બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પોલીસ કમિશનરો તપાસ કરી રહ્યાં છે, અમદાવાદ-વડોદરામાં બોમ્બની ધમકી પર હર્ષ સંઘવી-રિવાબા જાડેજાની પ્રતિક્રિયા

ગાંધીનગર / પોલીસ કમિશનરો તપાસ કરી રહ્યાં છે, અમદાવાદ-વડોદરામાં બોમ્બની ધમકી પર હર્ષ સંઘવી-રિવાબા જાડેજાની પ્રતિક્રિયા

Published By: Vishal Khamar

Last Updated: 11:08 AM, 16 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ અને વડોદરાની શાળાઓમાં ધમકી મુદ્દે શિણમંત્રીની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં રાજ્ય શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ બોંબ થ્રેટ બાબતે સરકાર ગંભીર છે. તેમજ આ સમગ્ર બાબતે રાજ્ય સરકાર તપાસ કરી રહી છે.

અમદાવાદ, વડોદરાની શાળાઓમાં ધમકી મુદ્દે શિક્ષણમંત્રી રિવાબા જાડેજાની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં રીવાબાએ જણાવ્યું હતું કે, બોંબ થ્રેટ બાબતે સરકાર ગંભીર છે. શાળાઓ સાથે અન્ય કોઈ જગ્યાએ થ્રેટ મળે તેને ગંભીરતાથી લેવામાં આવે છે. રાજ્ય સરકાર બોંબ થ્રેટ બાબતે તપાસ કરી રહી છે.

રાજ્યમાં બોમ્બની ધમકીઓ અંગે DGP ને સૂચનાઓ આપી છેઃ ગૃહમંત્રી

ગુજરાત વિધાનસભા બજેટ સત્રના પ્રારંભ પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું હતું. રાજ્યમાં બોમ્બની ધમકીઓ અંગે DGP ને સૂચનાઓ આપી છે. તેમજ અમદાવાદ અને વડોદરા શહેરમાં બોમ્બની ધમકી અંગે તપાસ કરી રહ્યા છે. બંને શહેરોના પોલીસ કમિશ્નર આ અંગે તપાસ કરી રહ્યા છે.

અમદાવાદની 15 અને વડોદરાની 17 સ્કૂલોને ધમકી

ગુજરાતના મોટા શહેરોમાં અવાર નવાર ઈ-મેઈલ મારફતે બોમ્બની ધમકી મળતી હોય છે. આજે અમદાવાદની 15 સ્કૂલ તેમજ વડોદરાની 17 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલીક ધોરણે તમામ સ્કૂલોને ખાલી કરાવવા આદેશ કર્યો હતો. તેમજ બાળકોને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવાનું કહ્યું હતું.

પોલીસની અલગ અલગ ટીમો સ્કૂલમાં પહોંચી

તેમજ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસની અલગ અલગ ટીમો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ બોમ્બ ડિસ્પોઝ ટીમ, ફાયર બ્રિગ્રેડની ટીમો ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને સ્કૂલમાં તપાસ શરૂ કરી હતી. તેમજ સાયબર ક્રાઈમ દ્વારા ઈ-મેઈલ ક્યાંથી કરવામાં આવ્યો તે બાબતે તપાસ શરૂ કરી છે.

બપોરે 1 વાગ્યે બોમ્બ બ્લાસ્ટ થવાની ધમકી

સોમવારે વડોદરાની 17 સ્કૂલ તેમજ અમદાવાદની 15 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેમાં બપોરે 1 વાગ્યે બોમ્બ બ્લાસ્ટ થવાની ધમકી આપી હતી. તેમજ કારમાં બોમ્બ મૂક્યો હોવાનો પણ મેઈલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધમકી મળતા પોલીસ તાત્કાલીક સ્કૂલ ખાતે પહોંચી હતી. તેમજ બોમ્બ સ્કવોર્ડ, ડોગ સ્કવોર્ડ તેમજ ફાયરની ટીમો સ્કૂલ ખાતે પહોંચી હતી. તેમજ બાળકોને સુરક્ષિત રીતે સ્કૂલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

અમદાવાદની 15 સ્કૂલોને ધમકી મળી

  • DAV ઇન્ટરનેશનલ સ્કૂલ, મકરબા
  • એશિયા સ્કૂલ, વસ્ત્રાપુર
  • એ વન સ્કૂલ, સેટેલાઇટ
  • અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલ, કૃષ્ણનગર
  • સંત કબીર, નવરંગપુરા
  • સિલ્વર બેલ સ્કૂલ, બાપુનગર
  • તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલ, બોપલ
  • SGVP ગુરુકુળ સ્કૂલ
  • એ.જી. હાઈસ્કુલ નવરંગપુરા
  • જે.જી. ઇન્ટરનેશનલ સ્કૂલ
  • દિવાન બલ્લુભાઈ
  • સી.એન વિધાલય
  • વિજયનગર સ્કૂલ
  • ખાલસા લિટલ સ્કૂલ બાપુનગર
  • જીવીબા સ્કૂલ, ઘોડાસર

મળતી માહિતી મુજબ, ત્રણેય શાળાઓને ઇમેઇલ મારફતે બોમ્બ ધમકી આપવામાં આવી હતી. ધમકી મળતા જ શાળાઓ તાત્કાલિક ખાલી કરાવવામાં આવી અને વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. સુરક્ષાની દૃષ્ટિએ ત્રણેય શાળામાં રજા જાહેર કરવામાં આવી.

વડોદરાની કઈ સ્કૂલોને ધમકી મળી

  • ડી. આર. અમીન, વાસણા રોડ
  • ઉર્મી, સમાસાવલી
  • નાલંદા, વાઘોડિયા રોડ
  • બરોડા હાઈસ્કુલ, બગીખાના
  • નવયુગ, સમા
  • જીવન સાધના, નાઘરવાડા
  • AWS, ડભોઇ
  • શાનેન, ખોડિયારનગર
  • GPS સ્કૂલ, વાઘોડિયા
  • બ્રાઈટ ડે સ્કૂલ, વાસણા
  • આત્મીય વિધાલય
  • ડોન બોસ્કો, મકરપુરા રોડ
  • બીલાબોંગ, વડસર
  • ઓકઝીલિયમ, સુસેન સર્કલ
  • જેનીથ સ્કૂલ, પ્રતાપનગર
  • અમેરિકન સ્કૂલ, કપુરાઇ
  • ગ્રીન વેલી સ્કૂલ, ભીમપુરા

ખાસ કરીને ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ પણ ખાલી કરાવી દેવામાં આવી હતી અને સમગ્ર કેમ્પસને પોલીસ કબ્જામાં લઈ તપાસ શરૂ કરવામાં આવી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી સઘન ચકાસણી હાથ ધરી હતી.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, તેમ છતાં સુરક્ષા પગલાં તરીકે સમગ્ર પરિસરમાં તપાસ ચાલુ રાખવામાં આવી છે. ધમકી કોણે અને શા માટે આપી તે અંગે સાયબર સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં NRI યુવકના અકસ્માત બાદ રાજકીય ગરમાવો

શહેરમાં આવી ઘટનાને પગલે વાલીઓમાં ચિંતા વ્યાપી ગઈ હતી, જોકે પોલીસ દ્વારા પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનો વિશ્વાસ આપવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Vadodara News Ahmedabad News

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ