બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / hanuman jayanti 2023 dont do seven mistakes avoid it in hanumanji puja

હનુમાન જયંતિ 2023 / હનુમાન જયંતિના દિવસે આ 7 ભૂલો ક્યારેય ન કરતા, નહીં તો મળશે અશુભ પરિણામ

Arohi

Last Updated: 07:15 AM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હનુમાન જયંતી તહેવાર આ વર્ષે 6 એપ્રિલના દિવસે ગુરૂવારે ઉજવવામાં આવશે. હનુમાન જયંતીના દિવસે જો તમે પણ વ્રત કરવાના છો અથવા બજરંગબલીની પૂજા કરવાના છો તો અમુક ભૂલો કરવાથી બચો.

  • 6 એપ્રિલે છે હનુમાન જયંતિ 
  • બજરંગબલીની પૂજામાં ન કરો આ ભૂલો 
  • નહીં તો મળશે અશુભ પરિણામ

હનુમાન જયંતીનો તહેવાર આવવાનો છે. હનુમાન જયંતી ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂનમે આવે છે. હનુમાન જયંતી બજરંગબલીના જન્મોત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 6 એપ્રિલ ગુરૂવારે ઉજવવામાં આવશે. 

હનુમાન જયંતી પર બજરંગબલીની પૂજા-અર્ચનાથી જીવનમાં મોટા સંકટ દૂર થઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હનુમાન જયંતીના દિવસે અમુક ભુલો કરવાથી બચવું જોઈએ. 

સૂતક કાળમાં પૂજા 
હનુમાનજીની પૂજા ક્યારેય પણ સૂતક કાળમાં ન કરવી જોઈએ. સૂતક કાળ ગ્રહણથી 12 કલાક પહેલા લાગી જાય છે સાથે જ જો ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય તો સૂતક માન્ય થાય છે. કોઈ વ્યક્તિનું મૃત્યુ થવા પર ઘરમાં 13 દિવસનો સુતક કાળ લાગી જાય છે. આ સમયમાં હનુમાનજીની પૂજા નથી કરવામાં આવતી. 

સ્ત્રીઓનું સ્પર્શ 
હનુમાન જયંતીના દિવસે સ્ત્રીઓના સ્પર્શ કરવાથી બચો. આ દિવસે બ્રહ્મચર્યાનો ખૂબ જ કડક રીતે પાલન કરવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન હનુમાન સ્વયં સ્ત્રીઓના સ્પર્શથી બચતા હતા. જો કોઈ મહિલા ઘરના મંદિરમાં પૂજા કરે છે તો તેમને પણ બજરંગબનીની પ્રતિમાને સ્પર્શ ન કરવું જોઈએ. 

ચરણામૃતથી સ્નાન 
ખૂબ ઓછા લોકો એ વાત જાણે છે કે હનુમાનજીની પૂજામાં ક્યારેય ચરણામૃતનો ઉપયોગ નથી કરવામાં આવતો. હનુમાન જયંતી પર બજરંગબલીને ચરણામૃતથી સ્નાન ન કરાવો. તેમની પૂજામાં ચરણામૃત ચડાવવાનું વિધાન નથી. 

કાળા-સફેદ વસ્ત્ર ન પહેરો
બજરંગબલીની પૂજા કરતી વખતે ભૂલથી પણ કાળા કે સફેદ રંગના વસ્ત્ર ધારણ ન કરો. તેના પરિણામ ખૂબ જ અશુભ હોઈ શકે છે. હનુમાનજીની પૂજા ફક્ત લાલ રંગના વસ્ત્ર પહેરીને જ કરવી જોઈએ. 

તૂટેલી કે ખંડિત પ્રતિમા 
હનુમાન જયંતી પર પૂજા માટે બજરંગબલીની તૂટેલી કે ખંડિત પ્રતિમાનો ઉપયોગ ન કરો. જો તમારા ઘરના મંદિરમાં બજરંગબલીની કોઈ પ્રતિમા છે તો તેને ફરી હટાવી દો. સારૂ રહેશે કે પ્રતિમાને તમે વહેતા પાણામાં પધરાવી દો. 

મીઠાનું સેવન ન કરો 
હનુમાન જયંતી પર તમારે મીઠાનું સેવન ન કરવું જોઈએ. તેના ઉપરાંત, તમારે એ વસ્તુઓ ન ખાવી જોઈએ જે આ દિવસે તમે દાનમાં આપી હોય. હનુમાન જયંતીનો ઉપવાસ કરતા લોકોને દિવસમાં ન સુવુ જોઈએ. 

માંસ- દારૂ 
હનુમાન જયંતીના દિવસે માંસ-દારૂનું સેવન ન કરવું જોઈએ. શારીરિક સંબંધ ન બનાવો. ક્રોધમાં આવીને કોઈને અપશબ્દ ન કહો. દ્વાર પર આવેલા લોકોનું અપમાન ન કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ