ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'રામાધણી' ફાર્મહાઉસ થશે ધ્વસ્ત? મસ્તાની ગેંગના ગુંડાઓનો કિલ્લો થશે નેસ્તનાબૂદ

એક્શન / 'રામાધણી' ફાર્મહાઉસ થશે ધ્વસ્ત? મસ્તાની ગેંગના ગુંડાઓનો કિલ્લો થશે નેસ્તનાબૂદ

Published By: Priyankka Triveddi

Last Updated: 06:11 PM, 20 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણમાં મસ્તાની ગેંગ પર તંત્ર દ્વારા મોટું એક્શન લેવામાં આવ્યું છે. ગેરકાયદેસર ફાર્મહાઉસ થશે ધરાશાયી કરવા માંએટની પ્રક્રિયા VTV News ના અહેવાલ બાદ હાથ ધરવામાં આવી છે.

ADVERTISEMENT

Mastani Gang Action: પાટણ જિલ્લામાં કુખ્યાત ગુંડા ભાવેશ રબારી સામે તંત્ર કડક કાર્યવાહી કરવા આગળ આવ્યું છે. આજે તેના ગેરકાયદેસર ફાર્મહાઉસ પર બુલડોઝર ફરી વળવાનું છે. જેના કારણે વિસ્તારમાં ચકચાર મચી છે.પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝિલીયા ગામે કુખ્યાત ગુંડા ભાવેશ રબારીની ગુંડાગીરી હવે અંત તરફ જઈ રહી છે. મસ્તાની ગેંગ સાથે જોડાયેલા ભાવેશ રબારીના ગેરકાયદેસર બાંધકામ સામે વહીવટી તંત્રે કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. વર્ષોથી ચાલતી તેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને દાદાગીરી સામે હવે તંત્ર એક્શનમાં આવ્યું છે. આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવી રહ્યો છે કે કાયદા સામે કોઈ પણ મોટું નથી.

ગેરકાયદેસર ફાર્મહાઉસ ‘રામાધણી’ પર બુલડોઝર

ઝિલીયા ગામમાં આવેલું ભાવેશ રબારીનું ફાર્મહાઉસ ‘રામાધણી’ લાંબા સમયથી ચર્ચામાં હતું. આ ફાર્મહાઉસ ગેરકાયદેસર રીતે ઉભું કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા આજે જ આ બાંધકામને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તંત્રનો હથોડો ફરતા આ ગુંડાગીરીના કિલ્લાને ધરાશાયી કરવામાં આવશે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી

આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને અધિકારીઓ સ્થળ પર તૈનાત રહેશે. અગાઉ પણ આ સ્થળે પોલીસ પર હુમલાની ઘટના બની હતી, જેના કારણે આ વખતની કાર્યવાહી વધુ સાવચેતીપૂર્વક કરવામાં આવી રહી છે.

ગુનાખોરીના ઈતિહાસ પર અંત લાવવાનો પ્રયાસ

ભાવેશ રબારી વિરુદ્ધ અનેક ગુનાહિત કેસો નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. વ્યાજખોરી, દાદાગીરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે તે જાણીતા હતા. સ્થાનિક લોકોમાં પણ તેની સામે ભારે રોષ હતો. તંત્રની આ કાર્યવાહીથી લોકોમાં રાહતની લાગણી ફેલાઈ છે અને ગુનાખોરી સામે કડક સંદેશ ગયો છે.

મીડિયા અને જનતાના દબાણનો પરિણામ

આ મામલે મીડિયા દ્વારા પણ સતત અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. ખાસ કરીને VTV News દ્વારા આ મુદ્દાને વારંવાર ઉઠાવવામાં આવતા તંત્રનું ધ્યાન આ તરફ ગયું હતું. લોકપ્રિય કાર્યક્રમોમાં પણ ભાવેશ રબારીની ગુંડાગીરી સામે ચર્ચા કરવામાં આવી હતી. આ દબાણને કારણે તંત્રને અંતે કાર્યવાહી કરવી પડી હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો: આગામી 24 કલાકમાં જ કમોસમી માવઠું ગુજરાતભરમાં ફરી વળશે, અને પછી...!

vtv app promotion

તંત્રની કાર્યવાહીથી બદલાશે પરિસ્થિતિ

આજની આ મોટી કાર્યવાહી પછી પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનવાની આશા છે. ગુંડાગીરી સામે તંત્રની આ કડક કાર્યવાહી અન્ય ગુનેગારો માટે પણ ચેતવણીરૂપ છે. લોકો હવે આશા રાખી રહ્યા છે કે આવી જ રીતે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પણ તંત્ર કાર્યવાહી કરશે અને વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા સ્થાપિત થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhavesh Rabari demolition Patan illegal farmhouse Bhavesh Rabari demolition, Mastani gang action

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ