ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વિધાનસભામાં અંદાજ સમિતિના અહેવાલમાં મહત્વની ટિપ્પણી, આખું વર્ષ ખાદ્ય પદાર્થના નમૂના લેવા સૂચના

ગાંધીનગર / વિધાનસભામાં અંદાજ સમિતિના અહેવાલમાં મહત્વની ટિપ્પણી, આખું વર્ષ ખાદ્ય પદાર્થના નમૂના લેવા સૂચના

Published By: Priykant Shrimali

Last Updated: 02:09 PM, 20 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Estimates Committee Report : અહેવાલમાં આરોગ્ય વિભાગને ખાસ સૂચના આપવામાં આવી છે કે નકલી ડૉક્ટરો સામે સખત પગલાં લેવાં જોઈએ, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

ADVERTISEMENT

Gujarat Estimates Committee Report : ગુજરાતમાં વિવિધ વિભાગોની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે ગુજરાત વિધાનસભામાં અંદાજ સમિતિનો મહત્વપૂર્ણ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં આરોગ્ય, વન અને પર્યાવરણ સહિતના વિભાગોને લગતા ઘણા મહત્વના મુદ્દાઓ પર ધ્યાન દોરવામાં આવ્યું છે.

નકલી ડૉક્ટરો સામે કડક કાર્યવાહી

અહેવાલમાં આરોગ્ય વિભાગને ખાસ સૂચના આપવામાં આવી છે કે નકલી ડૉક્ટરો સામે સખત પગલાં લેવાં જોઈએ. ખોટા દસ્તાવેજોના આધારે પ્રેક્ટિસ કરતા લોકોની ઓળખ કરી તેમના સામે કાનૂની કાર્યવાહી કરવી જરૂરી ગણાવવામાં આવી છે. આ પગલું લોકોના આરોગ્યની સુરક્ષા માટે ખૂબ જ મહત્વનું છે.

ખાદ્ય પદાર્થોની તપાસમાં કડકાઈ

ખોરાકમાં ભેળસેળના મુદ્દે પણ સમિતિએ ગંભીરતા દર્શાવી છે. માત્ર તહેવારો દરમિયાન નહીં પરંતુ આખું વર્ષ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. સાથે જ નમૂનાઓની તપાસ સમયમર્યાદામાં પૂર્ણ કરીને અસરકારક કાર્યવાહી કરવાની જરૂરિયાત પણ વ્યક્ત કરવામાં આવી છે.

સિંહ દર્શન વ્યવસ્થામાં સુધારા

વન વિભાગ માટે પણ કેટલાક મહત્વના સૂચનો આપવામાં આવ્યા છે. ગીર વિસ્તારમાં સિંહ દર્શન માટે આપવામાં આવતી ટિકિટોમાં ગડબડી અટકાવવા કડક વ્યવસ્થા કરવાની વાત કરવામાં આવી છે. ઉપરાંત, સિંહ દર્શન માટે ઉપયોગમાં લેવાતી જીપ્સીમાં સ્થાનિક લોકોને પ્રાથમિકતા આપવાની પણ ભલામણ કરવામાં આવી છે.

આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ અધિકારીઓને સોંપાઈ મોટી જવાબદારી, પરિપત્ર જાહેર

જંગલી પ્રાણીઓની સુરક્ષા માટે પગલાં

જંગલ વિસ્તારમાં કૂવામાં પ્રાણીઓ ખાબકી જવાના બનાવોને અટકાવવા માટે લોખંડની જાળી મૂકવાની સૂચના આપવામાં આવી છે. આ પગલાથી સિંહ સહિતના જંગલી પ્રાણીઓની સુરક્ષા વધુ મજબૂત બનશે. આ સાથે અહેવાલમાં સોલાર રૂફટોપ યોજના, સરકારી ઇમારતો પર સોલાર પેનલ લગાવવાની જરૂરિયાત અને ટ્રાન્સફોર્મર સંબંધિત મુદ્દાઓ પર પણ ધ્યાન આકર્ષવામાં આવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Legislative Assembly Action Against Fake Doctors Estimates Committee Report,

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ