બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / GSTAT સુરત ખાતે ડેપ્યુટી રજિસ્ટ્રારની નિમણૂક, આ અધિકારીને સોંપાઈ જવાબદારી
Last Updated: 01:57 PM, 2 September 2025
ભારતીય મહેસૂલ સેવા (કસ્ટમ્સ અને પરોક્ષ કર) ના 2023 બેચના અધિકારી ઉપેન્દ્ર પ્રભુદાસ રાઠોડને સુરત સ્થિત GST અપીલ ટ્રિબ્યુનલ (GSTAT) ખાતે ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક ડેપ્યુટેશનના આધારે કરવામાં આવી છે. જો વાત કરીએ તો રાઠોડ અગાઉ અમદાવાદ ઝોનલ યુનિટના ડિરેક્ટોરેટ જનરલ ઓફ ઓડિટમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા.
ADVERTISEMENT
1 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવનારી તેમની આ નવી પોસ્ટિંગ તેમને 7મા સેન્ટ્રલ પે કમિશન (CPC) હેઠળ લેવલ-11 પર ત્રણ વર્ષ માટે રાખશે. સુરતના GSTAT બેન્ચમાં આ નિમણૂક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે હાલમાં સરકાર સમગ્ર દેશમાં GSTAT બેન્ચોને મજબૂત બનાવવા માટે પગલાં લઈ રહી છે. GST સંબંધિત કેસોની ઝડપી સુનાવણી અને બેકલોગ ઘટાડવા માટે આ પ્રક્રિયાને તેજ કરવામાં આવી રહી છે.
આ સાથે જ વહીવટી ક્ષેત્રમાં પણ એક મોટો બદલાવ આવી શકે છે. આસામ-મેઘાલય કેડરના 2022 બેચના IAS અધિકારી કનિકાને તેમના હાલના કેડરમાંથી ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. કનિકા હાલમાં આસામના જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ (GAD) માં ડેપ્યુટી સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો: ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ તૂટ્યો, શું તંત્ર કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?

ADVERTISEMENT
હવે તેમને આસામ-મેઘાલય સંયુક્ત કેડરના આસામ સેગમેન્ટમાંથી બદલીને AGMUT કેડર (અરુણાચલ પ્રદેશ-ગોવા-મિઝોરમ-કેન્દ્રશાસિત પ્રદેશો)માં મોકલવામાં આવી રહ્યા છે. આસામ સેગમેન્ટમાંથી તેમને ઔપચારિક રીતે મુક્ત કરવામાં આવ્યા છે જેથી તેઓ AGMUT કેડરમાં નવી ભૂમિકા નિભાવી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.