બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / hd video sharing feature will soon be available in whatsapp

ટેક ન્યુઝ / WhatsApp યુઝર્સ માટે ગુડ ન્યુઝ: ટૂંક સમયમાં Appની અંદર આવશે આ જોરદાર ફીચર્સ, આવી જશો મોજમાં

Bijal Vyas

Last Updated: 10:26 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WhatsApp બીટા વર્ઝન 2.23.14.10માં એન્ડ્રોઇડ યુઝર્સ માટે અને બીટા વર્ઝન 23.13.0.76માં iOS યુઝર્સ માટે આ ફીચરનું પરીક્ષણ કરી રહ્યું છે.

  • HDની સાથે સ્ટેંડર્ડ ક્વોલિટીમાં પણ વીડિયો શેર કરવાનું મળશે ઓપ્શન 
  • HD સ્ટેંડર્ડ ક્વોલિટીમાં ઇમેજ શેરિંગનો પણ ફીચર મળશે
  • યૂઝર્સને એપમાં શું મળશે HD વીડિયો-ઇમેજ શેરિંગ ફીચર

WhatsApp new feature: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપ ટૂંક સમયમાં હાઇ-ક્વોલિટી વિડિયો ફીચર લાવવા જઇ રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર, WhatsApp બીટા વર્ઝન 2.23.14.10માં એન્ડ્રોઇડ યુઝર્સ માટે અને બીટા વર્ઝન 23.13.0.76માં iOS યુઝર્સ માટે આ ફીચરનું પરીક્ષણ કરી રહ્યું છે.

આ ફીચરની મદદથી કંપની વોટ્સએપ યુઝર્સને ઉચ્ચ ગુણવત્તાવાળા વીડિયો મોકલવાનો વિકલ્પ આપવા જઈ રહી છે. આ કરવા માટે, એપ્લિકેશન ઓછી કમ્પ્રેસ કરીને વીડિયો મોકલશે. જોકે, આ પછી પણ યુઝર્સને ઓરિજિનલ ક્વોલિટીમાં વીડિયો મોકલવાનો વિકલ્પ નહીં મળે.

WABetaInfo ने ट्वीट कर वॉट्सऐप में अपकमिंग HD वीडियो शेयरिंग फीचर के बारे में जानकारी दी।

HDની સાથે સ્ટેંડર્ડ ક્વોલિટીમાં પણ વીડિયો શેર કરવાનું મળશે ઓપ્શન 
WABetaInfo દ્વારા શેર કરવામાં આવેલા સ્ક્રીનશૉટમાં, તે દૃશ્યમાન છે કે HD ગુણવત્તાવાળા વિડિયો શેર કરવાનો વિકલ્પ ક્રોપ આઇકોનની બાજુમાં જ દેખાય છે. HD વિકલ્પ પસંદ કરીને વીડિયો શેર કરતી વખતે, વીડિયોની નીચે 'HD' વોટરમાર્ક દેખાય છે.

આ સાથે જ્યારે તમે HD વીડિયો શેર કરવાના વિકલ્પને ટચ કરશો, તો સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં ઈમેજ શેર કરવાનો વિકલ્પ પણ દેખાશે. HD વીડિયો શેરિંગ વિકલ્પમાં, યૂઝર્સ પ્રમાણભૂત ગુણવત્તામાં 592 X 1280 પિક્સલ રિઝોલ્યુશન સાથે 4.9MB સુધીના વીડિયો અને 392 X 848 પિક્સેલ રિઝોલ્યુશન સાથે વધુમાં વધુ 2.2MB વીડિયો શેર કરી શકશે.

Topic | VTV Gujarati

HD સ્ટેંડર્ડ ક્વોલિટીમાં ઇમેજ શેરિંગનો પણ ફીચર મળશે
WABetaInfo અનુસાર, WhatsApp બીટા વર્ઝન 2.23.12.13માં એન્ડ્રોઇડ યુઝર્સ માટે અને બીટા વર્ઝન 23.11.0.76માં iOS યુઝર્સ માટે આ ફીચરનું ટેસ્ટ કરી રહ્યું છે. આ ફીચરની મદદથી વોટ્સએપ યુઝર્સ 4096 X 2692 પિક્સલ રિઝોલ્યુશન સુધીની તસવીરો શેર કરી શકશે.

યૂઝર્સને એપમાં શું મળશે HD વીડિયો-ઇમેજ શેરિંગ ફીચર
આ બંને ફીચર્સનું અપડેટ મેળવ્યા પછી, જ્યારે વોટ્સએપ યુઝર્સ વીડિયો શેર કરશે, ત્યારે તેમને ઓપ્શન ક્રોપ આઇકોનની બાજુમાં HD વીડિયો શેરિંગનું આઇકન દેખાશે. તે જ સમયે, જ્યારે યુઝર્સ ઇમેજ શેર કરશે, ત્યારે તેમને તે જ જગ્યાએ HD ઇમેજ શેરિંગ આઇકોન દેખાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ