ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / આગામી 24 કલાકમાં જ કમોસમી માવઠું ગુજરાતભરમાં ફરી વળશે, અને પછી...!

વેધર અપડેટ / આગામી 24 કલાકમાં જ કમોસમી માવઠું ગુજરાતભરમાં ફરી વળશે, અને પછી...!

Published By: Priyankka Triveddi

Last Updated: 03:26 PM, 20 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આગામી 24 કલાક માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

ADVERTISEMENT

Western Disturbance Gujarat: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બન્યું છે. જેના કારણે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તેમજ દિવ વિસ્તારમાં સામાન્ય વરસાદ થઈ શકે છે.

કેટલાક જિલ્લાઓમાં વરસાદ, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ

હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉપરોક્ત વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જેના કારણે ખેડૂતોને થોડી ચિંતા પણ થઈ રહી છે. અમદાવાદ શહેરમાં હાલ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો અનુભવાઈ શકે છે. પવનની ગતિ પણ થોડું વધવાની શક્યતા છે. જેના કારણે હવામાનમાં ઠંડકનો અહેસાસ થશે.

હવામાન

આગામી દિવસોના હવામાન અંગે હવામાન એક્સપર્ટ એ. કે. દાસે જણાવ્યું કે,

" 20 માર્ચથી 26 માર્ચ સુધીમાં જે 20 માર્ચના રોજ છૂટ છવાયા વિસ્તારોમાં હળવો વરસાદ રહી શકે છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહીસાગર અને અરવલ્લી અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ છૂટ છવાયા સ્થળે વરસાદ આવી શકે છે. આ સિવાય અન્ય વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો રહેશે. આગામી દિવસોમાં તાપમાન વધશે તે સિવાય કોઈ ફેરફાર રહેશે નહીં. આગામી 3-4 દિવસો લઘુત્તમ તાપમાનમાં પણ 3-4 ડિગ્રી વધારો થવાનું અનુમાન છે. આજે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. ઉત્તર પાકિસ્તાનથી લઈને દક્ષિણ મધ્યપ્રદેશ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ જોવા મળ્યો છે જેની અસર રાજસ્થાન અને ગુજરાત પર થઈ શકે છે. "

આ પણ વાંચો: વિધાનસભામાં અંદાજ સમિતિના અહેવાલમાં મહત્વની ટિપ્પણી, આખું વર્ષ ખાદ્ય પદાર્થના નમૂના લેવા સૂચના

24 કલાક બાદ ફરી ગરમીમાં વધારો

આગામી 24 કલાક બાદ હવામાનમાં ફરી બદલાવ આવશે અને ધીમે ધીમે તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સુધીનો વધારો થવાની શક્યતા છે. જેના કારણે રાજ્યમાં ફરી ગરમીનો પ્રકોપ વધશે. હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવા અને બદલાતા હવામાન મુજબ પોતાની દૈનિક કામગીરી ગોઠવવાની સલાહ આપી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat weather update Western Disturbance Gujarat unseasonal rain forecast

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ