અમદાવાદઃ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સામેલ અમદાવાદ શહેરે આજે સ્થાપનાના 607 વર્ષ પૂરાં કર્યા છે. મહત્વનુ છે કે ગુજરાતના સુલતાન અહમદ બાદશાહે 27 ફેબ્રુઆરીએ ઇ.સ. 1411માં અમદાવાદ શહેરની સ્થાપના કરી હતી. 466 ચો.કિ વિસ્તારમાં ફેલાયેલ શહેરની 65 લાખ વસ્તી છે.
ત્યારે આજે શહેરના સ્થાપના દિવસની અલગ અલગ રીતે ઉજવણી કરવવામાં આવશે. અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ સ્થાપના દિવસ મનાવવામાં આવી રહ્યુ છે.
આજે શહેરના તમામ હેરિટેજ ઇમારતોને રોશનીથી શણગારાશે. આજે ભદ્ર કિલ્લો આસ્ટોડિયા દરવાજા એલિસબ્રિજ સીદી સૈયદની જાળી પ્રેમ દરવાજા પર રોશની કરીને સ્થાપના દિવસની ઉજવણી કરાશે.
આ ઉપરાંત સ્વચ્છતા રેલી અને હેરિટેજ રેલીનું આયોજન પણ કરાશે. સ્વચ્છતા રેલીમાં હાથી અને ઘોડા જોડાશે.
આ દિવસે સરખેજના રોઝાને રોશનીથી શણગારવામાં પણ આવશે. ગુજરાત યુનિવર્સિટીમાં હેરિટેજ કોર્સ શરૂ થશે. સ્થાપનાદિન નિમિત્તે પુજા અર્ચના સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.