બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / hanuman makers announce donation of rs 26 crores to ram mandir

Entertainment / રામ મંદિર માટે 'હનુમાન' ફિલ્મના નિર્માતાઓએ દાનમાં આપ્યા કરોડો રૂપિયા, સંકલ્પ જાણીને ચોંકી જ

Manisha Jogi

Last Updated: 10:58 AM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોક્સઓફિસ પર ફિલ્મ ‘હનુમાન’ રિલીઝ થવાની સાથે શાનદાર પરફોર્મ કરી રહી છે. . આ ફિલ્મની ટિકીટથી જે કમાણી થઈ છે, તેમાંથી કરોડો રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે.

  • 'હનુમાન' ફિલ્મના નિર્માતાઓએ દાનમાં આપ્યા કરોડો રૂપિયા
  • ફિલ્મની કમાણીમાંથી દાન આપવામાં આવ્યું
  • ફિલ્મ મેકર્સે કરી હતી ખાસ જાહેરાત

બોક્સઓફિસ પર ફિલ્મ ‘હનુમાન’ રિલીઝ થવાની સાથે શાનદાર પરફોર્મ કરી રહી છે. આ ફિલ્મે આઠ કરોડથી ઓપનિંગ કરી હતી. ફિલ્મની કમાણીમાં સતત વધારો થઈ રહ્યો  છે. આ ફિલ્મે 9 દિવસમાં 114.45 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મે વૈશ્વિક સ્તરે 175 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ અવસરે ફિલ્મ મેકર્સે ખાસ જાહેરાત કરી છે. આ ફિલ્મના તેલુગુ ડિસ્ટ્રીબ્યુટર મૈત્રીએ જણાવ્યું છે કે, રામ મંદિર માટે 2.6 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. આ ફિલ્મની ટિકીટથી જે કમાણી થઈ છે, તેમાંથી આ દાન આપવામાં આવ્યું છે. 

ફિલ્મ રિલીઝ પહેલા મેકર્સે જાહેરાત કરી હતી કે, તમામ ટિકીટમાંથી પાંચ રૂપિયા રામ મંદિર માટે દાનમાં આપશે. ફિલ્મ મેકર્સે ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને જાણકારી આપી છે કે, ‘તમામ 53,28,211 લોકોનો આભાર, જેમણે રામ મંદિર માટે 2,66,41,055 રૂપિયાનું દાન આપ્યું છે અને આ મહાન કાર્યમાં શામેલ થયા છે. તમે પણ ફિલ્મ ‘હનુમાન’ જોઈને આ દિવ્ય અનુભવનો હિસ્સો બની શકો છો. તમે ટિકીટ માટે જે રકમ આપી છે, તેમાંથી 5 રૂપિયા રામ મંદિર માટે દાન આપવામાં આવશે.’ 

વધુ વાંચો: અયોધ્યા જવા રવાના થયા મેગાસ્ટાર ચિરંજીવી, કહ્યું 'મને તો હનુમાન દાદાએ વ્યક્તિગત રીતે આમંત્રણ આપ્યું છે!'

તમને જણાવી દઈએ કે, આટલી કમાણી તેલુગુ વર્ઝનમાંથી થઈ છે. આ ફિલ્મ હિંદી વર્ઝનમાં રિલીઝ થઈ ત્યારે આ ફિલ્મના ઓપનિંગ કલેક્શનમાંથી 14 લાખ રૂપિયા દાનમાં આપવામાં આવ્યા હતા. ડાયરેક્ટર પ્રશાંત વર્માણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘જો આ પ્રકારે રિસ્પેન્સ મળશે તો કરોડો રૂપિયાનું દાન કરવામાં આવશે. અમારા પ્રોડ્યૂસર એક ધાર્મિક વ્યક્તિ છે. અમે તેલુગુ લોકો સાઉથ ઈન્ડિયન હોવાને કારણે નિષ્ઠાવાન અને અંધવિશ્વાસી છીએ. અમને લાગે છે કે, અમારી ઈચ્છા પૂરી થાય તો અમારે તે અમારા કહ્યા પર અડગ રહેવું જોઈએ. આ કારણોસર અમારા પ્રોડ્સૂસરને રામ મંદિર વિશે જાણ થતા, તેમણે નક્કી કર્યું હતું કે, તમામ ટિકીટમાંથી પાંચ રૂપિયા રામ મંદિર માટે દાનમાં આપવામાં આવશે. અમારી ફિલ્મ હિટ થશે કે નહીં, તે વાતની ચિંતા કર્યા વગર આ જાહેરાત કરી હતી. ચિરંજીવી સરને આ અંગે જણાવ્યું હતું અને તેમણે સ્ટેજ પર આ જાહેરાત કરી દીધી હતી. પહેલા દિવસના કલેક્શનમાંથી રામ મંદિર માટે 14 લાખ રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે. ફિલ્મ આ રીતે હિટ રહેશે તો રામ મંદિર માટે કરોડો રૂપિયાનું દાન કરીશું.’
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ