી શકશે. ઓફલાઈન મોડમાં ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન લોન્ચ કરનારી HDFC બેંક દેશની પ્રથમ બેંક બની ગઈ છે. HDFC બેંકની ઓફલાઇનપેની સુવિધાથી   નાના શહેરો, ગ્રામીણ વિસ્તારો અને શહેરોમાં ડિજિટલ પેમેન્ટ સરળતાથી કરી શકાશે. 

શહેરી વિસ્તારોમાં મોટા પબ્લિક ઈવેન્ડ, ટ્રેડ   ફેયર,   પ્રદર્શનો જ્યાં મોબાઇલ નેટવર્કમાં વધુ કંજેશન હોય છે ત્યાં પણ ઓફલાઇનપે હેઠળ સરળતાથી કેશલેસ ચુકવણીઓ કરી શકાશે. એટલું જ નહી, અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન, પાર્કિંગ પ્લોટ, રિટેલ સ્ટોર્સ કે જે નેટવર્ક બ્લાઇન્ડ સ્પોટ છે ત્યાં સરળથાથી વ્યવહારો કરી શકાશે. પ્લેન, ટ્રેન અથવા જહાજોમાં પણ નેટવર્ક વગર સરળથાથી ચુકવણી કરી શકાય છે. આ તેના પ્રકારનું પ્રથમ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન છે જે આરબીઆઈના નિયમનકારી સેન્ડબોક્સ પ્રોગ્રામ હેઠળ પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવ્યું છે.

આરબીઆઈના સેન્ડબોક્સ પ્રોગ્રામ હેઠળ એચડીએફસી બેંક સતત રેગ્યુલેટર સાથે પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી. સપ્ટેમ્બર 2022 માં આરબીઆઈથી ક્રંચફિશ સાથે પાર્ટનરશિપમાં તૈયાર કરાયેલા   HDFC બેંકની આ એપ્લિકેશનને RBI તરફથી ગ્રીન સિગ્નલ મળી ગયું હતું જેથી રેગ્યુલેટરી સેન્ડબોક્સથી એક્સેસ કરી શકાય. ક્રંચફિશ ડિજિટસ કેશ એબી Crunchfish ABની સબ્સિડિયરી છે જે નૈસબેક પર લિસ્ટેડ છે. જો પાયલટ પ્રોજેક્ટ સફળ રહ્યો તો દેશમાં ઓફલાઈન ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં નવા અધ્યાયની શરુઆત થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ