ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોની સંખ્યામાં ચિંતાજનક વધારો

કાર્યવાહી / ગુજરાતમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોની સંખ્યામાં ચિંતાજનક વધારો

Published By: Priyankka Triveddi

Last Updated: 07:27 PM, 20 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ટ્રાફિક નિયમોના ભંગ સામે ગૃહ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. 2024-25 દરમિયાન લાખો વાહનચાલકો સામે દંડ અને કેસ નોંધાતા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.

ADVERTISEMENT

ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ હેલ્મેટ વગર વાહન ચલાવવાના મામલે સૌથી વધુ 19 લાખથી વધુ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સીટબેલ્ટ ન પહેરવા બદલ 4.29 લાખ લોકોને દંડ ફટકારાયો છે. આ આંકડા દર્શાવે છે કે લોકો હજુ પણ મૂળભૂત ટ્રાફિક નિયમોને અવગણી રહ્યા છે, જે અકસ્માતના જોખમને વધારતા હોય છે.

ઓવર સ્પીડિંગ અને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ સામે કડક પગલાં

ઓવર સ્પીડિંગ માટે 4.11 લાખ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસમાં 35611 લોકો સામે ગુના નોંધાયા છે. મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને વાહન ચલાવવાના મામલે 2.37 લાખ લોકો સામે દંડાત્મક કાર્યવાહી થઈ છે. આ તમામ ભંગો માર્ગ સુરક્ષાને ગંભીર રીતે અસર કરે છે અને અકસ્માતોના મુખ્ય કારણોમાં સામેલ છે.

બ્લેક સ્પોટ અને અકસ્માતોની ચિંતા

રોડ સેફ્ટી ઓથોરિટીના રિપોર્ટ મુજબ રાજ્યમાં 32 બ્લેક સ્પોટ ઓળખવામાં આવ્યા છે. જ્યાં સૌથી વધુ અકસ્માતો થાય છે. વડોદરાના વરેડિયા અને વેમાલી વચ્ચેનો માર્ગ સૌથી વધુ જોખમી ગણાયો છે. અહીં જીવલેણ અકસ્માતોમાં 281 લોકોના મૃત્યુ થયા છે. જેમાં 78 રાહદારીઓ પણ સામેલ છે. આ પરિસ્થિતિ માર્ગ સુરક્ષાની ગંભીરતા દર્શાવે છે.

આ પણ વાંચો: 'રામાધણી' ફાર્મહાઉસ થશે ધ્વસ્ત? મસ્તાની ગેંગના ગુંડાઓનો કિલ્લો થશે નેસ્તનાબૂદ

vtv app promotion

મૃત્યુઆંકમાં ઘટાડો, છતાં સતર્ક રહેવાની જરૂર

સકારાત્મક બાબત એ છે કે 2023ની તુલનામાં 2024માં માર્ગ અકસ્માતોમાં મૃત્યુઆંકમાં 137 જેટલો ઘટાડો નોંધાયો છે. છતાં હજુ પણ મોટા પ્રમાણમાં અકસ્માતો થતા હોવાથી લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ વધારવાની જરૂર છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે જેથી માર્ગ સુરક્ષા વધુ મજબૂત બની શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Road safety report India Traffic rule violation Gujarat Helmet Fine cases

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ